Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 13:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 આબ્શાલોમે પોતાનઅ ચાકરોને આજ્ઞા કરી, કે આમ્નોનનું મન દ્રાક્ષારસથી મગ્ન થઈ જાય, તે ધ્યાનમાં રાખજો. અને હું તમને કહું, ‘આમ્નોનને મારો, ’ ત્યારે તેને મારી નાખજો, બીશો નહિ; શું મેં તમને આજ્ઞા આપી નથી? હિમ્‍મતવાન અને શૂરવીર થજો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

28 આબ્શાલોમે મિજબાની તૈયાર કરી અને પોતાના નોકરને સૂચના આપી, “આમ્નોન બરાબર દારૂથી ચકચૂર થાય તેનું ધ્યાન રાખજો અને પછી હું હુકમ કરું ત્યારે તેને મારી નાખજો. ગભરાશો નહિ, છેવટે તો તમારે મારા હુકમ પ્રમાણે કરવાનું છે. હિંમત અને શૌર્ય દાખવજો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 આબ્શાલોમે પોતાના ચાકરોને આજ્ઞા કરીને કહ્યું કે, “ધ્યાનથી સાંભળો. જયારે આમ્નોન દ્રાક્ષારસ પીવાની શરૂઆત કરે, અને હું તમને કહું કે, ‘આમ્નોન પર હુમલો કરો,’ ત્યારે તેને મારી નાખજો. બીશો નહિ. એ મારી આજ્ઞા છે. હિંમત રાખો શૂરાતન બતાવજો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 આબ્શાલોમે પોતાના માંણસોને કહ્યું, “બરાબર ધ્યાન રાખજો, આમ્નોન દાક્ષારસની મસ્તીમાં આવી જાય અને હું એમ કહું કે, આમ્નોનને પૂરો કરો, ત્યારે તેને માંરી નાખવો. ડરશો નહિ, હુકમ કરનાર હું છું. હિંમત રાખજો અને બહાદુરીથી કામ લેજો.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 13:28
30 Iomraidhean Croise  

અને દ્રાક્ષારસ પીને તે પીધેલો થયો; અને પોતાના તંબુમાં તે ઉઘાડો હતો.


દાઉદે તેને બોલાવ્યો ત્યારે તેની આગળ તેણે ખાધુંપીધું; અને દાઉદે તેને મસ્ત બનાવ્યો. અને સાંજે તે તેના ખાટલા પર પોતાના મુરબ્બીના ચાકરોની સાથે સૂવા ગયો, પણ પોતાને ઘેર ગયો નહિ.


તેણે પત્રમાં એમ લખ્યું, “તમે ઉરિયાને દારુણ યુદ્ધને મોખરે રાખજો, ને તેની પાસેથી તમે દૂર ખસી જજો કે, તે જાનથી માર્યો જાય.”


તો હવે તરવાર તારા ઘરમાંથી કદી દૂર થશે નહિ, કેમ કે તેં મને તુચ્છ કર્યો ચે, ને ઉરિયા હિત્તીની પત્નીને લઈને પોતાની પત્ની કરી લીધી છે.’


પણ આબ્શાલોમે રાજાને આગ્રહ કર્યો, માટે તેણે આમ્નોનને તથા રાજાના સર્વ પુત્રોને તેની સાથે જવા દીધા.


તમારી દાસીને બે દિકરા હતા, તે બન્‍ને ખેતરમાં લડી પડ્યા. તેઓને છૂટા પાડનાર કોઈ ન હોવાથી એકે બીજાને મારીને ઠાર કર્યો.


અને તેઓ બપોરે રવાના થયા. પણ બેન-હદાદ પોતે ને રાજાઓ એટલે તેને સહાય કરનાર બત્રીસ રાજાઓ તંબુઓમાં પીને મસ્ત થતા હતા.


સાતમે દિવસે રાજાનું મન દ્રાક્ષારસથી મગ્ન હતું, ત્યારે તેણે મહૂમાન, બિઝથા, હાર્બોના, બિગ્થા, અબાગ્થા, ઝેથાર તથા કાર્કાસ, એ સાત ખોજા અહાશ્વેરોશ રાજાના હજૂરિયા ચાકર હતા, તેઓને આજ્ઞા કરી,


વળી માણસના હ્રદયને આનંદ આપનાર દ્રાક્ષારસ, તેના મુખને તેજસ્વી કરનાર તેલ, અને તેના અંત:કરણને બળ આપનાર રોટલી [તે નિપજાવે છે].


અને મિસરના રાજાએ તે દાયણોને બોલાવીને તેઓને કહ્યું, “તમે છોકરાઓને જીવતા રાખ્યા એમ કેમ?”


મિજબાની મોજમઝાને માટે કરવામાં આવે છે, અને દ્રાક્ષારસ જીવને ખુશ કરે છે. પૈસા બધી વસ્તુઓની જરૂરિયાત પૂરી પાડે છે.


તારે રસ્તે ચાલ્યો જા, આનંદથી તારી રોટલી ખા, અને ખુશ દિલથી તારો દ્રાક્ષારસ પી; કેમ કે ઈશ્વર તારાં કામનો સ્વીકાર કરે છે.


તે જે રાત્રે ખાલદીઓનો રાજા બેલ્શાસ્સાર માર્યો ગયો.


કેમ કે જો કે તેઓ ગૂંથાઈ ગયેલા કાંટાઓ જેવા હશે, ને જાણે કે પોતાના મદ્યપાનથી પલળી ગયા હશે તોપણ સૂકા કચરાની જેમ તેઓને ભસ્મ કરવામાં આવશે.


પણ તમે પોતાના વિષે સાવધાન રહો, રખેને અતિશય ખાનપાનથી, તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થઈ જાય, જેથી તે દિવસ છટકાની જેમ તમારા પર ઓચિંતો આવી પડે.


પણ પિતર તથા પ્રેરિતોએ ઉત્તર આપ્યો, “માણસોના કરતાં ઈશ્વરનું અમારે વધારે માનવું જોઈએ.


શું મેં તને આજ્ઞા આપી નથી? બળવાન તથા હિમ્‍મતવાન થા. ભયભીત ન થા, ને ગભરાતો નહિ; કારણ કે જ્યાં કંઈ તું જાય છે, ત્યાં તારા ઈશ્વર યહોવા તારી સાથે છે.”


તેઓ આનંદમાં હતાં એટલામાં જુઓ, શહેરના કેટલાક બલિયાલપુત્રો ઘરની આસપાસ ફરી વળીને બારણું ઠોકવા લાગ્યા. તેઓએ ઘરધણીને એટલે તે વૃદ્ધ માણસને કહ્યું, “જે માણસ તારા ઘરમાં આવ્યો છે તેને બહાર કાઢ કે, અમે તેની આબરૂ લઈએ.”


એવી રીતે તે બન્‍નેએ એકઠાં બેસીને ખાધુંપીધું. પછી તે યુવતીના પિતાએ તે માણસને કહ્યું, “કૃપા કરીને રાજી થઈને આજની રાત રહે, ને તારા દિલને ખુશ કર.”


પછી તે પોતાની ઉપપત્ની તથા પોતાના ચાકર સાથે વિદાયગીરી લેવા માટે ઊભો થયો, ત્યારે તેના સસરાએ, એટલે તે યુવતીના પિતાએ, તેને કહ્યું, “જો, હવે દિવસ અસ્ત થવા આવ્યો છે, કૃપા કરીને રાત રહી જાઓ. જુઓ, દિવસ આથમવા આવ્યો છે. અહીં રહીને તારા હ્રદયને ખુશ કર; અને કાલે સવારે વહેલાં [ઊઠીને] તમારે ઘેર જજો.”


બોઆઝ ખાઈપી રહ્યો, ને તેનું મન મગ્ન થયું; એટલે અનાજના ઢગલાની બાજુએ જઈને તે સૂતો; ત્યારે તે ધીમેથી આવીને તેના પગ ઉઘાડા કરીને સૂઈ ગઈ.


અને શાઉલે પોતાના ચાકરોને આજ્ઞા આપી, “દાઉદ સાથે ગુપ્ત રીતે વાતચીત કરીને કહો કે, જો, રાજા તારા પર બહુ પ્રસન્‍ન છે, ને તેના સર્વ ચાકરો તને ચાહે છે, માટે હવે રાજાનો જમાઈ થા.”


ત્યારે શાઉલે તેની આગળ યહોવાના સોગન ખાઈને કહ્યું, “જીવતા યહોવાના સોગન ખાઈને કહ્યું, “જીવતા યહોવાના સોગન ખાઈને કહ્યું, કંઈ પણ નુકસાન થશે નહિ.”


રાજાએ તેને કહ્યું, “બીશ નહિ. તું શું જુએ છે?” તે સ્‍ત્રીએ શાઉલને કહ્યું, “હું એક દેવને ભૂમિમાંથી ઉપર આવતો જોઉં છું.”


Lean sinn:

Sanasan


Sanasan