Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 12:31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 અને તેમાંના લોકોને બહાર લાવીને તેણેતેમની પાસે કરવતો, લોઢાની પંજેટીઓ તથા લોઢાની કુહાડીઓ વડે મજૂરી કરાવી, ને ઈંટોની ભઠ્ઠીઓમાં તેમની પાસે કામ કરાવ્યું. આમ્મોનપુત્રોનાં બધાં નગરોને પણ તેણે એજ પ્રમાણે કર્યું. પછી દાઉદ તથા સર્વ લોક યરુશાલેમમાં પાછા આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

31 તેણે નગરમાં પુષ્કળ લૂંટ ચલાવી અને તે નગરના લોકોને બહાર લાવીને તેમની પાસે કરવતો, કોદાળીઓ, કુહાડીઓ વગેરેથી વેઠ કરાવી અને તેમને ઈંટવાડામાં થઈને ચલાવ્યા. આમ્મોનના સર્વ નગરોના લોકો પાસે પણ તેણે એવું કાર્ય કરાવ્યું. પછી તે અને તેના માણસો યરુશાલેમ પાછા ફર્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 દાઉદ નગરના લોકોને બહાર લાવ્યો. તેઓને ગુલામ બનાવ્યાં. અને તેઓને કરવત, તીકમ અને કુહાડા વડે કામ કરાવ્યું. વળી તેઓની પાસે દબાણપૂર્વક ઈંટોના ભઠ્ઠાઓમાં પણ મજૂરી કરાવી. દાઉદે આમ્મોનીઓનાં તમામ નગરોની એવી દુર્દશા કરી. પછી દાઉદ તથા ઇઝરાયલી સૈન્ય યરુશાલેમમાં પાછાં આવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 વળી શહેરના લોકોને લઈ જઈને તેણે તેમની પાસે કરવત, તીકમ અને કુહાડા વડે મજૂરી કરાવી અને તેમને ઇટઁવાડામાં કામે લગાડયા. તેણે આમ્મોનીઓના સર્વ નગરોની આ દશા કરી, અને પછી તે અને તેના બધા માંણસો યરૂશાલેમ પાછા ફર્યા.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 12:31
10 Iomraidhean Croise  

તેણે મોઆબીઓને હરાવ્યા, ને તેમને ભૂમિ પર સુવાડીને દોરીથિ તેમને માપ્યા. મારી નાખવા માટે તેણે બે દોરી જેટલા માપ્યા, અને જીવતા રાખવા માટે એક આખી દોરી જેટલા [માપ્યા]. પછી મોઆબીઓ દાઉદના તાબેદાર થઈને ખંડણી આપતા થયા.


દાઉદે તેઓના રાજાનો મુગટ તેના માથા પરથી ઉતારી લીધો, તેનું વજન તેને એક તાલંત સોનાનું માલૂમ પડ્યું, તેમાં હીરામાણેક જડેલાં હતાં. તે દાઉદને માથે મૂકવામાં આવ્યો. તે નગરમાંથી પુષ્કળ લૂટ લઈને તે બહાર આવ્યો.


તેના લોકોને બહાર લાવીને તેણે તેઓની પાસે કરવતો વડે, લોઢાની પંજેટીઓવડે તથા કુહાડીઓ વડે કામ કરાવ્યું. દાઉદે આમ્મોનીઓના સર્વ નગરોમાં એ પ્રમાણે કર્યું. પછી તે તથા સર્વ લોક યરુશાલેમ પાછા આવ્‍યા.


“તું તારા હાથમાં મોટા પથ્થરો લે, ને તાહપાન્હેસમાં ફારુનના મહેલના દ્વારની પાસેની ફરસબંધીમાં યહૂદીઓના જોતાં તે પથ્થરોને ચૂનાથી ઢાંકી દે.


યહોવા કહે છે: “આમ્મોનીઓના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેમની શિક્ષા માંડી વાળીશ નહિ; કેમ કે પોતાના પ્રદેશ ની સરહદ વધારવા માટે તેઓએ ગિલ્યાદની ગર્ભવતી સ્ત્રીઓને ચીરી નાખી છે.


પણ હું રાબ્બાના કોટમાં અગ્નિ સળગાવીશ, ને તે, યુદ્ધને સમયે થતા તોફાનસહિત, તેના મહેલોને ભસ્મ કરશે.


યહોવા કહે છે: “દમસ્કસના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ; કેમ કે તેઓએ ગિલ્યાદને લોઢાના ઝૂડિયાથી ઝૂડ્યો છે.


તેઓને પથ્થરોથી મારી નાખવામાં આવ્યા, તેઓને કરવતથી વહેરવામાં આવ્યા, તેઓને લાલચો આપવામાં આવી, તેઓ તરવારથી માર્યા ગયા, તેઓ ઘેટાંબકરાંનાં ચામડાં પહેરીને ફરતા હતા. તેઓ કંગાલ, રિબાયેલાં તથા પીડાયેલા હતા.


અને યહોશુઆ અને તેની સાથે સર્વ ઇઝરાયલ ગિલ્ગાલની છાવણીમાં પાછા આવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan