Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 11:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પછી દાઉદે ઉરિયાને કહ્યું, “તારા ઘેર જઈને તારા પગ ધો.” ઉરિયા રાજાને ઘેરથી વિદાય થયો, ને રાજા તરફથી તેની પાછળ કંઈ જમણ મોકલવામાં આવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 પછી તેણે ઉરિયાને કહ્યું, “ઘેર જઈને થોડો સમય આરામ કર.” ઉરિયા ત્યાંથી ગયો અને દાવિદે તેને ઘેર ભેટ મોકલી આપી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પછી ઉરિયાને દાઉદને કહ્યું કે, “તારે ઘરે જા અને વિશ્રામ કર.” તેથી ઉરિયા રાજાના મહેલમાંથી ગયો અને તેના ગયા પછી રાજા તરફથી ઉરિયાને માટે ભેટ મોકલવામાં આવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 અને પછી તેને કહ્યું, “તારે ઘેર જઈને આરામ કર.” ઊરિયા મહેલમાંથી ચાલ્યો ગયો અને દાઉદે ઊરિયાને ઘેર ભેટ મોકલી.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 11:8
11 Iomraidhean Croise  

હવે થોડું પાણી લાવવા દો, ને તમે પગ ધુઓ, ને ઝાડ નીચે આરામ લો.


અને તેણે કહ્યું, “મારા સ્વામીઓ, જુઓ, હવે કૃપા કરીને તમારા દાસને ઘેર પધારો, ને આખી રાત રહો, ને તમારા પગ ધૂઓ, ને મળસકે ઊઠીને તમારે રસ્તે પડજો.” અને તેઓએ કહ્યું, “ના; પણ અમે આખી રાત રસ્તામાં રહીશું.”


અને તે માણસે યૂસફના ઘરમાં તે માણસોને લાવીને તેમને પાણી આપ્યું, ને તેઓએ પગ ધોયા, અને તેણે તેઓનાં ગધેડાંને ચારો નીર્યો.


અને યૂસફે પોતાની આગળનાં વાનાંમાંથી લઈને તેઓની આગળ પિરસાવ્યાં; પણ હરેકના ભાણા કરતાં બિન્યામીનનું ભાણું પાંચગણું હતું. અને તેઓએ પીધું, ને તેની સાથે આનંદ કર્યો.


દરેક પોતાના પડોશી સાથે અસત્ય બોલે છે, ઢોંગી હ્રદયવાળા મુખેથી ખુશામત કરે છે.


તો ઈશ્વર જે હ્રદયની ગુપ્ત વાતો જાણે છે તે શું તે ખોળી કાઢશે નહિ?


તેના મોઢાના શબ્દો માખણ જેવા સુંવાળા હતા, પણ તેના હ્રદયમાં યુદ્ધ [નું ઝેર] હતું. તેની વાતો તેલ કરતાં નરમ હતી, તોપણ તેઓ ઉઘાડી તરવારો જેવી હતી.


જેઓ યહોવાથી પોતાની યોજના સંતાડવાને ઊંડો વિચાર કરે છે, ને જેઓ અંધારામાં પોતાનું કામ કરે છે ને જેઓ કહે છે, “અમને કોણ જુએ છે? અમારા વિષે કોણ જાણે છે?” તેઓને અફસોસ!


પણ પ્રગટ નહિ કરાશે એવું કંઈ ઢંકાયેલું નથી; અને જેની જાણ નહિ થાય એવું કંઈ ગુપ્ત નથી.


પછી તેમણે પેલી સ્‍ત્રી તરફ મોં ફેરવીને સિમોનને કહ્યું, “આ સ્‍ત્રીને તું જુએ છે? હું તારે ઘેર આવ્યો ત્યારે મારા પગ [ધોવા] ને માટે તેં મને પાણી આપ્યું નહિ; પણ એણે મારા પગ આંસુથી પલાળીને તેમને પોતાના ચોટલાથી લૂછયા છે.


તેમની આગળ કોઈ પણ સૃષ્ટ વસ્તુ ગુપ્ત નથી; પણ જેમની સાથે આપણને કામ છે, તેમની દષ્ટિમાં સર્વ નગ્ન તથા ઉઘાડાં છે.


Lean sinn:

Sanasan


Sanasan