Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 11:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 એક સાંજે એમ થયું કે દાઉદ પલંગ પરથી ઊઠીને રાજમહેલના ધાબા પર ફરતો હતો; ત્યારે તેણે ધાબા પરથી એક સ્‍ત્રીને સ્નાન કરતી જોઈ. તે સ્‍ત્રી દેખાવમાં ઘણી સુંદર હતી;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 એક દિવસે સાંજે દાવિદ પોતાના પલંગ પરથી ઊઠીને રાજમહેલની અટારીમાં ગયો. તે ઉપર આંટા મારતો હતો ત્યારે તેણે એક સ્ત્રીને સ્નાન કરતી જોઈ. તે ઘણી સુંદર હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 એક સાંજે દાઉદ પોતાના પલંગ ઉપરથી ઊઠીને રાજમહેલની છત ઉપર ચાલતો હતો. ત્યાંથી એટલે કે છત પરથી તેણે એક સ્ત્રીને સ્નાન કરતા જોઈ. તે સ્ત્રી દેખાવમાં ઘણી સુંદર હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 એક દિવસે મોડી સાંજે દાઉદ પથારીમાંથી ઊઠીને મહેલની અગાસીમાં જઈને ફરતો હતો, એવામાં તેણે એક સ્ત્રીને નાહતી જોઈ; જે ખૂબ રૂપાળી હતી.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 11:2
28 Iomraidhean Croise  

અને એમ થયું કે, તે જતાં જતાં લગભગ મિસર પહોંચ્યો ત્યારે તેણે પોતાની પત્ની સારાયને કહ્યું, “જો, હું જાણું છું કે તું દેખાવમાં સુંદર સ્‍ત્રી છે;


અને તે વૃક્ષનું ફળ ખાવાને માટે સારું, ને જોવામાં સુંદર, ને જ્ઞાન આપવાને ઇચ્છવાજોગ એવું એ વૃક્ષ છે, તે જોઈને સ્‍ત્રીએ ફળ તોડીને ખાધું; અને તેની સાથે પોતાનો પતિ હતો તેને પણ આપ્યું, ને તેણે ખાધું.


અને હમોર હિવ્વી જે દેશનો સરદાર હતો તેના દિકરા શખેમે તેને જોઈ. અને તેને લીધી, ને તેની સાથે સૂઈને તેની આબરૂ લીધી.


અને પોતાનું જે હતું તે સર્વ તેણે યૂસફના હાથમાં સોપ્યું; અને તે જે અન્‍ન ખાતો તે વિના પોતાનું શું શું છે, એ કંઈપણ તે જાણતો નહોતો. અને યૂસફ સુંદર તથા રૂપાળો હતો.


ઈશ્વરના દિકરાઓએ માણસોની દીકરીઓ જોઈ કે, તેઓ સુંદર છે. અને જે સર્વને તેઓએ પસંદ કરી તેઓમાંથી તેઓએ પત્નીઓ કરી.


ત્યાર પછી આમ બન્યું:દાઉદના દિકરા આબ્શાલોમને તામાર નામે એક સુંદર બહેન હતી. અને દાઉદના દિકરા આમ્નોને તેનો મોહ લાગ્યો હતો.


આબ્શાલોમને ત્રણ દિકરા તથા તામાર નામની એક દીકરી હતાં. તે સ્‍ત્રી ખૂબસુરત હતી.


રિમ્મોન બેરોથીના દિકરા રેખાબ તથા બાના ચાલી નીકળીને મધ્યાહને ઈશ-બોશેથને ઘેર પહોંચ્યા, તે બપોરની વખતે પલંગ પર સૂતેલો હતો.


ઈશ-બોશેથ શયનગૃહમાં પલંગ પર સૂતેલો હતો તે વખતે તેઓએ ઘરમાં જઈને તેને મારી નાખ્યો, ને તેનું માથું કાપી નાખ્યું, ને તેનું માથું લઈને તેઓ અરાબાને માર્ગે આખી રાત ચાલ્યા.


મેં મારી આંખો સાથે કરાર કર્યો છે; મારે કુમારિકા પર નજર શા માટે કરવી જોઈએ?


વ્યર્થતામાંથી મારી દષ્ટિ ફેરવો; તમારા માર્ગ વિષે મને આતુર કરો.


આળસ ભરઊંઘમાં નાખે છે; અને આળસુ માણસને ભૂખ વેઠવી પડે છે.


લાવણ્ય ઠગારું છે, અને સૌંદર્ય વ્યર્થ છે; પણ યહોવાનો ડર રાખનાર સ્‍ત્રી વખાણ પામશે.


તારું અંત:કરણ તેની ખૂબસૂરતી પર મોહિત ન થાય; અને તેની આંખોનાં પોપચાંથી તું ફિદા ન થઈ જા.


તે તેના ઘર તરફ રસ્તામાં ચાલતો હતો, અને ચાલતો ચાલતો તેને ઘેર ગયો;


જે ઘરોનાં ધાબાંઓ પર તેઓએ આકાશનાં સર્વ સૈન્યને માટે ધૂપ બાળ્યો છે, તથા અન્ય દેવોની આગળ પેયાર્પણો રેડયાં છે તે બધાં ઘરો, એટલે યરુશાલેમનાં તથા યહૂદિયાનાં રાજાઓનાં ભ્રષ્ટ કરેલાં ઘરો, તોફેથ જેવાં થઈ જશે.’”


હું તમને અંધારામાં જે કહું છું તે તમે અજવાળામાં કહો, ને તમે કાને જે સાંભળો છો તે ધાબાંઓ પરથી પ્રગટ કરો.


ધાબા પર જે હોય તે પોતાના ઘરમાંનો સામાન લેવાને ન ઊતરે;


પણ હું તમને કહું છું કે, સ્‍ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની સાથે વ્યભિચાર કર્યો છે.


હવે તેને બીજે દિવસે તેઓ ચાલતાં ચાલતાં શહેરની પાસે આવી પહોંચ્યાં, તેવામાં આશરે બપોરને સમયે પિતર પ્રાર્થના કરવાને ઘરના ધાબા પર ચઢ્યો.


જ્યારે તું નવું ઘર બાંધે ત્યારે તારે ધાબાને ફરતી પાળ બાંધવી, એ માટે કે તે પરથી કોઈ માણસ પડ્યાના કારણથી તારા ઘર પર ખૂન [નો દોષ] આવે નહિ.


તું તારા પડોશીની પત્ની પર લોભ ન રાખ. અને તું તારા પાડોશીનું ઘર, તેનું ખેતર, કે તેનો દાસ, કે તેની દાસી, તેનો બળદ, કે તેનું ગધેડું, કે તારા પડોશીનું જે કંઈ હોય તે પર તું લોભ ન રાખ.’


પણ સર્વનો અંત પાસે આવ્યો છે, માટે તમે સંયમી થાઓ, ને સાવધ રહીને પ્રાર્થના કરો.


કેમ કે જગતમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી, પણ જગતથી છે.


તેઓ ઉચ્ચસ્થાનેથી ઊતરીને નગરમાં આવ્યા, ત્યારે ઘરના ધાબઅ પર તેઓએ શાઉલને માટે પલંગ બિછાવ્યો, ને તે સૂઈ ગયો.


Lean sinn:

Sanasan


Sanasan