Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 11:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને એમ થયું કે યોઆબ નગરને ઘેરો કરતો હતો, ત્યારે જે જગા વિષે તે જાણતો હતો કે ત્યાં શૂરવીર માણસો છે તે જગાએ તેણે ઉરિયાને રાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 તેથી યોઆબ નગરની આસપાસ ઘેરો ગોઠવતો હતો ત્યારે શત્રુનું જ્યાં વધારે જોર હતું એ જગ્યાએ તેણે ઉરિયાને મોકલ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 યોઆબે નગર ઉપર ઘેરાબંધી કરી હતી, તેણે ઉરિયાને એવી જગ્યાએ ફરજ સોંપી કે જે વિષે તે જાણતો હતો કે ત્યાં શત્રુઓના શૂરવીર સૈનિકોનો મારો રહેવાનો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 તેથી યોઆબે ઘેરી લેવાયેલો નગરની એકદમ નજીકની જગ્યાએ તેને મૂકયો, તે જાણતો હતો કે તે જગ્યાએ શત્રુના શ્રેષ્ઠ માંણસો લડી રહ્યા હતાં.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 11:16
13 Iomraidhean Croise  

તેણે પત્રમાં એમ લખ્યું, “તમે ઉરિયાને દારુણ યુદ્ધને મોખરે રાખજો, ને તેની પાસેથી તમે દૂર ખસી જજો કે, તે જાનથી માર્યો જાય.”


નગરના માણસો બહાર નીકળીને યોઆબની સાથે લડ્યા; અને લોકોમાંથી એટલે દાઉદના સૈનિકોમાંથી કેટલાક પડ્યા ઉરિયા હિત્તી પણ માર્યો ગયો.


યરુબ્બેશેથના દિકરા અબિમેલેખને કોણે માર્યો? એક સ્‍ત્રીએ કોટ પરથી ઘંટીનું ઉપલું પડ નાખ્યાથી તે તેબેસમાં મરણ પામયો કે નહિ? છતાં તમે એટલા બધા કોટની નજીક કેમ ગયા?’ ત્યારે તું કહેજે કે, તારો દાસ ઉરિયા હિત્તી પણ માર્યો ગયો છે.”


આબ્નેર પાછો હેબ્રોન આવ્યો, એટલે યોઆબ તેની સાથે એકાંતે વાત કરવા માટે તેને એક બાજુએ દરવાજામાં લઈ ગયો. ત્યાં તેણે પોતાના ભાઈ અસાહેલના ખૂનને માટે તેના પેટમાં [ખંજર] ભોકી દીધું, જેથી તે મરણ પામ્યો.


વળી સરુયાના દીકરા યોઆબે મને જે કર્યું, એટલે કે તેણે ઇઝરાયલનાં સેન્યનાં બે અધિપતિઓને, એટલે નેરના દીકરા આબ્નેરને, તથા યેથેરના દીકરા અમાસાને જે કર્યું તે તું જાણે છે, તેણે તેઓને મારી નાખીને શાંતિના સમયમાં યુદ્ધના જેવું રક્ત પાડીને તે યુદ્ધરકત પોતાની કમરે બાંધેલાં કમરબંધને તથા પોતાના પગમાંનાં પગરખાંને લગાડ્યું.


પછી યેહૂએ તેમના પર બીજો પત્ર લખ્યો, “જો તમે મારા પક્ષના હો, ને મારું સાંભળવા ઇચ્છતા હો, તો તે માણસોનાં, એટલે તમારા ધણીના દીકરાઓનાં, માથા લઈને કાલે આશરે આ સમયે મારી પાસે યિઝ્એલ આવજો.” તે સિત્તેર રાજપુત્રો નગરના મુખ્ય પુરુષોના હવાલામાં હતા.


જો કોઈ હાકેમ જૂઠી વાતો સાંભળે તો તેના સર્વ સેવકો દુષ્ટ થઈ જાય છે.


એફ્રાઈમ ચગદાઈ ગયો છે, ને ઇનસાફની રૂએ કચડાઈ ગયો છે; કેમ કે તે વ્યર્થતાની પાછળ ચાલવા રાજી હતો.


પણ પિતર તથા પ્રેરિતોએ ઉત્તર આપ્યો, “માણસોના કરતાં ઈશ્વરનું અમારે વધારે માનવું જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan