Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 10:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 જ્યારે હદાદેઝેરના બધા તાબેદાર રાજાઓએ જોયું કે આપણે ઇઝરાયલ આગળ હાર ખાધી છે, ત્યારે તેઓ ઇઝરાયલની સાથે સલાહ કરીને તેમના તાબેદાર થયા. તેથી અરામીઓ ત્યાર પછી આમ્મોનપુત્રોની સહાય કરતાં બીતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 હદાદએઝેરની સરદારી નીચેના રાજાઓએ જોયું કે ઇઝરાયલીઓએ તેમને હરાવ્યા છે ત્યારે તેમણે તેમની સાથે સલાહશાંતિ કરી. તેમને આધીન થયા પછી આમ્મોનીઓને ફરીથી મદદ કરતાં અરામીઓ ગભરાતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 જયારે સઘળા રાજાઓ જે હદાદેઝેરના તાબેદારો હતા તેઓએ જોયું કે તેઓ ઇઝરાયલ દ્વારા પરાજિત થયા છે, ત્યારે અરામીઓએ ઇઝરાયલ સાથે સંધિ કરીને તેઓના તાબેદારો થયા. તેથી ત્યાર બાદ અરામીઓ આમ્મોન પુત્રોની મદદે આવતાં ગભરાતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 અરામ સૈન્યની હાર થઈ છે તે જાણીને હદારએઝેર અને તેના તાબેદાર રાજાઓ દાઉદના તાબેદાર થયા, અને તેમની સેવાઓ સ્વીકારી, ત્યારબાદ ફરી અરામીઓએ આમ્મોનીઓની યુદ્ધમાં મદદ કરવાની હિંમત કદી કરી નહિ.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 10:19
12 Iomraidhean Croise  

વળી રાહોબનો દીકરો તથા સોબાનો રાજા હદાદેઝેર ફ્રાત નદી પાસે પોતાનું રાજ્ય પાછું મેળવવા માટે જતો હતો, ત્યારે દાઉદે તેને પણ હરાવ્યો.


પછી દમસ્કસના અરામમાં દાઉદે થાણાં બેસાડ્યાં. અને અરામીઓ દાઉદના તાબેદાર થયા, ને તેને ખંડણી આપવા લાગ્યા. દાઉદ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં યહોવાએ તેને ફતેહ પમાડી.


અરામના રાજા બેન-હદાદે પોતાનું આખું સૈન્ય એકત્ર કર્યું. તેની સાથે બત્રીસ રાજા, ઘોડા તથા રથો હતા. તેણે ચઢાઈ કરીને સમરુનને ઘેરી લીધું, ને તેની સામે યુદ્ધ કર્યું.


જ્યારે હદારએઝેરના ચાકરોએ જોયું કે, પોતે ઇઝરાયલને હાથે હાર ખાધી છે, ત્યારે તેઓએ દાઉદની સાથે સલાહ કરી, ને તેના તાબેદાર થયા. ત્યાર પછી ફરીથી કદી અરામીઓને આમ્મોનીઓને સહાય કરવાની ઇચ્છા થઈ નહિ.


હે યહોવા, તમારો હાથ ઉગામેલો છે, તોપણ તેઓ જોતાં નથી; પરંતુ તેઓ [તમારા] લોકો વિષે તમારી આતુરતા જોઈને શરમાશે; તમારા વૈરીઓ માટેનો જે અગ્નિ છે તે તેઓને નષ્ટ કરશે.


હે રાજા, આપ રાજાધીરાજ છો, આપને આકાશના ઈશ્વરે રાજ્ય, સત્તા, બળ તથા પ્રતાપ આપ્યાં છે.


અને તે સમયે યહોશુઆએ પાછા વળીને હાસોર કબજે કર્યું, ને તેના રાજાને તરવારથી માર્યો. કેમ કે અગાઉ હાસોર તે સર્વ રાજ્યોમાં મુખ્ય હતું.


અને તેની વેદનાની ધાકને લીધે દૂર ઊભા રહીને કહેશે, ‘અરેરે! અરેરે! મહાન બાબિલોન નગર, બળવાન નગર! એક ઘડીમાં તને કેવી શિક્ષા થઈ છે!”


ત્યારે અદોની બેઝેકે કહ્યું, “હાથના તથા પગના અંગૂઠા કાપી નંખાયેલા એવા સિત્તેર રાજાઓ મારી મેજ નીચેથી [ટુકડા] વીણી ખાતા હતા. જેવું મેં કર્યું છે, તેવો જ બદલો ઈશ્વર મને આપ્યો છે.” અને તેઓ તેને યરુશાલેમમાં લાવ્યા, ને ત્યાં તે મરી ગયો.


Lean sinn:

Sanasan


Sanasan