Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 1:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 માટે તેમની પાસે ઊભા રહીને મેં તેમને મારી નાખ્યા, કેમ કે હું નક્કી જાણતો હતો કે પડી ગયા પછી તે જીવવાના નથી. પછી તેમના માથા પરનો મુગટ તથા તેમના હાથ પરનાં કડાં લઇને હું તે અહીં મારા ધણી પાસે લાવ્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 તેથી તેમની પાસે જઈને મેં તેમને મારી નાખ્યા. કારણ, હું જાણતો હતો કે તે પડીને મરી જશે. પછી મેં તેમના માથા પરથી મુગટ અને હાથ પરથી કડાં ઉતારી લીધાં અને હવે આપની સમક્ષ તે લાવ્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 માટે તેની પાસે ઊભા રહીને મેં તેને મારી નાખ્યો, કેમ કે હું જાણતો હતો કે પડી ગયા પછી તે જીવવાનો નથી. તેના માથા પરનો મુગટ તથા તેના હાથ પરના કડાં લઈ લીધાં. તે અહીં તમારી પાસે લાવ્યો છું, મારા માલિક.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તેથી મેં તેને માંરી નાખ્યો, કારણ મને ખબર હતી કે તે મરવાનો તો હતો જ. ત્યાર પછી મેં તેના માંથા ઉપરથી તાજ અને હાથ ઉપરથી કડું ઉતારી લીધાં, અને તે હું તમાંરી પાસે અહીંયા લઈ આવ્યો છું માંરા દેવ.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 1:10
10 Iomraidhean Croise  

અને દાઉદે તેને કહ્યું, “તારું લોહી તારે માથે. કેમ કે તારા મુખે તારી વિરુદ્ધ સાક્ષી પૂરી છે કે, યહોવાના અભિષિક્તને મેં મારી નાખ્યો છે.”


પછી તેમણે મને કહ્યું, ‘કૃપા કરીને મારી પડખે ઊભો રહીને મને મારી નાખ, કેમ કે મને ભારે વેદના થાય છે; કેમ કે હજી મારા ખોળિયામાં જીવ છે.’


તેણે તેઓના રાજાનો મુગટ તેને માથેથી ઉતારી લીધો, તે વજનમાં એક તાલંત સોનાનો હતો, ને મૂલ્યવાન રત્નો [તેમાં જડેલાં હતાં]. અને ને દાઉદના માથે મૂકવામાં આવ્યો. અને તે નગરમાંથી પુષ્કળ લૂટ મેળવીને તે બહાર આવ્યો.


પછી તેણે રાજકુમારને બહાર લાવીને તેને માથે મુગટ મૂક્યો તથા સાક્ષ્યશાસ્ત્ર [તેને આપ્યું]. પછી તેઓએ તેને રાજા ઠરાવીને તેનો અભિષેક કર્યો. અને તેઓએ તાળીઓ પાડીને કહ્યું, “ઈશ્વર રાજાની રક્ષા કરો.”


અમારા માથા પરથી મુગટ પડી ગયો છે. અમને હાય હાય! કેમ કે અમે પાપ કર્યું છે.


કેમ કે જેમ તમે બીજાને દોષિત ઠરાવશો તેમ તેઓ તમને પણ દોષિત ઠરાવશે. અને જે માપથી તમે માપી આપો છો, તેથી જ તમને માપી આપવામાં આવશે.


ત્યારે અદોની બેઝેકે કહ્યું, “હાથના તથા પગના અંગૂઠા કાપી નંખાયેલા એવા સિત્તેર રાજાઓ મારી મેજ નીચેથી [ટુકડા] વીણી ખાતા હતા. જેવું મેં કર્યું છે, તેવો જ બદલો ઈશ્વર મને આપ્યો છે.” અને તેઓ તેને યરુશાલેમમાં લાવ્યા, ને ત્યાં તે મરી ગયો.


ત્યારે તેણે એક જુવાનને, એટલે પોતાના શસ્‍ત્રવાહકને, ઉતાવળથી બોલાવીને કહ્યું, “તારી તરવાર કાઢીને મને મારી નાખ, જેથી લોક એમ ન કહે કે એક સ્‍ત્રીએ [અબીમેલેખને] મારી નાખ્યો.” તે જુવાને તેની આરપાર [તરવાર] ભોંકી દીધી. એટલે તે મરી ગયો.


ત્યારે રાજાએ દોએગને કહ્યું, “તું પાછો ફરીને યાજકો પર તૂટી પડ.” ત્યારે દોએગ અદોમી ફર્યો, ને યાજકો પર તૂટી પડીને તે દિવસે તેણે શણનો એફોદ પહેરેલો પંચાશી પુરુષોને મારી નાખ્યા.


Lean sinn:

Sanasan


Sanasan