Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 પિતર 3:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 માટે, વહાલાંઓ, તમે અગાઉથી ચેતીને સાવધ થાઓ કે, અધર્મીઓની ભૂલથી ખેંચાઈ જઈને તમે તમારી સ્થિરતાથી ન ડગો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 પ્રિયજનો, તમને આ બધી ખબર છે તેથી સાવધ રહો, જેથી તમે નીતિભ્રષ્ટ લોકોની ભૂલથી ભરમાઈ ન જાઓ અને તમારી સલામત સ્થિતિથી દૂર ચાલ્યા ન જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 માટે, પ્રિયો, તમે અગાઉથી આ વાતો જાણતા હતા, માટે સાવધ થાઓ કે, અધર્મીઓની આકર્ષાઈને પોતાની સ્થિરતાથી ડગી જાઓ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 પ્રિય મિત્રો, તમે આ બધીજ વાતો અગાઉથી જાણો છો. તેથી સાવધ રહો. તે અનિષ્ટ લોકોને તમને દુરાચારના માર્ગે દોરી ન જવા દો. સાવચેત રહો કે જેથી તમે તમારા સુદઢ વિશ્વાસમાંથી ચલિત ન થાવ.

Faic an caibideil Dèan lethbhreac




2 પિતર 3:17
26 Iomraidhean Croise  

કેમ કે કોઈ પક્ષીના દેખતાં જાળ પાથરવી તે વ્યર્થ છે.


તમે કેમ નથી સમજતા કે મેં તમને રોટલી સંબંધી કહ્યું નહોતું, પણ ફરોશીઓના તથા સાદૂકીઓના ખમીર વિષે તમે સાવધાન રહો [એમ કહ્યું હતું] ”


ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “ફરોશીઓના તથા સાદૂકીઓના ખમીર વિષે તમે સાવધાન બનો ને ખબરદાર રહો.”


જે જૂઠા ઉપદેશકો ઘેટાંને વેશે તમારી પાસે આવે છે, પણ માંહે ફાડી ખાનારાં વરુ [ના જેવા] છે, તેઓ સંબંધી સાવધાન રહો.


પણ જ્યારે તેમનો સમય આવે ત્યારે તમે યાદ કરો કે મેં તે તમને કહ્યું હતું, માટે એ વચનો મેં તમને કહ્યાં છે. પહેલાંથી એ વચનો મેં તમને કહ્યાં ન હતાં, કેમ કે હું તમારી સાથે હતો.


તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં દઢતાથી લાગુ રહ્યાં.


કેમ કે એવા માણસો આપણા પ્રભુ ખ્રિસ્તની નહિ, પણ પોતાના પેટની સેવા કરે છે; અને મીઠી મીઠી વાતો તથા ખુશામતથી ભોળા માણસોનાં મન ભમાવે છે.


માટે જે કોઈ પોતાને સ્થિર ઊભેલો ધારે છે, તે પોતે ન પડે માટે સાવચેત રહે.


એ માટે, મારા પ્રિય ભાઈઓ, તમે સ્થિર તથા દઢ થાઓ, અને પ્રભુના કામમાં સદા મચ્યાં રહો, કેમ કે તમારું કામ પ્રભુમાં નિરર્થક નથી એ તમે જાણો છો.


પણ મને ભય લાગે છે, રખેને જેમ સર્પે પોતાના કપટથી હવાને ભુલાવી, તેમ ખ્રિસ્તમાં જે નિખાલસપણું તથા પવિત્રતા છે તે [તજીને] તમારાં મન હરકોઈ રીતે ભ્રષ્ટ થાય.


તમે જેઓ નિયમ [શાસ્‍ત્રના પાલન] થી ન્યાયી ઠરવા ચાહો છો, તેઓ તમે ખ્રિસ્તથી અલગ થયા છો. તમે કૃપાથી વિમુખ થયા છો.


જેથી હવે પછી આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નાખવાની કાવતરાંભરેલી યુક્તિથી, દરેક ભિન્‍ન ભિન્‍ન મતરૂપી પવનથી ડોલાં ખાનરા તથા આમતેમ ફરનારા ન થઈએ


કૂતરાઓથી સાવધ રહો, દુષ્કૃત્યો કરનારાઓથી સાવધ રહો, વ્યર્થ સુન્‍નતથી સાવધ રહો.


કેમ કે દેહમાં હું દૂર છું, તોપણ આત્મામાં તમારી સાથે છું. અને તમારી સુવ્યવસ્થા તથા ખ્રિસ્ત પરના તમારા વિશ્વાસની દ્રઢતા જોઈને આનંદ પામું છું.


સાવધાન રહો, રખેને ફિલસૂફીનો ખાલી આડંબર જે ખ્રિસ્ત પ્રમાણે નહિ, પણ માણસોના સંપ્રદાય પ્રમાણે ને જગતનાં તત્‍ત્વો પ્રમાણે છે, તેથી કોઈ તમને ફસાવે,


તેનાથી તું પણ ચેતીને રહેજે, કેમ કે તેણે અમારાં વચનોની સામે ઘણો વિરોધ દર્શાવ્યો છે.


કેમ કે જો આપણે આરંભમાં રાખેલો ભરોસો અંત સુધી દઢ રાખીએ, તો આપણે ખ્રિસ્તના ભાગીદાર થયા છીએ.


તમે વિશ્વાસમાં દઢ રહીને તેની સામા થાઓ, કેમ કે પૃથ્વી પરના તમારા ભાઈઓ પર એ જ પ્રકારનાં દુ:ખો પડે છે, તે તમે જાણો છો.


અને ન્યાયી લોત જે અધર્મીઓના દુરાચારથી ત્રાસ પામતો હતો તેને છોડાવ્યો,


વહાલાઓ, હવે આ બીજો પત્ર હું તમારા ઉપર લખું છું, અને બન્‍ને [પત્રો] થી તમારાં નિર્મળ મનોને ચેતવણી આપીને સાવધ કરું છું; કે


એ માટે તું જયાંથી પડયો છે તે યાદ કરીને પસ્તાવો કર, અને પ્રથમના જેવાં કામ કર. નહિ તો હું તારી પાસે આવીશ, અને જો તું પસ્તાવો નહિ કરે તો તારી દીવીને તેની જગાએથી હું ખસેડી દઈશ.


Lean sinn:

Sanasan


Sanasan