Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 પિતર 3:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તેના સર્વ પત્રોમાં પણ આ વાતો વિષે તેણે એમ જ કહ્યું છે. તે [પત્રો] માં કેટલીક વાતો સમજવાને અઘરી છે, અને જેમ બીજા લેખોનો તેમ એ વાતોનો પણ અજ્ઞાન તથા અસ્થિર માણસો પોતાના નાશને માટે મારીમચડીને અવળો અર્થ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 આ વિષયની છણાવટ કરતા બધા પત્રોમાં તેણે એ જ કહેલું છે. તેના પત્રોમાં કેટલીક બાબતો એવી છે કે જે સમજવી મુશ્કેલ છે અને અજ્ઞાન અને અસ્થિર માણસો, શાસ્ત્રના બીજા પાઠો વિષે કરે છે તેમ તેમનો પણ મારીમચડીને ખોટો અર્થ કરે છે અને એમ પોતાનો વિનાશ વહોરી લે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેમ તેના સર્વ પત્રોમાં પણ આ વાતો વિષે લખ્યું છે. તે પત્રોમાં કેટલીક વાત સમજવામાં અઘરી છે. જેમ બીજા શાસ્ત્રવચનોને તેમ એ વાતોને પણ અજ્ઞાની તથા અસ્થિર માણસો પોતાના નાશને સારુ બગાડે છે અને ઊંધો અર્થ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 પાઉલ તેના બધા જ પત્રોમાં આ જ રીતે આ બધી વાતો લખે છે. પાઉલના પત્રોમાં કેટલીક એવી વાતો છે કે જે સમજવામાં અઘરી છે. અને કેટલાએક લોકો તેને ખોટી રીતે સમજાવે છે. તે લોકો આજ્ઞાત છે, અને વિશ્વાસમાં નિબૅળ છે. તે જ લોકો બીજા શાસ્ત્રો ને પણ ખોટી રીતે સમજાવે છે. પરંતુ આમ કરીને તેઓ પોતાનો જ વિનાશ નોતરે છે.

Faic an caibideil Dèan lethbhreac




2 પિતર 3:16
26 Iomraidhean Croise  

પાણી જેવો અસ્થિર હોવાથી તું ઉત્તમતા પામશે નહિ; કેમ કે તું તારા પિતાની પથારી પર ગયો, ને તેને ભ્રષ્ટ કરી; મારા બિછાનઅ પર તે ચઢયો.


શેબાની રાણીએ યહોવાના નામ સંબંધી સુલેમાનની કીર્તિ સાંભળી, ત્યારે તે અટપટા‍ પ્રશ્નો વડે તેની પરીક્ષા કરવા આવી.


તેઓ આખો દિવસ મારા શબ્દોનો અનર્થ કરે છે, મારું ભૂંડું કરવા માટે તેઓના સર્વ વિચારો છે.


બહુમતીનું અનુસરણ કરીને તું દુષ્ટતા ન કર; અને કોઈ મુકદમામાં બહુમતીની તરફેણમાં વળી જઈને જૂઠી સાક્ષી પૂરીને ન્યાય ન મરડ.


તું ગરીબના દાવામાં ન્યાય ન મરડ.


‘યહોવાની ઈશ્વરવાણી, ’ એમ તમે ફરી બોલશો નહિ; કેમ કે દરેકનું વચન તે જ પોતાની દેવવાણીરૂપ થશે; કેમ કે જીવતા ઈશ્વર, એટલે સૈન્યોના [ઈશ્વર] યહોવા જે આપણા ઈશ્વર છે, તેમનાં વચનો તમે મરડી નાખ્યાં છે.


તે માટે કાયદા અમલમાં આવતા નથી, અને વળી કદી અદલ ઇનસાફ મળતો નથી. કેમ કે સજ્જનોને દુષ્ટોએ ઘેરી લીધા છે; તેથી ઇનસાફ ઊંધો વળે છે.


પણ તેમણે તેઓને ઉત્તર આપ્યો, “તમે તમારા સંપ્રદાયથી ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો?


તો તે ભલે પોતાના પિતાનું કે પોતાનાં માનું સન્માન ન કરે, ’ એમ તમે તમારા સંપ્રદાયથી ઈશ્વરની આજ્ઞા રદ કરી છે.


ત્યારે ઈસુએ તેઓને કહ્યું “ધર્મલેખો તથા ઈશ્વરનું પરાક્રમ નહિ જાણ્યાને લીધે તમે ભૂલ ખાઓ છો.


તું ન્યાય ન મરડ; આંખની શરમ ન‍‍ રાખ; તેમજ લાંચ ન લે; કેમ કે લાંચ ની આંખોને આંધળી કરે છે, ને નેક જનોનાં વચનોને વિપરીત કરી નાખે છે.


વિનાશ તેઓનો અંત, ઉદર તેઓનો દેવ અને શરમમાં તેઓનું અભિમાન છે, તેઓ સાંસારિક વાતો પર ચિત્ત લગાડે છે.


આ [મેલ્ખીસેદેક] વિષે અમારે ઘણું કહેવાનું છે, પણ એનો અર્થ સમજાવવો કઠણ છે, કેમ કે તમે સાંભળવામાં મંદ થયા છો.


બે મનવાળું માણસ પોતાના સર્વ કાર્યમાં અસ્થિર છે.


ઈશ્વર પિતાના પૂર્વજ્ઞાન પ્રમાણે આત્માના પવિત્રીકરણથી આજ્ઞાંકિત થવા માટે, અને ઈસુ ખ્રિસ્તના રક્તથી છંટાવા માટે, પસંદ કરવામાં આવેલા,


અને “ઠેસ ખવડાવનાર પથ્થર તથા ઠોકર ખવડાવનાર ખડક થયો છે.” તેઓ આજ્ઞા માનતા નથી, તેથી તેઓ વચન વિષે ઠોકર ખાય છે; એને માટે પણ તેઓ નિર્માણ થયા હતા.


[ઇઝરાયલી] લોકોમાં ખોટા પ્રબોધકો પણ ઊભા થયા હતા, તેમ તમારામાં પણ ખોટા ઉપદેશકો થશે. તેઓ નાશકારક પાંખડી મતો ગુપ્ત રીતે ફેલાવશે, અને જે પ્રભુએ તેઓનો ઉદ્વાર કર્યો તેમનો પણ નકાર કરીને પોતાને માથે ઉતાવળે નાશ વહોરી લેશે.


તેઓની આંખો વ્યભિચારથી ભરેલી છે, અને પાપ કરતાં બંધ નથી પડતી. તેઓ અસ્થિર માણસોને લલચાવે છે. તેઓનાં અંત:કરણો દ્રવ્યલોભમાં કેળવાયેલાં છે; તેઓ શાપનાં છોકરાં છે.


એ માટે, વહાલાંઓ, તેઓની રાહ જોઈને, તમે તેમની નજરે નિષ્કલંક તથા નિર્દોષ થઈને શાંતિમાં રહેવાને યત્ન કરો.


પવિત્ર પ્રબોધકોદ્વારા અગાઉ જે વચનો કહેવામાં આવ્યાં હતાં, તેઓનું, પ્રભુ અને તારનારે તમારા પ્રેરિતોની મારફતે આપેલી આજ્ઞાનું તમે સ્મરણ કરો.


કેમ કે જેઓને આ દંડાજ્ઞા માટે પ્રાચીનકાળથી નિર્માણ કરવામાં આવ્યા હતા, એવા કેટલાક માણસો ગુપ્ત રીતે અંદર આવ્યા છે. તેઓ અધર્મી છે, ને આપણા ઈશ્વરની કૃપાનો વિષયાસક્તિમાં દુરુપયોગ કરે છે, અને ઈસુ ખ્રિસ્ત જે આપણા એકલા સ્વામી તથા પ્રભુ છે તેમનો નકાર કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan