Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 પિતર 2:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 કેમ કે આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તને ઓળખીને જો તેઓ, જગતની મલિનતાથી છૂટીને, પાછા તેમાં ફસાઈને હારી ગયા, તો તેઓની છેલ્લી દશા પહેલીના કરતાં બૂરી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 આપણા પ્રભુ અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તની ઓળખને લીધે જેઓ આ દુનિયાનાં ભ્રષ્ટાચારી બળોથી નાસી છૂટયા અને ત્યાર પછી ફરી તેમાં ફસાઈને તેમનાથી હારી ગયા તેવા માણસોની અંતની દશા તેમની શરૂઆતની દશા કરતાં વધારે ખરાબ થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 કેમ કે આપણા પ્રભુ તથા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તને ઓળખવાથી જો તેઓ, જગતની ભ્રષ્ટતાથી છૂટીને, પાછા તેમાં ફસાઈને હારી ગયા, તો તેઓની છેલ્લી દશા પહેલી કરતાં ખરાબ થઈ છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 તે લોકોને જગતની અનિષ્ટ બાબતોથી મુક્ત રાખવામાં આવ્યા હતા. તેઓને આપણા પ્રભુ અને તારનાર ઈસુ ખ્રિસ્તના જ્ઞાન વડે મુક્ત રાખવામાં આવ્યા હતા. પરંતુ જો તે લોકો ફરી પાછા તે દુષ્કર્મો તરફ વળે, અને તેઓ તેનાં આધિપત્ય નીચે આવી જાય, તો પહેલા હતાં તે કરતાં પણ તેઓની દશા બૂરી છે.

Faic an caibideil Dèan lethbhreac




2 પિતર 2:20
20 Iomraidhean Croise  

જ્યારે હું નેક માણસને કહું કે, તું નક્કી જીવતો રહેશે, ત્યારે જો તે પોતાની નેકી પર ભરોસો રાખીને પાપ કરે, તો તેની નેકીના કામોમાંના એકેનું સ્મરણ કરવામાં આવશે નહિ; પણ જે પાપ તેણે કર્યું હશે તેને લીધે જ તે માર્યો જશે.


અને યાજક તેને તપાસે, ને જુઓ, તે ત્વચા કરતાં ઊડું જણાતું હોય, ને તે પરના વાળ ધોળા થઈ ગયા હોય, તો યાજક તેને અશુદ્ધ ઠરાવે; તેને તો કોઢનો રોગ સમજવો, તે ગૂમડાંના ફાટી નીકળ્યો છે.


અને ધોયા પછી યાજક તે રોગ તપાસે. અને તે રોગ પસર્યો ન હોય, પણ તે રોગનો રંગ બદલાયો ન હોય, તો તે અશુદ્ધ છે. તારે તેને આગમાં બાળી નાખવું. ચાંદું અંદર હોય, કે બહાર હોય, પણ તે કોહવાડતો [કોઢ] છે.


અને જો પથ્થર કાઢી નંખાવ્યા પછી તથા ઘર ખરપાવી નંખાવ્યા પછી તથા સાગોળ દેવડાવ્યા પછી રોગ પાછો ઘરમાં ફૂટી નીકળે,


અને તેણે અમાલેકને જોઈને દ્દષ્ટાંતરૂપે કહ્યું, “અમાલેક દેશજાતિઓમાં પહેલો હતો. પણ છેવટે તેનો વિનાશ થશે.”


અરે, તેઓ ડાહ્યા થયા હોત, ને તેઓ સમજનારા થયા હોત, અને તેઓ પોતાના અંતકાળનો વિચાર કરત તો કેવું સારું!


વિનાશ તેઓનો અંત, ઉદર તેઓનો દેવ અને શરમમાં તેઓનું અભિમાન છે, તેઓ સાંસારિક વાતો પર ચિત્ત લગાડે છે.


યુદ્ધમાં જનાર કોઈ સૈનિક સાંસારિક કામકાજમાં ગૂંથાતો નથી, જેથી તે પોતાના ઉપરી અમલદારને સંતોષ પમાડે.


વિધવાઓની અને અનાથોની તેઓનાં દુ:ખની વખતે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો એ જ ઈશ્વરની, એટલે પિતાની, આગળ શુદ્ધ તથા નિર્મળ ધાર્મિકતા છે.


કારણ કે એમ [કરવાથી] તમે આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તના સર્વકાળના રાજ્યમાં પ્રવેશ કરવાને પૂરેપૂરા હકદાર થશો.


ઈશ્વરને તથા આપણા પ્રભુ ઈસુને ઓળખવાથી તમારા પર કૃપા તથા શાંતિ પુષ્કળ થાઓ.


એમણે પોતાના મહિમા વડે તથા સાત્વિકતાથી આપણને બોલાવ્યા, એમને ઓળખવાથી તેમના ઈશ્વરી સામર્થ્યે આપણને જીવન તથા ભક્તિભાવને લગતાં સર્વ વાનાં આપ્યાં છે.


તેનાથી તેમણે આપણને મૂલ્યવાન તથા અતિશય મોટાં વચનો આપ્યાં છે. જેથી તેઓ દ્વારા જગતમાંની જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે, તેથી છૂટીને ઈશ્વરી સ્વભાવના ભાગીદાર તમે થાઓ.


કેમ કે જો એ સર્વ તમારામાં હોય તથા તેઓની વૃદ્ધિ થાય, તો તેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાન વિષે તમને આળસુ તથા નિષ્ફળ થવા દેશે નહિ.


કેમ કે તેઓ ભ્રમણામાં પડયાં છે તેઓમાંથી જેઓ મુક્ત થવાની તૈયારીમાં છે તેઓને તેઓ ખાલી બડાઈની વાતો કહીને દૈહિક વિષયોથી તથા ભ્રષ્ટાચારથી મોહ પમાડે છે.


પણ આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તની કૃપામાં તથા જ્ઞાનમાં તમે વધતા જાઓ. તેમને હમણાં તથા સદાસર્વકાળ મહિમા હો. આમીન.


Lean sinn:

Sanasan


Sanasan