Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 પિતર 2:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 કેમ કે તેઓ ભ્રમણામાં પડયાં છે તેઓમાંથી જેઓ મુક્ત થવાની તૈયારીમાં છે તેઓને તેઓ ખાલી બડાઈની વાતો કહીને દૈહિક વિષયોથી તથા ભ્રષ્ટાચારથી મોહ પમાડે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 ભ્રમણામાં પડેલા માણસોમાંથી નાસી છૂટવાની જેમણે હજી હમણાં જ શરૂઆત કરી છે તેવા લોકોને સપડાવવાને તેઓ શારીરિક દુર્વાસનાઓનો ઉપયોગ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તેઓ વ્યર્થતાની બડાઈની વાતો કહે છે. તેઓમાંથી જેઓ બચી જવાની તૈયારીમાં છે તેઓને દૈહિક વિષયોથી તથા ભ્રષ્ટાચારથી લલચાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 તે ખોટા ઉપદેશકો અર્થહીન શબ્દોની બડાશો મારે છે. તેઓ લોકોને પાપના છટકામાં દોરી જાય છે. તેઓે ખોટા રસ્તે જીવતા લોકોથી દૂર થવાની શરૂઆત કરતાં હોય તેઓને દોરે છે. તે ખોટા ઉપદેશકો લોકોને પાપ કરવા ઈચ્છતા હોય તેવા દૈહિક વિષયોથી તથા ભ્રષ્ટાચારથી મોહ પમાડે છે.

Faic an caibideil Dèan lethbhreac




2 પિતર 2:18
22 Iomraidhean Croise  

આથી ઈશ્વરભક્તે તેની સાથે પછા જઈને તેના ઘરમાં રોટલી ખાધી ને પાણી પીધું.


તમે તમારે મોઢે મારી સામે વડાઈ કરી છે, ને મારી વિરુદ્ધ ફાવે તેમ બોલ્યા છો. મેં તે સાંભળ્યું છે.


રાજા પોતાની મરજી પ્રમાણે કરશે. તે ગર્વ કરશે ને તે પોતાને દરેક દેવ કરતાં મોટો ગણશે, ને દેવોના દેવની વિરુદ્ધ આશ્ચર્યકારક વાતો બોલશે; અને ક્રોધ પૂરો થતાં સુધી તે આબાદ થશે, કેમ કે જે નિર્માણ થયેલું છે તે પૂરું કરવામાં આવશે.


[ત્યારે] તે બોલ્યો, “આ મહાન બાબિલ જે મેં રાજ્યગૃહ થવા માટે બાંધ્યું છે, તે શું મારા મોટા પરાક્રમથી તથા મારા માહાત્મ્યનો પ્રતાપ [વધારવા] માટે નથી?”


તેણે બીજી ઘણી વાતો કહીને સાક્ષી આપી, તથા બોધ કર્યો, “તમે આ જમાનાના આડા લોકથી બચી જાઓ.”


પણ સિમોન નામે એક માણસ તે શહેરમાં અગાઉ જાદુ કરતો હતો, અને હું કોઈ મહાન વ્યક્તિ છું એમ કહીને સમરૂનના લોકોને છક કરી નાખતો હતો.


દિવસે જેમ ઘટે તેમ આપણે શોભતી રીતે વર્તીએ. મોજશોખમાં તથા નશામાં નહિ, વિષયભોગમાં તથા લંપટપણામાં નહિ, ઝઘડામાં તથા અદેખાઈમાં નહિ.


એ માટે હું કહું છું તથા પ્રભુમાં સાક્ષી આપું છું કે, જેમ બીજા વિદેશીઓ પોતાના મનની ભ્રમણામાં ચાલે છે, તેમ હવેથી તમે ન ચાલો.


જે ઈશ્વર ગણાય છે અથવા જે પૂજ્ય મનાય છે તેમની વિરુદ્ધ થઈને તે પોતાને મોટો મનાવે છે, અને એમ ઈશ્વર હોવાનો દાવો કરીને તે ઈશ્વર તરીકે ઈશ્વરના મંદિરમાં બેસે‌‌ છે.


તમે પૃથ્વી પર મોજશોખ કરીને વિલાસી થયા છો. કતલના દિવસમાં તમે તમારાં હ્રદયોને પુષ્ટ કર્યા છે.


તેનાથી તેમણે આપણને મૂલ્યવાન તથા અતિશય મોટાં વચનો આપ્યાં છે. જેથી તેઓ દ્વારા જગતમાંની જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે, તેથી છૂટીને ઈશ્વરી સ્વભાવના ભાગીદાર તમે થાઓ.


તેઓની આંખો વ્યભિચારથી ભરેલી છે, અને પાપ કરતાં બંધ નથી પડતી. તેઓ અસ્થિર માણસોને લલચાવે છે. તેઓનાં અંત:કરણો દ્રવ્યલોભમાં કેળવાયેલાં છે; તેઓ શાપનાં છોકરાં છે.


તેઓના ભ્રષ્ટાચાર પ્રમાણે ઘણા માણસો ચાલશે, અને તેઓને લીધે સત્યના માર્ગની નિંદા થશે.


કેમ કે આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તને ઓળખીને જો તેઓ, જગતની મલિનતાથી છૂટીને, પાછા તેમાં ફસાઈને હારી ગયા, તો તેઓની છેલ્લી દશા પહેલીના કરતાં બૂરી છે.


અને ન્યાયી લોત જે અધર્મીઓના દુરાચારથી ત્રાસ પામતો હતો તેને છોડાવ્યો,


માટે, વહાલાંઓ, તમે અગાઉથી ચેતીને સાવધ થાઓ કે, અધર્મીઓની ભૂલથી ખેંચાઈ જઈને તમે તમારી સ્થિરતાથી ન ડગો.


તેઓ પોતાની લાજનું ફીણ કાઢનારા, સમુદ્રનાં વિકરાળ મોજાંઓ છે; તેઓ ભટકનારા તારા છે કે, જેઓને માટે ઘોર અંધકાર સર્વકાળ રાખી મૂકવામાં આવેલો છે.


પછી મેં પૃથ્વીમાંથી બીજા એક શ્વાપદને નીકળતું જોયું. તેને હલવાનનાં [શિંગડાં] જેવાં બે શિગડાં હતાં, અને અજગરની જેમ તે બોલતું હતું.


Lean sinn:

Sanasan


Sanasan