Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 પિતર 2:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તેઓ ધોળે દિવસે ભોગવિલાસમાં આનંદ કરે છે. તેઓ ડાઘ તથા કલંક છે. તેઓ પ્રેમભોજનોમાં મોજશોખ કરીને તમારી સાથે ભોજન કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 જે બાબતો તેઓ સમજતા નથી તેની તેઓ નિંદા કરે છે. જંગલી પ્રાણીઓની માફક તેઓ માર્યા જશે અને બીજાને દુ:ખ દેવા બદલ તેમણે દુ:ખ ભોગવવું પડશે. તેઓ ધોળે દહાડે ભોગવિલાસમાં મગ્ન રહે છે. તમારી સાથે ભોજન લેતી વખતે તેઓ કલંક અને ડાઘરૂપ છે, અને તે સમયે પણ તેઓ ભોગમગ્ન હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 ઉઘાડે છોગ સુખભોગ કરવાને આનંદ માને છે; તેઓ ડાઘ તથા કલંક છે; અને પોતાના પ્રેમભોજનમાં દુષ્કાર્યો કરવામાં આનંદ માણે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 આ ખોટા ઉપદેશકોએ ઘણા માણસોને હેરાનગતિ પહોંચાડી છે. તેથી તેઓ પોતે જ યાતનાગ્રસ્ત થવાના છે. તેઓએ જે દુષ્કૃત્યો કર્યા છે તેનો તે જ બદલો તેઓને મળ્યો છે. આ ખોટા ઉપદેશકો માને છે કે જાહેરમાં દુષ્કૃત્યો કરવામા મઝા છે જ્યાં બધા જ લોકો તેમને નિહાળી શકે. તેઓને આનંદ આપે તેવા દુષ્કર્મો કરવામાં તેઓ આનંદ અનુભવે છે. તેથી તેઓ તમારામાં ગંદા ડાઘા અને ધાબા જેવા છે-તેઓ તમારી સાથે ભોજન કરીને તમને શરમાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




2 પિતર 2:13
15 Iomraidhean Croise  

મારી પ્રિયતમા, તું અતિ સુંદર છે; તારામાં એક પણ ડાઘ નથી.


દુષ્ટને અફસોસ! તેનું અકલ્યાણ થશે; કેમ કે તે તેના હાથે કરેલા કૃત્યનું ફળ ભોગવશે.


દિવસે જેમ ઘટે તેમ આપણે શોભતી રીતે વર્તીએ. મોજશોખમાં તથા નશામાં નહિ, વિષયભોગમાં તથા લંપટપણામાં નહિ, ઝઘડામાં તથા અદેખાઈમાં નહિ.


અને જેને ડાઘ, કરચલી કે એવું કંઈ ન હોય, પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય, એવી મંડળી તરીકે પોતાની આગળ મહિમાવંતી રજૂ કરે.


વિનાશ તેઓનો અંત, ઉદર તેઓનો દેવ અને શરમમાં તેઓનું અભિમાન છે, તેઓ સાંસારિક વાતો પર ચિત્ત લગાડે છે.


એલેકઝાન્ડર કંસારાએ મને બહુ નુકસાન કર્યું છે. તેનાં કામ પ્રમાણે પ્રભુ તેને બદલો આપશે.


તમે પૃથ્વી પર મોજશોખ કરીને વિલાસી થયા છો. કતલના દિવસમાં તમે તમારાં હ્રદયોને પુષ્ટ કર્યા છે.


આ બાબતમાં તમે તેઓની સાથે તે જ દુરાચારના પૂરમાં ધસી પડતા નથી, તેથી તેઓ આશ્ચર્ય પામીને તમારી નિંદા કરે છે.


ખરો માર્ગ મૂકીને તેઓ અવળે માર્ગે ગયા છે, અને બેઓરનો [દીકરો] બલામ, જે અન્યાયનાં ફળ પર મોહ પામ્યો તેને માર્ગે ચાલનારા થયા.


જેમ તેણે [બીજાઓને] ભરી આપ્યું તેમ તેને પાછું ભરી આપો, અને તેની કરણીઓ પ્રમાણે તેને બમણું આપો! જે પ્યાલું તેણે મેળવીને ભર્યું છે તેમાં તેને માટે બમણું મેળવીને ભરો!


Lean sinn:

Sanasan


Sanasan