Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 પિતર 1:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 વળી અમારી પાસે એથી વધારે ખાતરીપૂર્વક વાત, એટલે ભવિષ્યવચન છે. તેને અંધારે સ્થાને પ્રકાશ કરનાર દીવા જેવાં જાણીને જ્યાં સુધી વહેલી પ્રભાત થાય ને સવારનો તારો તમારાં અંત:કરણોમાં ઊગે, ત્યાં સુધી તમે તેના પર ચિત્ત લગાડો તો સારું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 તેથી સંદેશવાહકોએ પ્રગટ કરેલા સંદેશા પર અમે વિશેષ ભરોસો રાખીએ છીએ. તમે પણ તે સંદેશા પર ધ્યાન આપો તો સારું, કારણ, સવાર થતાં સુધી અને પ્રભાતના તારાનો પ્રકાશ તમારા હૃદયમાં પ્રકાશે ત્યાં સુધી એ સંદેશો અંધકારમાં પ્રકાશતા દીવાના જેવો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 અમારી પાસે એથી વધારે ખાતરીપૂર્વક વાત, એટલે પ્રબોધવાણી છે, તેને અંધારી જગ્યામાં પ્રકાશ કરનાર દીવાના જેવી જાણીને તેના પર જ્યાં સુધી પરોઢ થાય અને સવારનો તારો તમારાં અંતઃકરણોમાં ઊગે, ત્યાં સુધી ચિત્ત લગાડવાથી તમે સારું કરશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 પ્રબોધકોએ જે બાબતો જણાવી છે તે આપણને વધારે ખાતરી આપે છે, જે બાબતો તેઓએ કહી તે અંધકારના કોઈક સ્થળે પ્રકાશ આપનાર દીવા સમાન હતી. જ્યાં સુધી દિવસ ન થાય અને પરોઢનો તારો તમારા અંત:કરણોમાં ન ઊગે ત્યાં સુધી તે દીવો તમારી પાસે રહેશે.

Faic an caibideil Dèan lethbhreac




2 પિતર 1:19
27 Iomraidhean Croise  

મારા પગોને માટે તમારું વચન દીવારૂપ છે; તે મારા માર્ગને માટે અજવાળારૂપ છે.


કેમ કે આજ્ઞા દીપક છે, અને શિક્ષણ તથા તેની સાથે નસીહત એ જીવનનો માર્ગ છે;


રે તેજસ્વી તારા પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી કેમ પડયો છે! બીજી પ્રજાઓને નીચે પાડનાર, તું કાપી નંખાઈને ભોંયભેગો કેમ થયો છે!


અમે જાણીએ એમ પહેલાંથી કોણે ખબર આપી છે? અમે કહીએ કે તે સત્ય છે એમ કોણે જાહેર કર્યું? ખબર આપનાર કોઈ નથી, સંભળાવનાર કોઈ નથી, તમારાં વચનો સાંભળનાર કોઈ નથી.


‘શિક્ષણ તથા સાક્ષીની પાસે [જઈએ] !’ જ્યારે તેમને માટે સૂર્યોદય ખચીત થવાનો નથી, ત્યારે તેઓ એ પ્રમાણે બોલશે.


અંધકારમાં ચાલનારા લોકોએ મહાન પ્રકાશ જોયો છે. મરણછાયાના દેશમાં વસનારા પર અજવાળું પ્રકાશ્યું છે.


જે લોકો અંધારામાં બેઠેલા હતાં, તેઓએ મોટું અજવાળું જોયું, ને મરણસ્થાનમાં તથા મરણછાયામાં જેઓ બેઠેલા હતા, તેમના પર અજવાળું પ્રકાશ્યું.”


તે સળગતો તથા પ્રકાશતો દીવો હતો! તેના અજવાળામાં ઘડીભર આનંદ કરવાને તમે રાજી હતા.


તમે શાસ્‍ત્ર તપાસી જુઓ છો, કેમ કે તેઓથી તમને અનંતજીવન છે, એમ તમે ધારો છો. અને મારે વિષે સાક્ષી આપનાર તે એ જ છે.


ઈસુએ ફરી તેઓને કહ્યું, “જગતનું અજવાળું હું છું. જે મારી પાછળ આવે છે, તે અંધકારમાં નહિ ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે.”


એટલે કે, મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, તથા ગૂંગળાવીને મારેલાંથી તથા વ્યભિચારથી તમારે દૂર રહેવું. જો તમે એ વાતોથી દૂર રહેશો, તો તમારું ભલું થશે. તમને કુશળતા થાઓ.”


થેસ્સાલોનિકાના લોકો કરતાં તેઓ અધિક ગુણવાન હતા, કેમ કે તેઓ પૂરેપૂરા ઉમંગથી સુવાર્તાનો અંગીકાર કરીને, એ વાતો એમ જ છે કે નહિ, એ વિષે નિત્ય ધર્મશાસ્‍ત્રનું શોધન કરતા હતા.


કેમ કે દૂતોદ્વારા કહેલું વચન જો સત્ય ઠર્યું, અને દરેક પાપનું તથા આજ્ઞાભંગનું યોગ્ય ફળ મળ્યું,


તોપણ પવિત્રલેખ પ્રમાણે જે રાજમાન્ય નિયમ છે, એટલે કે, “તું પોતાના જેવો પોતાના પડોશી પર‍ પ્રેમ રાખ, ” એ [નિયમ] જો તમે પૂરેપૂરો પાળો છો, તો તમે ઘણું સારું કરો છો,


જે પ્રબોધકોએ તમારા પર થવાની કૃપા વિષે ભવિષ્યવચન કહ્યાં તેઓએ તે તારણ વિષે ખંતથી તપાસીને શોધ કરી.


જે ઈશ્વરના પુત્ર પર વિશ્વાસ રાખે છે તેના પોતાનામાં તે સાક્ષી છે. જે ઈશ્વર પર વિશ્વાસ રાખતો નથી તેણે તેમને જૂઠા પાડયા છે; કેમ કે ઈશ્વરે પોતાના પુત્ર વિષે જે સાક્ષી આપી છે, તે સાક્ષી પર તેણે વિશ્વાસ રાખ્યો નથી.


તે [ભાઈ] ઓએ તારા પ્રેમ વિષે મંડળીની આગળ સાક્ષી પૂરી છે. ઈશ્વર પ્રસન્‍ન થાય એવી રીતે તું તેઓને આગળ વળાવશે તો તું સારું કરશે.


વળી હું તેને પ્રભાતનો તારો આપીશ.


મેં ઈસુએ મારા દૂતને મોકલ્યો છે કે તે મંડળીઓને માટે આ સાક્ષી તમને આપે. હું દાઉદનું થડ તથા સંતાન, અને પ્રભાતનો પ્રકાશિત તારો છું.


Lean sinn:

Sanasan


Sanasan