Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 9:30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 યેહૂ ઇઝ્‍એલ આવ્યો, ત્યારે ઇઝબેલે એ સાંભળ્યું. તેણે પોતાની આંખોમાં અંજન આંજીને તથા પોતાનું માથું ઓળીને બારીમાંથી ડોકિયું કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

30 યેહૂ યિઝ્રએલ આવી પહોંચ્યો. જે બન્યું હતું તેની ખબર પડતાં ઇઝબેલે આંખોમાં ક્જળ આંજયું. વાળ ઓળ્યા અને મહેલની બારીમાંથી નીચે જોઈ રહી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 યેહૂ યિઝ્રએલ આવ્યો, ઇઝબેલ એ સાંભળ્યું, ત્યારે તેણે પોતાની આંખોમાં કાજળ લગાવ્યું તથા માથું ઓળીને બારીમાંથી નજર કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 યેહૂ યિઝએલ પહોચી ગયો, ઈઝેબેલને બધી વાતની જાણ થઈ ગઇ હતી, તેણે આંખોનો શણગાર કર્યો, માથું ઓળ્યું અને બારીમાંથી જોવા લાગી.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 9:30
12 Iomraidhean Croise  

તેનો ચાકર ઝિમ્રી, જે તેના રથોના અર્ધા ભાગ પર નાયક હતો, તેણે એલાની વિરુદ્ધ બંડ કર્યું. હવે તે તિર્સામાં હતો, ને તિર્સામાંના તેના ઘરનો કારભારી આર્સા નામે એક જણ હતો; તેના ઘરમાં પીને રાજા ચકચૂર થયો હતો.


ઇઝબેલ વિષે પણ યહોવાએ એમ કહ્યું છે કે, યિઝ્‍એલના કોટ પાસે કૂતરાં ઇઝબેલને ખાશે.


તારું અંત:કરણ તેની ખૂબસૂરતી પર મોહિત ન થાય; અને તેની આંખોનાં પોપચાંથી તું ફિદા ન થઈ જા.


ત્યારે, વેશ્યાનાં વસ્‍ત્રોમાં સજ્જ થયેલી, તથા કપટી મનની એક સ્‍ત્રી તેને મળી.


હે લૂંટાયેલી, તું હવે શું કરીશ? તું કિરમજી વસ્ત્ર પહેરે, ને સોનાનાં ઘરેણાં પહેરીને પોતાને શણગારે, ને કાજળથી તારી આંખો આંજે, તોપણ તું પોતાને ફોકટ સુશોભિત કરે છે! તારા આશકો તને ધિક્કારે છે, તેઓ તને મારી નાખવા માગે છે.


વળી તે ઉપરાંત તમે દૂરથી માણસોને તેડી મંગાવ્યા છે. તેમની પાસે સંદેશિયાને મોકલ્યો, એટલે જુઓ, તેઓ આવ્યા, તેઓને માટે તેં સ્નાન કરીને પોતાની આંખોમાં અંજન આંજીને શૃંગાર સજ્યો.


નિસાસા નાખજે, પણ મૂંગો રહીને, મૂએલાને માટે શોક ન કરતો, માથે તારો ફેંટો બાંધ, પગે તારાં પગરખાં પહેર, તારા હોઠો ઢાંકતો નહિ, ને [મરેલા] માણસની રોટલી ખાતો નહિ.”


તમારો શણગાર બહારનો ન હોય, એટલે ગૂંથેલી વેણીનો તથા સોનાનાં ઘરેણાંનો અથવા [જાતજાતનાં] વસ્‍ત્ર પહેરવાનો એવો ન હોય.


હવે પલિસ્તીઓએ પોતાનાં સર્વ સૈન્યો એફેક આગળ એકત્ર કર્યાં. અને યિઝ્રએલમાં જે ઝરો છે તેની પાસે ઇઝરાયલીઓએ છાવણી નાખી.


Lean sinn:

Sanasan


Sanasan