૨ રાજા 9:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને યોરામે કહ્યું, “તૈયારી કરો.” તને તેઓએ તેનો રથ તૈયાર કર્યો. અને ઇઝરાયલનો રાજા યોરામ તથા યહૂદિયાનો રાજા અહાઝ્યા પોતપોતાના રથમાં બેસીને નીકળ્યા, ને તેઓ યેહૂની સામા આવ્યા. અને તે તેઓને યિઝ્એલી નાબોથના વાટામાં મળ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 યોરામે કહ્યું, “મારો રથ તૈયાર કરો.” એ તૈયાર થયો, એટલે તે તથા અહાઝયા પોતપોતાના રથમાં યેહૂને મળવા નીકળી પડયા. તેઓ તેને યિઝએલી નાબોથની જમીન પાસે મળ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 યોરામે કહ્યું, “મારો રથ તૈયાર કરો.” તેઓએ તેનો રથ તૈયાર કર્યો. ઇઝરાયલનો રાજા યોરામ અને યહૂદિયાનો રાજા અહાઝયાહ પોતપોતાના રથમાં યેહૂને મળવા ગયા. તે તેઓને નાબોથ યિઝ્રએલીની ખડકી આગળ મળ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ21 યોરામે કહ્યું, “મારો રથ તૈયાર કરો.” અને રથ તૈયાર થતાં જ ઇસ્રાએલનો રાજા યોરામ અને યહૂદાનો રાજા અહાઝયા પોતપોતાના રથમાં યેહૂનો સામનો કરવા નીકળી પડયા અને નાબોથના ખેતર આગળ તેનો ભેટો થઈ ગયો. Faic an caibideil |