Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 8:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 માટે હઝાએલ તેને મળવા ગયો, ને પોતાની સાથે દમસ્કસમાંથી બધી સારી સારી વસ્તુઓની ચાળીસ ઊંટભાર ભેટ લીધી, ને આવીને તેની આગળ ઊભા રહીને કહ્યું, “તમારા દીકરા અરામના રાજા બેન-હદાદે મને તમારી પાસે એમ પૂછવા મોકલ્યો છે કે, ‘શું હું આ મંદવાડમાંથી સાજો થઈશ?’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 તેથી દમાસ્ક્સની સર્વ જાતની ઉત્તમ પેદાશ ચાલીસ ઊંટો પર લાદીને હઝાએલ એલિશા પાસે ગયો. હઝાએલે તેને મળીને કહ્યું, “તમારા સેવક અરામના રાજા બેનહદાદે મને તમારી પાસે પૂછવા મોકલ્યો છે તે પોતાની માંદગીમાંથી સાજા થશે કે કેમ?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 માટે હઝાએલ તેની સાથે દમસ્કસની સારી મૂલ્યવાન વસ્તુઓ ચાલીસ ઊંટો પર એ વસ્તુઓ ભેટ તરીકે લઈને તેને મળવા ગયો. હઝાએલે આવીને એલિશા આગળ આવીને કહ્યું, “તારા દીકરા અરામના રાજા બેન-હદાદે મને તારી પાસે એવું પૂછવા મોકલ્યો છે કે, ‘શું હું આ બીમારીમાંથી સાજો થઈશ?’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 આથી હઝાએલ દમસ્કની ઉત્તમોત્તમ વસ્તુઓથી લાદેલાં 40 ઊંટો ભેટરૂપે સાથે લઈને એલિશાને મળવા ગયો. દેવના માણસ સમક્ષ જઈ તેમની સામે ઊભા રહીને તેણે કહ્યું, “તમારા દીકરા અરામના રાજા બેન-હદાદે મને તમને એ પૂછવા મોકલ્યો છે કે, હું મારી માંદગીમાંથી સાજો થઈશ ખરો?”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 8:9
13 Iomraidhean Croise  

તારી સાથે દશ રોટલી, ખાખરા તથા મધની કૂંડી લઈને તેની પાસે જા, છોકરાને શું થવાનું છે, તેની ખબર તે તને આપશે.”


પછી યહોવાના મંદિરના ભંડારમાં બાકી રહેલું બધું રૂપું તથા સોનું આસાએ લઈને તે પોતાના ચાકરોના હાથમાં આપ્યું. અને આસા રાજાએ તેને દમસ્કસમાં રહેનારા અરામના રાજાની, એટલે હેઝયોનના દીકરા ટાબ્રિમ્મોનના દીકરા બેન-હદાદની પાસે મોકલીને કહાવ્યું,


યહોવાએ તેને કહ્યું, “અરણ્યને માર્ગે થઈને દમસ્કસ પાછો જા, અને તું ત્યાં પહોંચે ત્યારે હઝાએલનો અભિષેક કરીને તેને અરામનો રાજા ઠરાવજે.


અહાઝ્યા સમરુનમાં પોતાના માળ પરની ઓરડીની જાળીમાંથી પડી જવાથી માંદો પડ્યો હતો. અને તેણે સંદેશિયાઓને એમ કહીને મોકલ્યા, “તમે જઈને આ માંદગીમાંથી હું સાજો થઈશ કે નહિ તે વિષે એક્રોનના દેવ બાલઝબૂલને પૂછો.”


એલિશા મરણપથારીએ પડ્યો હતો. ઇઝરયલનો રાજા યોઆશ તેની પાસે આવ્યો, અને તેને જોઈને રડી પડ્યો, ને કહ્યું, “મારા પિતા, મારા પિતા, ઇઝરાયલના રથો તથા તેઓના ઘોડેસવારો!”


આહાઝે આશૂરના રાજા તિગ્લાથ-પિલેસેર પાસે સંદેશિયા મોકલીને કહાવ્યું, “હું તારો ચાકર તથા તારો દીકરો છું. અહીં આવીને મારી વિરુદ્ધ ઊઠેલા અરામના રાજાના હાથમાંથી તથા ઇઝરાયલના રાજાના હાથમાંથી મને બચાવ.”


તેના ચાકરોએ તેની પાસે આવીને તેને કહ્યું, “મારા પિતા, જો પ્રબોધકે કંઈ મોટું કાર્ય કરવાની તમને આજ્ઞા આપી હોત, તો શું તમે તે ન કરત? તો જ્યારે તે તમને કહે છે કે, સ્નાન કરીને શુદ્ધ થાઓ, તો કેટલું વિશેષ કરીને [તે કરવું જોઈએ] ?”


ત્યારે અરામના રાજાએ કહ્યું, “ઠીક ત્યારે, હું ઇઝરાયલના રાજા પર પત્ર મોકલીશ.” પછી તે પોતાની સાથે દશ તાલંત રૂપું, સોનાની છ હજાર [મહોર] , તથા દશ જોડ વસ્ત્ર લઈને ત્યાંથી ચાલી નીકળ્યો.


ઇઝરાયલના રાજાએ તેમને જોઈને એલિશાને કહ્યું, “હે મારા પિતાજી, હું તેમને મારું? હું તેમને મારું?”


શોધવાનો સમય અને ખોવાનો સમય; રાખવાનો સમય અને નાખી દેવાનો સમય;


પણ તારો ઉપકાર પરાણે નહિ, પણ રાજીખુશીથી થાય, એ માટે તારી મરજી જાણ્યા વિના કંઈ કરવાની મારી ઇચ્છા નહોતી.


તમારા જુવાનોને પૂછો, એટલે તેઓ તમને કહેશે. માટે આ જુવાનો તમારી દષ્ટિમાં કૃપા પામે, કેમ કે અમે ખુશાલીને દિવસે આવ્યા છીએ. કૃપા કરીને જે તમારે હાથ લાગે તે તમારા દાસોને તથા તમારા દિકરા દાઉદને આપજો.’”


ત્યારે શાઉલે પોતના ચાકરને કહ્યું, “પણ જો આપણે જઈએ, તો તે માણસને [ભેટ] આપવા આપણે શું લઈ જઈએ? કેમ કે આપણાં પાત્રોમાં રોટલી થઈ રહી છે, ને ઈશ્વરભક્તને ભેટ આપવા માટે કંઈ રહ્યું નથી. આપણી પાસે બીજું શું છે?”


Lean sinn:

Sanasan


Sanasan