૨ રાજા 8:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 રાજાએ તે સ્ત્રીને પૂછ્યું, ત્યારે તેણે [પોતાની હકીકત] તેને કહી. તેથી રાજાએ તેને માટે એક ખાસ અધિકારી ઠરાવી આપીને એને કહ્યું, “તેનું જે હતું તે સર્વ, તથા તેણે દેશ છોડ્યો તે દિવસથી તે આજ સુધીની તેના ખેતરની બધી ઊપજ તેને પાછી અપાવ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 રાજાએ સ્ત્રીને પૂછતાં તેણે બધી વાત કહી સંભળાવી. તેથી રાજાએ અધિકારીને બોલાવીને તેને એ પ્રશ્ર્ન સોંપ્યો ને તેને આવી સૂચના આપી: “આ સ્ત્રીને તેની સઘળી મિલક્ત અને તે દેશ છોડીને ગઈ ત્યારથી આજ દિન સુધી તેના ખેતરોમાં થયેલી ઊપજની સઘળી આવક તેને પાછી અપાવ.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 રાજાએ તે સ્ત્રીને તેના દીકરા વિષે પૂછ્યું, તેણે તેને બધી વાત કહી. તેથી રાજાએ તેના માટે એક ખાસ અધિકારીને આજ્ઞા આપીને કહ્યું, “તેનું જે હતું તે બધું અને તેણે દેશ છોડયો તે દિવસથી આજ સુધીની તેના ખેતરની બધી જ ઊપજ તેને પાછી આપ.” Faic an caibideilપવિત્ર બાઈબલ6 રાજાએ તે સ્રીને પૂછયું, “શું આ સાચી વાત છે?” સ્ત્રીએ કહ્યું, “હા, એવું જ બન્યું હતું.” તેથી રાજાએ એક અધિકારીને આજ્ઞા કરી કે, આ સ્ત્રીની માલિકીનું જે સર્વ છે તે તેને સોંપી દેવામાં આવે અને તેની ગેરહાજરીમાં તેની જમીનમાં આ જ સુધી થયેલી ઊપજનાં નાણાં પણ તેને આપવામાં આવે. Faic an caibideil |
અને મૂએલાને એલિશાએ કેવી રીતે સજીવન કર્યો હતો, એ ગેહઝી રાજાને કહી સંભળાવતો હતો. તે જ વખતે એમ થયું કે, જુઓ, જે સ્ત્રીના દીકરાને એલિશાએ સજીવન કર્યો હતો તેણે [આવીને] રાજા આગળ પોતાના ઘર માટે તથા પોતાની જમીન માટે અરજ કરી. ગેહઝીએ કહ્યું, “હે મારા મુરબ્બી રાજા, આ તે જ સ્ત્રી છે, ને આ તેનો દીકરો છે કે, જેને એલિશાએ સજીવન કર્યો હતો.”