Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 8:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 હવે રાજા ઈશ્વરભક્તના ચાકર ગેહઝી સાથે [તે વખતે] એવી વાત કરતો હતો, “એલિશાએ જે જે મોટાં કૃત્યો કર્યા છે તે બધા કૃપા કરીને મને કહે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 ત્યાં તેણે જોયું તો ઈશ્વરભક્ત એલિશાનો સેવક ગેહઝી રાજા સાથે વાત કરતો હતો; રાજા એલિશાના ચમત્કારો વિષે જાણવા માગતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 હવે રાજા ઈશ્વરભક્તના ચાકર ગેહઝી સાથે એવી વાત કરતો હતો, “એલિશાએ જે મોટા કામો કર્યાં છે તે કૃપા કરીને મને કહે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 હવે બન્યું એવું કે રાજા એલિશાના નોકર ગેહઝીની સાથે વાત કરતો હતો, તે કહેતો હતો, “દેવના માણસ એલિશાએ કરેલા બધા ચમત્કારોની તું મને વાત કર.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 8:4
24 Iomraidhean Croise  

અને એલિયાનો ઝભ્ભો જે એની પાસેથી પડ્યો તે લઈને એલિશાએ પાણી પર અફાળીને કહ્યું, “એલિયાનો ઈશ્વર યહોવા ક્યાં છે?”અને જ્યારે એણે પણ પાણી પર માર્યું, ત્યારે પાણીના આમતેમ બે ભાગ થઈ ગયા. એટલે એલિશા પેલી પાર ગયો.


એલિશાએ પાછળ નજર ફેરવીને તેમને જોયાં, ને યહોવાને નામે તેઓને શાપ દીધો. પછી બે રીંછડીઓએ વનમાંથી આવીને તેઓમાંનાં બેતાળીસ છોકરાંને ફાડી નાખ્યાં.


અને તેણે પોતાના ચાકર ગેહઝીને કહ્યું, “એ શુનામ્મીને બોલાવ.” અને તેણે એને બોલાવી, એટલે તે [આવીને] તેની આગળ ઊભી રહી.


આ પ્રમાણે તે ગઈ, ને કાર્મેલ પર્વત પર ઈશ્વરભક્ત પાસે આવી પહોંચી. ઈશ્વરભક્તે એને દૂરથી જોઈ, ત્યારે એમ થયું કે તેણે પોતાના ચાકર ગેહઝીને કહ્યું, “જો, એ આવનાર તો શુનામ્મી છે.


એટલે તે ગયો, ને ઈશ્વરભક્તના કહ્યા પ્રમાણે યર્દનમાં સાત વાર ડૂબકી મારી, એટલે તેનું માસ બદલાઈને નાના છોકરાના માંસ જેવું થઈ ગયું, ને તે શુદ્ધ થયો.


એલિશા પોતાના ઘરમાં બેઠો હતો, ને વડીલો તેની પાસે બેઠા હતા; [રાજાએ] પોતાની હજૂરમાંથી એક માણસ મોકલ્યો; પણ તે સંદેશિયો તેની પાસે આવી પહોંચ્યો તે પહેલાં તો તેણે વડીલોને કહ્યું, “મારું માથું કાપી નાખવા કેવો એ ખૂનીના દીકરાએ માણસ મોકલ્યો છે, તે તમે જુઓ છો? જુઓ, તે સંદેશિયો આવે ત્યારે તેને બહાર રાખીને કમાડ સંભાળીને વાસી રાખજો. શું તેના ધણીના પગનો અવાજ તેની પાછળ નથી [સંભળાતો] ?”


ત્યારે ઈશ્વરભક્તે પૂછ્યું, “તે કયાં પડી છે?” અને તેણે તે જગા બતાવી. એટલે એલિશાએ એક લાકડું કાપીને ત્યાં પાણીમાં નાખ્યું, એટલે તે લોઢું તરી આવ્યું.


એલિશાએ કહ્યું, “તમે યહોવાનું વચન સાંભળો:યહોવા એમ કહે છે, ‘કાલે આશરે આ સમયે સમરુનની ભાગળમાં એક માપ મેંદો એક શેકેલે, ને બે માપ જવ એક શેકેલે [વેચાશે].”


પછી તેઓએ આવીને નગરના દરવાનને હાંક મારી; અને કોઢિયાઓએ તેને કહ્યું, “અમે અરામીઓની છાવણીમાં ગયા હતા, તો ત્યાં કોઈ માણસ ન હતો, ને કોઈ માણસનો અવાજ પણ [સંભળાતો] ન હતો. પણ ઘોડા બાંધી મૂકેલા તથા ગધેડાં બાંધી મૂકેલાં, ને તંબુ જેમ ને તેમ હતા.”


હવે દરવાજાના નાકા આગળ ચાર કોઢિયા બેઠેલા હતા. તેઓએ એકબીજાને કહ્યું, “શા માટે આપણે અહીં બેસી રહીને મરી જઈએ?


સાતમાં વર્ષને અંતે તે સ્ત્રી પલિસ્તીઓના દેશમાંથી પાછી આવી. અને તે પોતાના ઘર માટે તથા પોતાની જમીન માટે રાજા પાસે અરજ કરવા ગઈ.


અને તેણે તેઓને બેથલેહેમમાં મોકલતાં કહ્યું, “તમે જઈને તે બાળક સંબંધી સારી પેઠે શોધ કરો, ને જડ્યા પછી મને ખબર આપો, એ માટે કે હું પણ આવીને તેનું ભજન કરું.”


હવે હેરોદ ઈસુને જોઈને ઘણો હર્ષ પામ્યો. કેમ કે તેમના સંબંધી તેણે સાંભળ્યું હતું, તેને લીધે તે ઘણા દિવસથી તેમને જોવા ઇચ્છતો હતો. અને મારા દેખતાં તે કંઈ ચમત્કાર કરશે એવી આશા પણ તે રાખતો હતો.


હેરોદે કહ્યું, “મેં યોહાનનું માથું કપાવી નંખાવ્યું. પણ જેના સંબંધી હું આવી વાતો સાંભળું છું તે કોણ છે? અને તેણે તેમને જોવા ચાહ્યા.


તેણે તેઓને ઉત્તર આપ્યો, “મેં હમણાં જ તમને કહ્યું, પણ તમે સાંભળ્યું નહિ. તમે શા માટે ફરીથી સાંભળવા માગો છો? શું તમે પણ તેના શિષ્યો થવા ચાહો છો?”


કેટલાક દિવસ પછી ફેલિકસ પોતાની સ્‍ત્રી દ્રુસિલા, જે યહૂદી હતી, તેની સાથે આવ્યો, ત્યારે તેણે પાઉલને બોલાવીને ખ્રિસ્ત પરના વિશ્વાસ સંબંધી તેની વાત સાંભળી.


Lean sinn:

Sanasan


Sanasan