Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 8:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 એલિશાએ તેને કહ્યું, “જઈને તેને કહે કે, તું નક્કી સાજો થશે; પરંતુ યહોવાએ તો મને એમ બતાવ્યું છે કે તે નક્કી મરી જશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 એલિશાએ જવાબ આપ્યો, “પ્રભુએ તો મને દેખાડયું છે કે તે મરી જશે; પણ તેને જઈને કહે કે તું સાજો થશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 એલિશાએ તેને કહ્યું, “જઈને બેન-હદાદને કહે કે, ‘તું નિશ્ચે સાજો થશે.’ પણ યહોવાહે તો મને એવું બતાવ્યું છે કે તે નિશ્ચે મરણ પામશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 એલિશાએ જવાબ આપ્યો, “જા અને તેને એમ કહે કે, ‘તું ચોક્કસ સાજો થશે’ પરંતુ યહોવાએ મને જણાવ્યું કે, ‘તું જરૂર મરણ પામશે.’”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 8:10
16 Iomraidhean Croise  

પણ ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહિ; કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે.”


અને ફારુને યૂસફને કહ્યું, “ઈશ્વરે આ સર્વ તને બતાવ્યું છે, તે માટે તારા જેવો બુદ્ધિમાન તથા ની બીજો કોઈ નથી.


તે રાજાની પાસે આવ્યો, ત્યારે રાજાએ તેને પૂછ્યું, “મિખાયા, અમે યુદ્ધ કરવા માટે રામોથ-ગિલ્યાદ પર ચઢાઈ કરીએ કે, પાછા રહીએ?” મિખાયાએ રાજાને ઉત્તર આપ્યો, “ચઢાઈ કરીને ફતેહ મેળવો. અને યહોવા રામોથ-ગિલ્યાદને રાજાના હાથમાં સોંપશે.”


એલિયાએ રાજાને કહ્યું, “યહોવા એમ કહે છે, ‘શું ઈશ્વરવાણી મારફતે સલાહ પૂછવા માટે ઇઝરાયલમાં ઈશ્વર નથી કે, તેં એક્રોનના દેવ બાલઝબૂલને પૂછવા સંદેશિયા મોકલ્યા છે? તે માટે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તું ઊઠીશ નહિ, પણ નક્કી મરણ પામશે.’”


માટે હવે યહોવા એમ કહે છે, ’જે પલંગ પર તું સૂતો છે તે પરથી તું ઊઠીશ નહિ, પણ નક્કી મરણ પામશે.’” પછી એલિયા ચાલ્યો ગયો.


પણ જો તમે ત્યાં જવા કબૂલ નહિ કરો તો યહોવાએ જે વચન મને જણાવ્યું છે તે આ છે:


ત્યારે જે સર્વ બાબતો યહોવાએ મને બતાવી હતી તે મેં બંદીવાનોને કહી સંભળાવી.


વ્યાજે નાણાં આપ્યાં હોય, ને વટાવ લીધો હોય; તો શું તે જીવશે? તે જીવવા પામશે જ નહિ. તેણે આ સર્વ ધિક્કારપાત્ર કૃત્યો કર્યા છે; તે નક્કી માર્યો જશે; તેનું રક્ત તેને માથે.


ખચીત પ્રભુ યહોવા પોતાનો મર્મ પોતાના સેવક પ્રબોધકોને બતાવ્યા સિવાય કંઈ કરશે નહિ.


પ્રભુ યહોવાએ મને આમ દર્શાવ્યું છે: વનસ્પતિની પાછલી ફૂટની શરૂઆતમાં તેણે તીડો બનાવ્યાં. તે રાજાની કાપણી પછીનો પાછલો ચારો હતો.


વળી પ્રભુ યહોવાએ મને આ પ્રમાણે દર્શાવ્યું:પ્રભુ યહોવાએ અગ્નિથી વાદ કરવાની આજ્ઞા કરી. તેમણે મહા ઊંડાણને ભસ્મ કર્યું, ને ભૂમિનો પણ ભક્ષ કરત.


ફરી તેમણે મને આમ દર્શાવ્યું:પ્રભુ પોતાના હાથમાં ઓળંબો લઈને ઓળંબે ચણેલી ભીંત પાસે ઊભા રહ્યાં.


પ્રભુ યહોવાએ મને આ પ્રમાણે દર્શાવ્યું:ઉનાળામાં થતાં ફળની એક ટોપલી [મારા જોવામાં આવી].


પછી યહોવાએ મને ચાર લુહાર દેખાડયા.


ત્યારે તેણે મને ઈશ્વરના તથા હલવાનના રાજ્યાસનમાંથી નીકળતી સ્ફટિકના જેવી ચળકતી જીવનના પાણીની નદી નગરના રસ્તા મધ્યે બતાવી.


Lean sinn:

Sanasan


Sanasan