Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 8:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 જે સ્ત્રીના છોકરાને એલિશાએ જીવતો કર્યો હતો તેને એલિશાએ કહ્યું, “ઊઠ, તું તારા ઘરના માણસોને લઈને જા, ને જ્યાં તારાથી જઈને રહેવાય ત્યાં રહે; કેમ કે યહોવાએ દુકાળનો હુકમ કર્યો છે.અને વળી તે સાત વર્ષ સુધી દેશ પર ચાલુ રહેશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 હવે શૂનેમમાં રહેતી સ્ત્રી, જેના પુત્રને ઈશ્વરભક્ત એલિશાએ સજીવન કર્યો હતો તેને એલિશાએ કહેલું કે પ્રભુ દેશમાં સાત વર્ષ દુકાળ પાડવાના છે અને તેથી તેણે પોતાના કુટુંબ સાથે બીજે રહેવા જતા રહેવું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જે સ્ત્રીના દીકરાને એલિશાએ સજીવન કર્યો હતો તેને તેણે કહ્યું, “ઊઠ, તું તારા કુટુંબનાં માણસોને લઈને ચાલી જા અને બીજા દેશમાં જ્યાં જઈને તારાથી રહેવાય ત્યાં રહે, કેમ કે, યહોવાહે દુકાળનો હુકમ કર્યો છે. દેશમાં સાત વર્ષ સુધી દુકાળ ચાલુ રહેશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 જે સ્રીના છોકરાને એલિશાએ ફરી સજીવન કર્યો હતો તેને તેણે કહ્યું હતું કે, “તું તારા પરિવાર સાથે ચાલી જા અને જયાં નિવાસ મળે ત્યાં કોઈ પરદેશમાં રહે, કારણ, યહોવા દેશમાં સાત વર્ષનો દુકાળ પાડનાર છે અને તે આવી પહોંચ્યો જાણ.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 8:1
31 Iomraidhean Croise  

ત્યાર પછી તે દેશમાં દુકાળ પડ્યો; અને દેશમાં દુકાળ ભારે હોવાથી ઇબ્રામ મિસરમાં રહેવા ગયો.


અને ઇબ્રાહિમના વખતમાં પહેલો દુકાળ પડયો હતો, તે સિવાય તે દેશમાં બીજો દુકાળ પડયો, ત્યારે ઇસહાક પલિસ્તીઓના રાજા અબીમેલેખની પાસે ગેરારમાં ગયો.


અને યૂસફે ફારુનને કહ્યું, “ફારુનનું સ્વપ્ન એક જ છે. ઈશ્વર જે કરવાનઅ છે તે તેમણે ફારુનને જણાવ્યું છે.


અને ફારુનને બે વાર સ્વપ્ન આવ્યાં તે એ માટે કે ઈશ્વરે એ વાત નક્કી ઠરાવી છે, ને ઈશ્વર તે થોડી જ વારમાં પૂરી કરશે.


અને યૂસફના કહ્યા પ્રમાણે દુકાળનાં સાત વર્ષ શરૂ થયાં; અને સર્વ દેશોમાં દુકાળ પડયો. પણ આખા મિસર દેશમઆં અન્‍ન હતું.


વળી તેઓએ ફારુણે કહ્યું, “આ દેશમાં પ્રવાસ કરવાને અમે આવ્યા છીએ; કેમ કે કનાન દેશમાં દુકાળ ભારે હોવાને લીધે તમારા દાસોનાં ટોળાંને માટે ચારો નથી; માટે હવે આપના દાસોને ગોશેન દેશમાં કૃપા કરીને રહેવા દો.”


દાઉદના દિવસોમાં લાગલગાટ ત્રણ વર્ષ સુધી દુકાળ પડ્યો. દાઉદે યહોવાને એ વિષે પૂછ્યું. યહોવાએ કહ્યું, “એ તો શાઉલ તથા તેના ખૂની કુટુંબને લીધે છે, કેમ કે તેણે ગિબ્યોનીઓને મારી નાખ્યા હતા.”


માટે ગાદે દાઉદ પાસે આવીને તેને ખબર આપીને કહ્યું, “તમારા દેશમાં સાત વર્ષ સુધી દુકાળ પડે? અથવા તો તમારા શત્રુઓ તમારી પાછળ પડે ને તમે ત્રણ માસ સુધી તેઓથી નાસતા ફરો? અથવા તો તમારા દેશમાં ત્રણ દિવસ સુધી મરકી ચાલે? હવે વિચાર કરો, ને જેમણે મને મોકલ્યો છે તેમને હું શો ઉત્તર આપું તેનો ખ્યાલ કરો.”


ગિલ્યાદમાં આવી વસેલાઓમાંના તિશ્બી એલિયાએ આહાબને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવા જેમની સમક્ષ હું ઊભો રહું છું, તેમના જીવના સમ કે હવેના વરસોમાં ઝાકળ તથા વરસાદ ફક્ત મારા કહેવા પ્રમાણે જ પડશે.”


અને એલિયા આહાબને મળવા ગયો.એ વખતે સમરુનમાં દુકાળ સખત હતો.


અને તે છોકરો મોટો થયો, ત્યાર એક દિવસે એમ બન્યું કે તે [ઘરેથી] નીકળીને તેના પિતા પાસે લણનારા હતા ત્યાં ગયો.


પછી એલિશાએ ગેહઝીને બોલાવીને કહ્યું, “એ શુનામ્મીને બોલાવ.” એટલે તેણે એને બોલાવી. જ્યારે એ તેની પાસે આવી ત્યારે એલિશાએ કહ્યું, ”તારા દીકરાને ઉઠાવી લે.”


એલિશા ફરી ગિલ્ગાલ આવ્યો. તે વખતે દેશમાં મોંઘવારી હતી. પ્રબોધકોના પુત્રો તેની આગળ બેઠેલા હતા. અને તેણે પોતાના ચાકરને કહ્યું, “એક મોટું તપેલું સેરવાવાળું શાક રાંધ.”


અને તે જ પ્રમાણે તેને થયું; કેમ કે તે દરવાજામાં લોકોના પગ નીચે છૂંદાઈને મરણ પામ્યો.


પછી તે સ્ત્રીએ ઊઠીને ઈશ્વરભક્તના કહેવા મુજબ કર્યું. તે પોતાના ઘરના માણસોને લઈને ચાલી નીકળી, ને સાત વર્ષ સુધી પલિસ્તીઓના દેશમાં રહી.


વળી તેમણે દુકાળને તે દેશમાં આવવાને ફરમાવ્યું; અને રોટલીનો આધાર તદ્દન તોડી નાખ્યો.


અને ત્યાંના રહેવાસીઓના પાપને લીધે ફળદ્રુપ દેશને સ્થાને ખારવાળી જમીન કરી નાખે છે.


કેમ કે જુઓ, જે નગર મારા નામથી ઓળખાય છે તેને પણ હું પીડા આપવા માંડું છું, તો શું તમે છેક શિક્ષાથી બચી જશો? તમે શિક્ષાથી બચશો નહિ, કેમ કે હું પૃથ્વીના સર્વ રહેવાસીઓ પર તરવાર બોલાવી મંગાવીશ, એવું સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે.”


જ્યારે હું તમારી ઉપજીવિકાનું ખંડન કરીશ ત્યારે દશ સ્‍ત્રીઓ એક કલેડામાં તમારી રોટલી શેકશે, ને તેઓ તમારી રોટલી તોળીને તમને પાછી આપશે; અને તમે ખાશો પણ ધરાશો નહિ.


મેં પણ તમને તમારા સર્વ નગરોમાં અન્ન ને દાંતને વૈર કરાવ્યું છે, ને તમારાં સર્વ સ્થાનોમાં રોટલીનો દુકાળ પાડ્યો છે. તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ.” એમ યહોવા કહે છે.


વળી ભૂમિ પર, પર્વતો પર, અનાજ પર, દ્રાક્ષારસ પર, તેલ પર, જમીનની નીપજ પર, માણસો પર, ઢોરઢાંક પર, તારા હાથોની સર્વ મહેનત પર સુકવણું [પડે એવી] મેં આજ્ઞા કરી છે.”


અને મોટા મોટા ધરતીકંપો [થશે] , તથા ઠેરઠેર દુકાળો પડશે તથા મરકીઓ ચાલશે; અને આકાશમાંથી ભયંકર ઉત્પાત તથા મોટાં મોટાં ચિહ્નો થશે.


કેમ કે એ વૈર વાળવાના દિવસો છે, જેથી જે જે લખેલું છે, તે બધું પૂરું થાય.


પણ હું તમને સાચું કહું છું કે, એલિયાના સમયમાં સાડા ત્રણ વરસ સુધી આકાશ બંધ રહ્યું, અને આખા દેશમાં ભારે દુકાળ પડ્યો, તે વખતે ઇઝરાયેલમાં ઘણી વિધવાઓ હતી


તેઓમાંના આગાબાસ નામે એકે ઊભા થઈને આત્મા [ની પ્રેરણા] થી સૂચવ્યું, “આખા જગતમાં મોટો દુકાળ પડશે.” અને કલોડિયસની કારકિર્દીમાં તેમ જ થયું.


હવે ન્યાયાધીશો ન્યાય કરતા હતા તે વખતે એવું બન્યું કે દેશમાં દુકાળ પડ્યો. એથી બેથલેહેમ-યહૂદિયાનો એક માણસ તેની પત્ની તથા તેના પુત્રોને લઈને મોઆબ દેશમાં જઈ વસ્યો.


Lean sinn:

Sanasan


Sanasan