Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 7:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પછી તેઓએ એકબીજાને કહ્યું, “આ આપણે ઠીક નથી કરતા. આ દિવસ તો વધામણીનો દિવસ છે, ને આપણે તો ચૂપ રહ્યા છીએ. જો સવારના અજવાળા સુધી આપણે થોભીશું, તો આપણા પર શિક્ષા આવી પડશે. માટે હવે ચાલો, આપણે જઈને રાજાના ઘરનાંને ખબર અપીએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 પણ પછી તેમણે એકબીજાને કહ્યું, “આ કંઈ આપણે સારું કરતા નથી; આપણી પાસે આ ખુશખબરનો દિવસ છે. તેથી આપણે ચૂપ રહેવું ન જોઈએ. જો આપણે સવાર સુધી સમાચાર આપવાનું મુલતવી રાખીશું તો આપણને જરૂર શિક્ષા થશે; તેથી ચાલો, જઈને રાજમહેલમાં તાકીદે ખબર પહોંચાડીએ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પછી તેઓએ એકબીજાને કહ્યું, “આપણે આ બરાબર નથી કરતા. આ તો વધામણીનો દિવસ છે, પણ આપણે તો તે વિષે ચૂપ રહ્યા છીએ. જો આપણે સવાર સુધી રાહ જોઈશું, તો આપણા પર શિક્ષા આવી પડશે. તો હવે ચાલો, આપણે જઈને રાજાના કુટુંબીઓને કહીએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 પછી તેઓએ એકબીજાને કહ્યું, “આપણે જે કરી રહ્યાં છીએ તે બરાબર નથી. આ તો ઉજવણીનો દિવસ છે અને આપણે નગરના લોકોને જણાવતા નથી! જો આપણે સવાર સુધી રાહ જોઇશું, તો એ તો ગુનો હશે તેથી ચાલો, આપણે રાજાના મહેલ પાસે પાછા જઇએ અને રાજાને કહીએ કે શું થયું હતું.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 7:9
14 Iomraidhean Croise  

અને એક જણે અંદર જઈને પોતાના ધણીને કહ્યું, ”ઇઝરાયલ દેશની જે છોકરી છે તેણે આમ આમ કહ્યું.”


પછી તેઓએ આવીને નગરના દરવાનને હાંક મારી; અને કોઢિયાઓએ તેને કહ્યું, “અમે અરામીઓની છાવણીમાં ગયા હતા, તો ત્યાં કોઈ માણસ ન હતો, ને કોઈ માણસનો અવાજ પણ [સંભળાતો] ન હતો. પણ ઘોડા બાંધી મૂકેલા તથા ગધેડાં બાંધી મૂકેલાં, ને તંબુ જેમ ને તેમ હતા.”


હવે દરવાજાના નાકા આગળ ચાર કોઢિયા બેઠેલા હતા. તેઓએ એકબીજાને કહ્યું, “શા માટે આપણે અહીં બેસી રહીને મરી જઈએ?


કેમ કે યહોવાએ અરામીઓના સૈન્યને રથોનો અવાજ તથા ઘોડાઓનો અવાજ, એટલે મોટા સૈન્યનો અવાજ સંભળાવ્યો હતો. તેથી તેઓએ એકબીજાને કહ્યું હતું, “જુઓ, ઇઝરાયલના રાજાએ હિત્તીઓના રાજાઓને તથા મિસરીઓના રાજાઓને નાણાં આપીને આપણી વિરુદ્ધ ચઢાઈ કરવા માટે મોકલ્યા છે.”


પેલા કોઢિયા છાવણીની સરહદ પર આવ્યા ત્યારે એક તંબુમાં પેસીને તેઓએ ખાધુંપીધું, ને ત્યાંથી રૂપું, સોનું તથા વસ્ત્રો લઈ જઈને તે સંતાડ્યાં. પછી પાછા આવીને તેઓ બીજા તંબુમાં ગયા, ને ત્યાંથી પણ લઈ લીધું ને જઈને તે સંતાડ્યું.


કેમ કે નેક માણસ સાત વાર પડી પડીને પણ પાછો ઊઠે છે; પણ દુષ્ટો વિપત્તિથી પાયમાલ થઈ જાય છે.


સિયોનને હું પ્રથમ [કહેનાર] છું કે, જો, તેઓને જો; અને હું યરુશાલેમને વધામણી઼ કહેનાર મોકલી આપીશ.


જે વધામણી લાઔએ છે, જે શાંતિની વાત સંભળાવે છે, જે કલ્યાણની વધામણી લાવે છે, જે તારણથી વાત સંભળાવે છે, જે સિયોનને કહે છે, “તારો ઈશ્વર રાજ કરે છે, ” તેના પગ પર્વતો પર કેવા શોભાયમાન છે!


જુઓ, વધામણી લાવનારનાં, શાંતિના સમાચાર આપનારનાં પગલાં પર્વતો પર [દેખાય છે] ! હે યહૂદિયા, તારાં પર્વો પાળ, તારી માનતાઓ પૂરી કર; કેમ કે હવે પછી કોઈ દુષ્ટ માણસ કદી તારી અંદર થઈને જશે નહિ; તેનું નિકંદન થયું છે.


પણ જો તમે એમ કરશો નહિ તો જુઓ, યહોવાની વિરુદ્ધ તમે પાપ કર્યું જાણજો. અને નક્કી જાણજો કે તમારું પાપ તમને પકડી પાડશે.


દૂતે તેઓને કહ્યું, “ગભરાશો નહિ, કેમ કે જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે.


તમે દરેક પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓના હિત પર પણ લક્ષ રાખો.


Lean sinn:

Sanasan


Sanasan