Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 7:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પેલા કોઢિયા છાવણીની સરહદ પર આવ્યા ત્યારે એક તંબુમાં પેસીને તેઓએ ખાધુંપીધું, ને ત્યાંથી રૂપું, સોનું તથા વસ્ત્રો લઈ જઈને તે સંતાડ્યાં. પછી પાછા આવીને તેઓ બીજા તંબુમાં ગયા, ને ત્યાંથી પણ લઈ લીધું ને જઈને તે સંતાડ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 ચાર રક્તપિત્તિયા છાવણીને છેડે પહોંચ્યા અને એક તંબૂમાં જઈ ત્યાં જે હતું તે ખાધુંપીધું અને ચાંદી, સોનું, વસ્ત્રો અને જે કંઈ મળ્યું તે લૂંટી લીધું અને તેમને સંતાડી દીધું, પછી પાછા આવીને તેમણે બીજા તંબૂમાં પ્રવેશીને પણ એમ જ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 જ્યારે કુષ્ઠ રોગીઓ છાવણીની હદમા આવ્યા ત્યારે તેઓએ એક તંબુમાં જઈને ત્યાં ખાધું-પીધું, વળી ત્યાંથી સોનું, ચાંદી અને વસ્ત્રો લઈ જઈને તે સંતાડી દીધું. પછી તેઓ પાછા આવીને બીજા તંબુમાં ગયા, ત્યાંથી પણ લૂંટી લઈને બધું સંતાડી દીધું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 રકતપિત્તના રોગીઓ છાવણીમાં પહોંચીને એક તંબુમાથી બીજા તંબુમાં ગયા, ત્યાં તેઓએ ખાધું-પીધું, વળી તેઓને સોનું ચાંદી અને વસ્ત્રો જે મળ્યું તે લઇ લીધું અને તેને સંતાડી દીધું.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 7:8
7 Iomraidhean Croise  

ગેહઝી ઓફેલ પહોંચ્યો, ત્યારે તેણે થેલીઓ તેઓના હાથમાંથી લઈને ઘરમાં મૂકી. અને તેણે તે માણસોને રજા આપી, ને તેઓ વિદાય થયા.


પછી તેઓએ એકબીજાને કહ્યું, “આ આપણે ઠીક નથી કરતા. આ દિવસ તો વધામણીનો દિવસ છે, ને આપણે તો ચૂપ રહ્યા છીએ. જો સવારના અજવાળા સુધી આપણે થોભીશું, તો આપણા પર શિક્ષા આવી પડશે. માટે હવે ચાલો, આપણે જઈને રાજાના ઘરનાંને ખબર અપીએ.”


શત્રુના વહાણનાં દોરડાં ઢીલાં પડી ગયાં છે; તેઓ કૂવાથંભ બરાબર સજજડ રાખી શકયા નહિ, તેઓ સઢ પ્રસારી શક્યા નહિ; ત્યારે લૂંટફાટમાં લૂંટ પુષ્કળ વહેંચાઈ; જે લંગડા હતા તેઓને પણ લૂંટ મળી.


પણ તેઓમાંના દશ માણસોએ ઇશ્માએલને કહ્યું, “અમને મારી ન નાખ; કેમ કે ઘઉંના, જવના, તેલના તથા મધના ભંડારો અમે અમારા ખેતરમાં સંતાડેલાં છે.” તેથી ઇશ્માએલે પોતાનો હાથ અટકાવીને તેઓને તેઓના ભાઈઓની જેમ મારી નાખ્યા નહિ.


વળી આકાશનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે, જે એક માણસને જડ્યું. પછી તેણે તે છાનું રાખ્યું, ને તેના હર્ષને લીધે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તેણે તે ખેતર વેચાતું લીધું.


પણ જેને એક તાલંત મળ્યો હતો તેણે જઈને જમીનમાં ખોદીને પોતાનાં ધણીનું નાણું દાટી મૂક્યું.


લૂટમાં એક સારો શિનઆરી જામો ને બસો શેકેલ રૂપું, ને પચાસ શેકેલ વજનનું સોનાનું એક પાનું જોઈને તેનો મને લોભ લાગ્યો, ને મેં તે લીધાં. અને જુઓ, તે મારા તંબુ મધ્યે ભૂમિમાં સંતાડેલાં છે, ને રૂપું તેની નીચે છે.”


Lean sinn:

Sanasan


Sanasan