Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 7:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેઓ સંધ્યાકાળે અરામીઓની છાવણીમાં જવા માટે ઊઠ્યા. અને તેઓ અરામીઓની છાવણીની સરહદ પર પહોંચ્યા, ત્યારે જુઓ, ત્યાં કોઈ પણ માણસ નહોતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તેથી અંધારું થવા માંડયું એટલે તેઓ ત્યાં પહોંચ્યા, પણ ત્યાં કોઈ નહોતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 માટે તેઓ સાંજના સમયે અરામીઓની છાવણીમાં જવા ઊઠ્યા; જ્યારે તેઓ અરામીઓની છાવણીની હદમાં પહોચ્યા, ત્યારે ત્યાં કોઈ નહોતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 આથી સંધ્યા સમયે તેઓ અરામીઓની છાવણીએ જવા નીકળી પડયા; પણ જયારે તેઓ છાવણીની હદમાં પહોચ્યાં ત્યારે ત્યાં કોઈ નહોતું.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 7:5
10 Iomraidhean Croise  

જો આપણે કહીએ કે, [ચાલો] નગરમાં જઈએ, તો નગરમાં દુકાળ છે, ને ત્યાં આપણે મરી જઈએ. અને જો છાનામાના અહીં બેસી રહીએ, તોપણ મરી જઈએ. માટે હવે‍ ચાલો, આપણે અરામીઓની છાવણીમાં જઈને પડીએ. જો તેઓ આપણને જીવતા રહેવા દેશે, તો આપણે જીવતા રહીશું. અને જો તેઓ આપણને મારી નાખશે, તો પછી મરવાનું તો છે જ.”


કેમ કે યહોવાએ અરામીઓના સૈન્યને રથોનો અવાજ તથા ઘોડાઓનો અવાજ, એટલે મોટા સૈન્યનો અવાજ સંભળાવ્યો હતો. તેથી તેઓએ એકબીજાને કહ્યું હતું, “જુઓ, ઇઝરાયલના રાજાએ હિત્તીઓના રાજાઓને તથા મિસરીઓના રાજાઓને નાણાં આપીને આપણી વિરુદ્ધ ચઢાઈ કરવા માટે મોકલ્યા છે.”


તેમનામાં જે સરદાર‌ છે તે અંધારામાં પોતાના ખભા પર ભાર ઊંચકીને ચાલી નીકળશે; તેઓ કોટમાં બાકું પાડીને તેમાં થઈને [સામાન] બહાર કાઢશે; તે પોતાનું મોં ઢાંકશે, કેમ કે તે પોતાની આંખોને દેશને જોશે નહિ.


પણ પશુઓનું પ્રથમજનિત કે જે યહોવાને માટે પ્રથમજનિત તરીકે ગણાયેલું છે, તેનું અર્પણ કોઈ માણસ ન કરે, તે તો યહોવાનું છે, પછી તે બળદ હોય કે ઘેટું હોય.


પણ જો ઠરાવેલા મૂલ્ય કરતાં તે ગરીબ હાલતમાં હોય તો તેને યાજકની આગળ રજૂ કરવો, અને યાજક તેનું મૂલ્ય ઠરાવે; માનતા લેનારની શક્તિ પ્રમાણે યાજક તેનું મૂલ્ય ઠરાવે.


તારા જે શત્રુઓ તારી સામે ચઢી આવે તેઓને યહોવા તારી આગળ માર ખવડાવશે. તારી સામે તેઓ એક માર્ગે ધસી આવશે ને તારી સામેથી સાત માર્ગે નાસી જશે.


બહાર તરવાર, અને કોટડીઓમાં ત્રાસ નાશ કરશે. [તે] જુવાનોનો તથા કુંવારીઓનો, ધાવણાનો તેમ જ પાકા કેશી માણસનો [નાશ કરશે].


જો તેઓના ખડકે તેઓને વેચ્યા ન હોત, અને યહોવાએ તેમને સોંપી દીધા ન હોત, તો હજારની પાછળ એક કેમ ઘાત, અને દેશ હજારને બે [કેમ] નસાડી મૂકત?


દાઉદે તેઓને પ્રાત:કાળથી તે બીજા દિવસની સાંજ સુધી માર્યા. અને જે ચારસો જુવાનો ઊંટો પર બેસીને નાસી ગયા તે સિવાય તેઓમાંનો એકે બચ્યો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan