૨ રાજા 6:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 તેણે ઉત્તર આપ્યો, “તમારે તેમને મારવા નહિ; જેમને તમે તમારી તરવારી તથા તમારા ધનુષ્યથી કબજે કર્યા છે, તેમને શું તમે મારશો? તેમની આગળ રોટલી ને પાણી મૂકો કે, તેઓ ખાઈપીને પોતાના ધણી પાસે પાછા જાય.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 તેણે જવાબ આપ્યો, “ના, યુદ્ધમાં બાણતલવારના જોરે પકડાયેલા કેદી સૈનિકોને પણ તમે મારી નાખતા નથી. તેમને થોડાં ખોરાકપાણી આપો અને પછી તેમના રાજા પાસે પાછા મોકલો.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 એલિશાએ જવાબ આપ્યો, “તારે તેમને મારવા નહિ. જેઓને તેં તારી તલવારથી અને ધનુષથી કબજે કર્યાં નથી, તેઓને શું તું મારશે? તેઓની આગળ રોટલી અને પાણી મૂક કે, તેઓ ખાઈપીને પાછા પોતાના માલિક પાસે જાય.” Faic an caibideilપવિત્ર બાઈબલ22 તેણે જવાબ આપ્યો, “વધ ન કરીશ, જયારે તું તારી તરવાર અને ધનુષને જોરે માંણસોને કેદ પકડે છે ત્યારે પણ તેમનો વધ કરે છે ખરો? એમને ખાવાપીવાનું આપ અને પાછા પોતાના રાજા પાસે જવા દે.” Faic an caibideil |