Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 6:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 ઈશ્વરભક્તનો ચાકર વહેલો ઊઠીને બહાર ગયો, તો જુઓ, સેનાએ ઘોડા તથા રથો સહિત નગરને ઘેરી લીધેલું હતું. ચાકરે એલિશાને કહ્યું, “હાય હાય, મારા શેઠ! આપણે શું કરીશું?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 બીજી સવારે ઈશ્વરભક્ત એલિશાના નોકરે વહેલા ઊઠીને ઘર બહાર જોયું તો અરામના લશ્કરે તેમના ઘોડાઓ અને રથો સાથે આવી નગરને ઘેરી લીધું હતું. તેણે એલિશા પાસે જઈને તેને કહ્યું, “ગુરુજી, આપણું આવી બન્યું. આપણે શું કરીએ?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 જ્યારે ઈશ્વરભક્ત એલિશાનો ચાકર વહેલો ઊઠીને બહાર ગયો, તો જુઓ, તેણે એક મોટા સૈન્યને રથદળ અને ઘોડેસવારો સહિત નગરને ઘેરી લીધેલું જોયું. તેના ચાકરે તેને કહ્યું, “અરેરે! મારા માલિક હવે આપણે શું કરીશું?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 બીજે દિવસે વહેલી સવારે એલિશાનો ચાકર વહેલો ઊઠયો અને બહાર ગયો, તો તેણે એક સૈન્યની ટુકડીને રથો અને ઘોડાઓ સહિત શહેરને ઘેરો ઘાલીને પડેલી જોઈ, તે બોલી ઊઠયો, “હે શેઠ, હવે તમે શું કરશો?”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 6:15
13 Iomraidhean Croise  

એટલે એલિશા તેની પાછળ; ન જતાં પાછો ફર્યો, ને તેણે બળદની એક જોડ લઈને તેમનો વધ કર્યો. અને બળદના સામાનથી તેમનું માસ બાફીને લોકોને પીરસ્યું, ને તેઓએ તે ખાધું. પછી તે ઊઠીને એલિયાની પાછળ ગયો, ને એની સેવાચાકરી કરી.


પણ યહોશાફાટે કહ્યું, “શું અહીં યહોવાનો કોઈ પ્રબોધક નથી કે, આપણે તેની મારફતે યહોવાને પૂછી જોઈએ?” ઇઝરાયલના રાજાના ચાકરોમાંના એકે ઉત્તર આપ્યો, ”શાફાટનો દીકરો એલિશા, જે એલિયાના હાથ પર પાણી રેડનારો હતો, તે અહીં છે.”


પણ ઈશ્વરભકત એલિશાના ‍ચાકર ગેહઝીએ કહ્યું, “જો, આ અરામી નામાન જે લાવ્યો હતો, તે તેની પાસેથી લીધા વગર મારા શેઠે એને જવા દીધો છે; પણ યહોવાના જીવના સમ કે હું તો એની પાછળ દોડીને એની પાસેથી કેટલુંક લઈશ.”


માટે નામાનનો કોઢ તને તથા તારાં સંતાનને સદા વળગી રહેશે.” આથી તે હિમ જેવો કોઢિયો થઈને તેની આગળથી ચાલ્યો ગયો.


માટે તેણે ઘોડા, રથો તથા મોટું સૈન્ય ત્યાં મોકલ્યું. અને તેઓએ ત્યાં રાત્રે જઈને નગરને આસપાસથી ઘેરી લીધું.


તેણે ઉત્તર આપ્યો, “બીતો નહિ; કેમ કે જેઓ આપણી સાથે છે તેઓ તેમની સાથે જેઓ છે તેઓના કરતાં વિશેષ છે.”


પણ એક જણ મોભ કાપતો હતો તેવામાં તેની કુહાડી પાણીમાં પડી ગઈ. તેણે બૂમ પાડીને કહ્યું, “ હે મારા ગુરુજી, અફસોસ! કેમ કે એ તો માગી લાવેલી હતી.”


હે અમારા ઈશ્વર, તમે તેઓનો ન્યાય નહિ કરશો? કેમ કે આ મોટુ સૈન્ય જે અમારી વિરુદ્ધ આવે છે તેની સામે થવાને અમારામાં કંઈ શક્તિ નથી; અને અમાટે શું કરવું તે પણ અમને સૂઝતું નથી. પણ અમે તે તમારી તરફ જોઈએ છીએ.”


જ્યાં ભય ન હતો ત્યાં તેઓ ઘણા ભયભીત થયા; કેમ કે જે તમારી સામે છાવણી નાખે છે તેઓનાં હાડકાં ઈશ્વરે વિખેરી નાખ્યાં છે; તમે તેઓને ફજેત કર્યા છે, કેમ કે ઈશ્વરે તેઓને ધિક્કાર્યા હતા.


અને મૂસા તથા તેનો સેવક યહોશુઆ ઊઠયા; અને મૂસા ઈશ્વરના પર્વત પર ગયો.


અને તે તેઓને કહે છે, “ઓ અલ્પવિશ્વાસીઓ, તમે શા માટે ભયભીત થયા છો?” પછી તેમણે ઊઠીને પવનને તથા સમુદ્રને ધમકાવ્યા. અને મહા શાંતિ થઈ.


તેઓ સાલામિસ આવ્યા, ત્યારે તેઓએ યહૂદીઓનાં સભાસ્થાનોમાં ઈશ્વરનું વચન પ્રગટ કર્યું. યોહાન પણ સેવક તરીકે તેઓની સાથે હતો.


Lean sinn:

Sanasan


Sanasan