Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 6:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 પ્રબોધકોના પુત્રોએ એલિશાને કહ્યું, “હવે જો, જે જગામાં અમે તારી આગળ રહીએ છીએ તે અમને સાંકડી પડે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 એક દિવસે એલિશા હસ્તકના સંદેશવાહકોના સંઘે તેની આગળ રજૂઆત કરી, “આપણે રહેવાની જગા ઘણી સાંકડી છે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પ્રબોધકોના દીકરાઓએ એલિશાને કહ્યું, “જો, જે જગ્યાએ અમે તારી સાથે રહીએ છે તે જગ્યા અમારા માટે ખૂબ સાંકડી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 એક દિવસે પ્રબોધકોના પુત્રો એલિશાની પાસે ગયા અને તેને કહ્યું, “તું જાણે છે કે, અમાંરી રહેવાની જગ્યા ઘણી સાંકડી છે,

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 6:1
15 Iomraidhean Croise  

અને પ્રબોધકોના પુત્રોમાંના એક માણસે યહોવાના વચનથી પોતાના સાથીને કહ્યું, “કૃપા કરીને મને માર.” અને તે માણસે એને મારવાની ના પાડી.


પ્રબોધકોના જે પુત્રો યરીખો આગળ તેની સામે ઊભેલા હતા, તેઓએ તેને જોયો, ત્યારે તેઓએ કહ્યું, “એલિયાનો આત્મા એલિશા પર ઊતરેલો છે.” તેઓ તેને મળવા આવ્યા, ને તેની આગળ જમીન સુધી નમીને તેઓએ પ્રણામ કર્યા.


અને બેથેલમાં પ્રબોધકોના જે પુત્રો હતા તેઓએ એલિશા પાસે બહાર આવીને તેને કહ્યું, “યહોવા તમારા ગુરુને તમારે શિરથી આજે લઈ લેશે, એ શું તમે જાણો છો?” તેણે કહ્યું, “હા, હું તે જાણું છું; તમે ચૂપ રહો.”


યરીખોમાં પ્રબોધકોના જે પુત્રો હતા, તેઓએ એલિશાની પાસે આવીને તેને કહ્યું, “યહોવા આજે તમારા ગુરુને તમારા શિરથી લઈ લેશે, એ શું તમે જાણો છો?” તેણે કહ્યું, “હા, હું તે જાણું છું; તમે ચૂપ રહો.”


અને પ્રબોધકોના પુત્રોમાંના પચાસ માણસો આવીને તેમની સામે દૂર ઊભા રહ્યા. અને એ બે યર્દનને તીરે ઊભા રહ્યા.


હવે પ્રબોધકોના પુત્રોની પત્નીઓમાંની એક સ્ત્રીએ એલિશાને કરગરીને કહ્યું, “તમારા સેવક મારા ભરથાર મરણ પામ્યા છે. તમે જાણો છો કે તમારા સેવક યહોવાનો ડર રાખતા હતા. અને લેણદાર મારા બે છોકરાને પોતાના ગુલામ કરવા માટે લઈ જવા આવ્યો છે.”


એલિશા ફરી ગિલ્ગાલ આવ્યો. તે વખતે દેશમાં મોંઘવારી હતી. પ્રબોધકોના પુત્રો તેની આગળ બેઠેલા હતા. અને તેણે પોતાના ચાકરને કહ્યું, “એક મોટું તપેલું સેરવાવાળું શાક રાંધ.”


કૃપા કરીને અમને યર્દન આગળ જવા દઈને ત્યાંથી અમ દરેક જણને અકેક મોભ કાપી લેવા દો, ને ત્યાં અમારે માટે રહેવાની જગા કરવા દો.” એલિશાએ ઉત્તર આપ્યો, “જાઓ.”


તે તને સંકટમાંથી [કાઢીને] સંકડાશ વગરની બહોળી જગામાં દોરી જાત; અને તારી મેજ પર પીરસેલું મિષ્ટાન્ન પુષ્કળ હોત.


અગ્નિનું બળ નિરર્થક કર્યું, તેઓ તરવારની ધારથી બચ્યા, નિર્બળતામાંથી સબળ થયા, લડાઈમાં પરાક્રમી થયા અને વિદેશીઓની ફોજોને નસાડી દીધી.


અને યૂસફપુત્રોએ યહોશુઆને એમ કહ્યું, “આજ સુધી યહોવાએ મને આશિષ આપી છે, તેથી હું એક મોટી પ્રજા થયો છું, તો વતન માટે એક જ હિસ્‍સો તથા એક જ વાંટો તેં મને કેમ આપ્યો છે?”


અને દાનપુત્રોની સરહદ તેઓની પેલી બાજુએ નીકળી; કેમ કે દાનપુત્રોએ લેશેમની સામે યુદ્ધ કરવા ચઢાઈ કરી, ને તે જીતી લીધું, ને તરવારથી તેને માર્યું, તે તેને વતન કરી લઈને તેમાં વસ્યા, ને પોતાના પિતા દાનના નામ ઉપરથી લેશેમનું નામ દાન પાડ્યું.


તેથી શાઉલે દાઉદને પકડવા માણસો મોકલ્યા. અને તેઓએ પ્રબોધકોની ટોળીને પ્રબોધ કરતી, ને શમુએલને તેઓના ઉપરી તરીકે ઊભો રહેલો જોયો, ત્યારે શાઉલના માણસો પર ઈશ્વરનો આત્મા આવ્યો, ને તેઓ પણ પ્રબોધ કરવા લાગ્યા.


Lean sinn:

Sanasan


Sanasan