Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 5:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ત્યારે અરામના રાજાએ કહ્યું, “ઠીક ત્યારે, હું ઇઝરાયલના રાજા પર પત્ર મોકલીશ.” પછી તે પોતાની સાથે દશ તાલંત રૂપું, સોનાની છ હજાર [મહોર] , તથા દશ જોડ વસ્ત્ર લઈને ત્યાંથી ચાલી નીકળ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 અરામના રાજાએ તેને કહ્યું, “તો ઇઝરાયલના રાજા પાસે જાઓ; અને તેના પર આ પત્ર લઈ જાઓ.” એમ નામાન ચાંદીના ત્રીસ હજાર સિક્કા, સોનાના છ હજાર સિક્કા અને મુલાયમ વસ્ત્રોની દસ જોડ લઇને ઉપડયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેથી અરામના રાજાએ કહ્યું, “હવે તું ઇઝરાયલ દેશમાં જા. હું ત્યાંના રાજા પર પત્ર લખી આપું છું.” આથી નામાન દસ તોલા ચાંદી, છ હજાર સોનામહોર, દસ જોડ વસ્ત્રો લઈને ત્યાંથી ઇઝરાયલમાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 અરામના રાજાએ કહ્યું, “સારું, તું જરૂર જા, હું ઇસ્રાએલના રાજા પર તને પત્ર લખી આપીશ.” આથી નામાંન 10 મણ ચાંદી, 6,000 સોનામહોર અને 10 જોડ પોશાક લઈને સમરૂન જવા ઉપડયો.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 5:5
21 Iomraidhean Croise  

અને તેઓએ એકબીજને કહ્યું, “ચાલો, આપણે ઈંટો પાડીએ, ને તે સારી પેઢે પકવીએ.” અને પથ્થરને ઠેકાણે તેઓની પાસે ઇંટો હતી, ને છોને ઠેકાણે ડામર હતો.


ચાલો, આપણે ત્યાં ઊતરીએ, ને તેઓની ભાષા ઉલગાવી નાખીએ કે, તેઓ એકબીજાની બોલી ન સમજે.”


અને તેણે દરેકને એક જોડ કપડાં આપ્યાં; પણ બિન્યામીનને રૂપાનાં ત્રણસો નાણાં તથા પાંચ જોડા કપડાં આપ્યાં.


પછી રાજાએ તે ઈશ્વરભક્તને કહ્યું મારી સાથે ઘેર આવીને હાજરી કર, ને હું તને ઇનામ અપીશ.”


ઇઝરાયલના રાજાએ પોતાના ચાકરોને કહ્યું, “શું તમે જાણો છો કે રામોથ-ગિલ્યાદ આપણું છે, ને આપણે છાનામાના બેસી રહ્યા છીએ, ને અરામના રાજાના હાથમાંથી તે લઈ લેતા નથી?”


બાલ-શાલીશાથી એક માણસ આવ્યો. તે ઈશ્વરભક્તને માટે પ્રથમફળનું અન્‍ન, એટલે જવની વીસ રોટલી, ને અનાજનાં તાજાં કણસલાં પોતાની ઝોળીમાં લાવ્યો. અને એલિશાએ કહ્યું, “લોકોને આપ કે તેઓ ખાય.”


અને એક જણે અંદર જઈને પોતાના ધણીને કહ્યું, ”ઇઝરાયલ દેશની જે છોકરી છે તેણે આમ આમ કહ્યું.”


અને તે એક પત્ર ઇઝરાયલના રાજા પાસે લાવ્યો, [જેમાં એમ લખેલું હતું] , ‘હવે આ પત્ર તમને પહોંચે, ત્યારે [તમારે જાણવું કે] મેં મારા સેવક નામાનને તમારી પાસે મોકલ્યો છે, એ માટે કે તમે તેનો કોઢ મટાડો.


માણસની બક્ષિસ તેને માટે માર્ગ ખુલ્લો કરે છે. અને તેને મોટા માણસની હજૂરમાં દાખલ કરે છે.


મેં મારા મનમાં કહ્યું, “ચાલ ત્યારે, મોજથી હું તારી પરીક્ષા કરીશ; માટે મોજશોખ કરી લે.” આ પણ વ્યર્થતા હતી.


હવે હું મારી દ્રાક્ષાવાડીનું શું કરવાનો છું, તે હું તમને જણાવું:તેની વાડ હું કાઢી નાખીશ, જેથી તે ભેલાઈ જશે; તેની ભીંત હું પાડી નાખીશ, જેથી તે ખુંદાઈ જશે.


અને મોઆબના વડીલો તથા મિદ્યાણા વડીલો પોતાના હાથમાં શકુનને માટે ભેટ લઈને ચાલી નીકળ્યા. અને બલામની પાસે આવીને તેઓએ બાલાકની માગણી તેને કહી સંભળાવી.


હવે ચાલો, તમે કહો છો, “આજે અથવા કાલે અમે અમુક શહેરમાં જઈને ત્યાં એક વર્ષભર રહીશું, અને વેપાર કરીને કમાણી કરીશું.”


સામસૂને તેઓને કહ્યું, “હું તમને એક ઉખાણું કહું; અને ઉજાણીના સાત દિવસોમાં જો તેનો અર્થ ખોળી કાઢીને તમે મને કહેશો, તો હું તમને શણનાં ત્રીસ ઝભ્ભા તથા ત્રીસ જોડ વસ્‍ત્ર આપીશ.


Lean sinn:

Sanasan


Sanasan