Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 5:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 માટે નામાનનો કોઢ તને તથા તારાં સંતાનને સદા વળગી રહેશે.” આથી તે હિમ જેવો કોઢિયો થઈને તેની આગળથી ચાલ્યો ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 હવે નામાનનો કોઢ તારા પર અને તારા વંશજો પર હમેશાં ઊતરશે!” ગેહઝી ગયો ત્યારે તેને કોઢ લાગેલો હતો. તેની ચામડી બરફ જેવી શ્વેત થઈ ગઈ હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 માટે હવે નામાનનો કુષ્ઠ રોગ તને તથા તારા વંશજોને લાગુ પડશે અને તે કાયમ રહેશે. “તેથી ગેહઝી હિમ જેવો કુષ્ઠ રોગી થઈ ગયો. અને તેની હજૂરમાંથી જતો રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 એથી નામાંનનો કોઢ તને અને તારા વંશજોને કાયમનો વળગશે.” તે ક્ષણે જ ગેહઝીને તરત જ કોઢ ફૂટી નીકળ્યો, અને તેની ચામડી હિમ જેવી સફેદ થઈ ગઈ અને તે એલિશાથી દૂર ચાલ્યો ગયો.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 5:27
20 Iomraidhean Croise  

તેનો દોષ યોઆબને શિર તથા તેના પિતાના આખા કુટુંબને શિર હો. અને સ્‍ત્રાવવાળો, કે કોઢિયો, કે લાકડીએ ટેકનાર, કે તરવારથી પડનાર, કે રોટલીની અછતવાળો, યોઆબના કુટુંબમાંથી કદી ખૂટો નહિ.”


યહોવા રાજા પર આફત લાવ્યા, તેથી તે તેના મરણના દિવસ સુધી કોઢિયો રહ્યો, ને અલાહિદા ઘરમાં રહ્યો. અને તેને તેની બધી ફરજોમાંથી મુક્ત કરવામાં આવ્યો અને રાજાનો દીકરો યોથામ ઘરનો ઉપરી થઈને દેશના લોકોનો ન્યાય કરતો.


હવે અરામના રાજાનો સેનાપતિ નામાન પોતાના ધણી આગળ મોટો તથા માનવંત માણસ ગણાતો હતો; કેમ કે તેની મારફતે યહોવાએ અરામને જય અપાવ્યો હતો. વળી એ પરાક્રમી શૂરવીર પુરુષ હતો. [પણ તે] કોઢિયો [હતો].


તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર; કેમ કે હું તારો ઈશ્વર યહોવા આસ્થાવાન ઈશ્વર છું, જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજીચોથી પેઢી સુધી પિતાઓના અન્યાયની શિક્ષા છોકરાં પર લાવનાર,


અને એ ઉપરાંત યહોવાએ તેને કહ્યું, “હવે તારો હાથ તારા ઝભ્ભામાં નાખ.” ત્યારે તેણે પોતાનો હાથ ઝભ્ભામાં નાખ્યો અને તેણે તે બહાર કાઢયો ત્યારે, જુઓ, તેનો હાથ કોઢીલો બની બરફ જેવો થઈ ગયો હતો.


તમે દુષ્ટતા ખેડી છે, ને ફસલમાં તમે અન્યાયની કાપણી કરી છે! તમે જૂઠનું ફળ ખાધું છે, કેમ કે તેં તારા રથો પર, તારા સમર્થ માણસોના સમૂહ પર ભરોસો રાખ્યો હતો.


અને યાજક તેને તપાસે, ને જુઓ, ત્વચામાં ધોળું ઢીમું દેખાતું હોય, ને તેથી વાળ ધોળા થઈ ગયા હોય, ને ઢીંમામાં જો માંસ પાકેલું તથા દુખાતું હોય,


તો યાજક તેને તપાસે; અને તે ચળકતા ચાંદામાંના વાળ ધોળા થઈ ગયા હોય, ને તે ત્વચા કરતાં ઊંડું જણાતું હોય, તો તેને ડામમાં ફૂટી નીકળેલો કોઢ સમજવો. અને યાજક તેને અશુદ્ધ ઠરાવે; એ તો કોઢનો રોગ છે.


અને મંડપ ઉપરથી તે મેઘ હઠી ગયો. અને જુઓ, મરિયમ કોઢથી બરફ જેવી શ્વેત થઈ ગઈ હતી. અને હારુને મરિયમ તરફ જોયું, તો જુઓ તે તો કોઢી હતી.


તે જ ક્ષણે તેણે તેના પગ પાસે પડીને પ્રાણ છોડ્યો, પછી તે જુવાનોએ અંદર આવીને તેને મરેલી જોઈ, અને બહાર લઈ જઈને તેના પતિને પડખે તેને દાટી.


એ વાતો સાંભળતા જ અનાન્યાએ પડીને પ્રાણ છોડયો, અને જેઓએ એ વાત સાંભળી તે સર્વને ઘણું ભય લાગ્યું.


પણ પિતરે તેને કહ્યું, “ઈશ્વરનું દાન પૈસાથી વેચાતું લેવાનું તે ધાર્યું માટે તારી સાથે તારા પૈસા નાશ પામો.


કેમ કે દ્રવ્યનો લાભ સર્વ પ્રકારનાં પાપનું મૂળ છે. એનો લોભ રાખીને કેટલાક વિશ્વાસથી ભટકી ગયા છે, અને ઘણાં દુ:ખોથી તેઓએ પોતાને વીંધ્યા છે.


અને યહોશુઆએ કહ્યું, “તેં અમને કેમ હેરાન કર્યા છે? આજે યહોવા અમને કેમ હેરાન કર્યા છે? આજે યહોવા તને હેરાન કર્યા છે? આજે યહોવા તને હેરાન કરશે.” અને સર્વ ઇઝરાયલે તેને પથ્થરે માર્યો; અને તેઓએ તેઓને અગ્નિમાં બાળ્યાં ને પથ્થરે માર્યા;


તેઓ દ્રવ્યલોભથી કપટી વાતો બોલીને તમને વેચવાના માલ જેવા કરશે. તેઓને માટે આગળથી ઠરાવેલી સજા વિલંબ કરતી નથી, અને તેઓનો નાશ ઢીલ કરતો નથી.


Lean sinn:

Sanasan


Sanasan