Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 5:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 એલિશાએ એને કહ્યું, “પેલો માણસ પોતાના રથમાંથી ઊતરીને તને મળવા પાછો આવ્યો, ત્યારે મારું હ્રદય શું [તારી સાથે] આવ્યું નહોતુ? શું રૂપું લેવાનો, અને વસ્ત્ર, જૈતવાડીઓ, દ્રાક્ષાવડીઓ, ઘેટાં, બળદ, દાસો તથા દાસીઓ લેવાનો આ વખત છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 પણ એલિશાએ તેને કહ્યું, “એ માણસ તને મળવા રથમાંથી નીચે ઊતર્યો ત્યારે મારું હૃદય ત્યાં તારી સાથે નહોતું? અત્યારે પૈસા, વસ્ત્રો, ઓલિવવાડીઓ કે દ્રાક્ષવાડીઓ, ઘેટાં, પશુઓ કે નોકરો સ્વીકારવાનો આ સમય છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 એલિશાએ ગેહઝીને કહ્યું, “જયારે પેલો રથમાંથી ઊતરીને તને મળવા માટે આવ્યો, ત્યારે શું મારો આત્મા તારી સાથે નહોતો? શું આ પૈસા, વસ્ત્રો, જૈતૂનવાડીઓ, દ્રાક્ષવાડીઓ, ઘેટાં, બળદો, દાસો તથા દાસીઓ લેવાનો સમય છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 પણ એલિશાએ કહ્યું, “જયારે રથમાંથી કૂદીને કોઇ તમને મળવા આવ્યું, ત્યારે માંરો આત્માં તમાંરી સાથે નહોતો? આ કંઈ ભેટ લેવાનો પ્રસંગ છે? આ કંઈ પૈસા, કપડાં, જેતૂનની વાડીઓ, અને દ્રાક્ષની વાડીઓ ઘેટાં અને બળદો તથા દાસ અને દાસીઓ લેવાનો પ્રસંગ છે?

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 5:26
18 Iomraidhean Croise  

‘હું સૂતળી કે જોડાની વાધરી કે તારી કંઈપણ વસ્તુ નહિ લૂઉં, ’ રખેને તું કહે કે ઇબ્રામ મારાથી ધનવાન થયો છે.


પણ એલિશાએ કહ્યું, “યહોવા જેમની સામે હું ઊભો રહું છું, તેમના જીવના સમ કે, હું કંઈ પણ લઈશ નહિ.” તેણે તે લેવા એલિશાને આગ્રહ કર્યો; પણ એણે માન્યું નહિ.


તેના ચાકરોમાંના એકે કહ્યું, “હે મારા મુરબ્બી રાજા, એમ નથી; પણ જે વચનો તમે તમારા શયનગૃહમાં બોલો છો, તે ઇઝરાયલમાંનો પ્રબોધક એલિશા ઇઝરાયલના રાજાને કહી દે છે.”


પરંતુ રાજા તો ઈશ્વરમાં આનંદ કરશે; જે તેમના સમ ખાય છે તે દરેકનો જય થશે; કેમ કે જૂઠું બોલનારાનાં મોં તો બંધ કરી દેવામાં આવશે.


સત્યનો હોઠ સદા ટકશે; પણ જૂઠી જીભ તો ક્ષણભર ટકે છે.


જૂઠા હોઠો યહોવાને કંટાળરૂપ છે; પણ સત્યથી વર્તનારાઓ તેને આનંદરૂપ છે.


શું તું તારે પોતાને માટે મહત્તા શોધે છે? શોધીશ નહિ; કેમ કે યહોવા કહે છે કે, હું માણસમાત્ર પર વિપત્તિ લાવીશ. પણ તું જ્યાં જ્યાં જશે, ત્યાં ત્યાં હું તારો જીવ લૂંટ તરીકે તને આપીશ.”


આ મંદિર ઉજ્જડ પડી રહેલું છે, તે દરમિયાન તમારે તમારાં છતવાળાં ઘરોમાં રહેવાનો આ વખત છે‍ શું?”


માંદાંઓને સાજાં કરો, રક્તપિત્તીઓને શુદ્ધ કરો, મૂએલાંઓને ઉઠાડો, અશુદ્ધ આત્માઓને કાઢો:તમે મફત પામ્યા, મફત આપો.


મેં કોઈના રૂપાનો, સોનાનો કે વસ્‍ત્રનો લોભ કર્યો નથી.


કેવી રીતે ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી જોઈએ, તે મેં બધી વાતે તમને કરી બતાવ્યું છે. અને ‘લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે, ’ એ પ્રભુ ઈસુનું વચન જે તેમણે પોતે કહ્યું છે, એ તમારે યાદ રાખવું જોઈએ.”


ત્યારે પિતરે તેને કહ્યું, “પ્રભુના આત્માનું પરીક્ષણ કરવાને તમે બન્‍નેએ કેમ સંપ કર્યો છે? જો, તારા પતિને દાટનારાઓનાં પગલાં બારણે આવી પહોંચ્યાં છે, અને તેઓ તને પણ લઈ જશે.”


કેમ કે હું તો શરીરે ગેરહાજર છતાં, આત્માએ હાજર હોવાથી, જાણે હું પોતે હાજર હોઉં તેમ એ કામ કરનારનો ન્યાય કરી ચૂક્યો છું


કેમ કે દેહમાં હું દૂર છું, તોપણ આત્મામાં તમારી સાથે છું. અને તમારી સુવ્યવસ્થા તથા ખ્રિસ્ત પરના તમારા વિશ્વાસની દ્રઢતા જોઈને આનંદ પામું છું.


Lean sinn:

Sanasan


Sanasan