૨ રાજા 5:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 આ [એક] બાબતમાં યહોવા મને ક્ષમા કરો. એટલે કે જ્યારે મારો ધણી મારા હાથ પર ટેકો દઈને રિમ્મોનના મંદિરમાં પૂજા કરવા જાય છે, ત્યારે હુ રિમ્મોનના મંદિરમાં નમું છું. રિમ્મોનના મંદિરમાં મારા નમવાની બાબતમાં યહોવા તમારા સેવકને ક્ષમા કરો.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 હું મારા રાજા સાથે અરામના દેવ રિમ્મોનના મંદિરમાં જઉં છું, ત્યારે તેની આગળ નમું છું એ બાબતમાં પ્રભુ મને ક્ષમા કરો. પ્રભુ મને જરૂર ક્ષમા કરશે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 પણ જ્યારે મારા રાજા મારા હાથ પર ટેકો દઈને રિમ્મોનના મંદિરમાં સેવા કરવા જાય છે, ત્યારે હું રિમ્મોનના મંદિરમાં નમું છું. કૃપા કરી તમારા ચાકરની આ બાબત યહોવાહ ક્ષમા કરો.” Faic an caibideilપવિત્ર બાઈબલ18 માંત્ર આટલી એક બાબતમાં હું યહોવાની ક્ષમાં યાચું છું, અને તે એ કે માંરા રાજા જયારે રિમ્મોન દેવના મંદિરમાં પૂજા કરવા જાય છે, ત્યારે માંરા હાથનો ટેકો લે છે. અને તેઓ ત્યાં પગે લાગે છે. ત્યારે હું પણ પગે લાગું છું. યહોવા, આ સેવકને આટલી ક્ષમાં કરો.” Faic an caibideil |