Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 4:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 એક દિવસ એવું બન્યું કે, એલિશા શૂનેમ ગયો. ત્યાં એક શ્રીમંત સ્ત્રી રહેતી હતી. તેણે આગ્રહ કરીને એલિશાને રોટલી ખવડાવી. અને એમ થયું કે તે જેટલી વાર ત્યાં થઈને જતો હતો, તેટલી વાર તે રોટલી ખાવા ત્યાં જતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 એક દિવસે એલિશા શૂનેમ ગયો, જ્યાં એક ધનવાન સ્ત્રી રહેતી હતી. તેણે તેને જમવા આમંત્રણ આપ્યું, અને તે પછી તે જ્યારે જ્યારે શૂનેમ જતો ત્યારે ત્યારે તેને ત્યાં જ જમતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 એક દિવસ એવું બન્યું કે, એલિશા શુનેમ ગયો ત્યાં એક ધનવાન સ્ત્રી રહેતી હતી. તે સ્ત્રીએ તેને જમવા માટે આગ્રહ કર્યો. અને એમ થયું કે, એલિશા જેટલી વાર ત્યાંથી જતો, તેટલી વાર તે જમવા માટે ત્યાં રોકાતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 એક દિવસ એવું બન્યું કે એલિશા શૂનેમ ગયો હતો. ત્યાં એક ધનવાન સ્રીએ તેને રહેવા અને જમવા માંટે આમંત્રિત કર્યો; આથી તે જયારે જયારે એ બાજુ આવતો, ત્યારે ત્યારે ત્યાં રોકાતો અને જમતો.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 4:8
16 Iomraidhean Croise  

અને તેણે તેઓને બહુ આગ્રહ કર્યો; ત્યારે તેઓ વળીને તેને ત્યાં ગયા ને તેના ઘરમાં પેઠા. અને તેણે તેઓને માટે ભોજન તૈયાર કર્યું, ને બેખમીર રોટલી કરી, ને તેઓએ ખાધું.


હવે બાર્ઝિલ્લાય ઘણો વૃદ્ધ, એટલે એંશી વર્ષનો માણસ હતો; અને રાજાનો મુકામ માહનાઈમમાં હતો, તે દરમિયાન તેણે તેને ખોરાક પૂરો પાડ્યો હતો; કેમ કે તે ઘણો મોટો માણસ હતો.


તેથી સુંદર કન્યા માટે તેઓએ ઇઝરાયલની સર્વ સીમામાં શોધ કરી, તો શૂનામ્મી અબીશાગ [નામે એક કુમારિકા] મળી, ને તેને તેઓ રાજા પાસે લાવ્યા.


અને તે છોકરો મોટો થયો, ત્યાર એક દિવસે એમ બન્યું કે તે [ઘરેથી] નીકળીને તેના પિતા પાસે લણનારા હતા ત્યાં ગયો.


વળી સાત હજાર ઘેટાં, ત્રણ હજાર ઊંટ, પાંચસો જોડ બળદ, પાંચસો ગધેડીઓ, અને પુષ્કળ રાચરચીલું, એ તેની સંપત્તિ હતી. તેથી એ પૂર્વના લોકોમાં સૌથી મોટો પુરુષ મનાતો હતો.


મોટી ઉંમરવાળા બુદ્ધિમાન છે, એમ નહિ, અને વૃદ્ધો ન્યાય સમજે છે એમ હમેશાં હોતું નથી.


તે પોતાના ઘણા મીઠા બોલોથી તેને વશ કરે છે, અને પોતાના હોઠોની ખુશામતથી તે તેને તાણી જાય છે.


તેમ જ જેને બે, તે પણ બીજા બે કમાયો.


કેમ કે તે પ્રભુની આગળ મોટો થશે, ને દ્રાક્ષારસ કે દારૂ તે પીશે નહિ. તે પોતાની માના પેટથી પવિત્ર આત્માએ ભરપૂર હશે.


ધણીએ દાસને કહ્યું કે, ‘સડકે તથા પગથીએ જઈને તેઓને આગ્રહ કરીને તેડી લાવ કે, મારું ઘર ભરાઈ જાય.’


તેઓએ તેમને આગ્રહ કર્યો, “અમારી સાથે રહો. કેમ કે સાંજ થવા આવી છે, અને દિવસ નમી ગયો છે.” તેઓની સાથે રહેવા માટે તે અંદર ગયા.


તેનું તથા તેના ઘરનાં માણસોનું બાપ્તિસ્મા થયા પછી તેણે કાલાવાલા કરીને કહ્યું, “જો તમે મને પ્રભુ પ્રત્યે વિશ્વાસુ ગણતા હો, તો મારે ઘેર આવીને રહો.” તેણે અમને [આવવાનો] ઘણો આગ્રહ કર્યો.


અને તેઓની સીમા [આ નગરો] સુધી આવેલી છે: એટલે યિઝ્રેલ તથા કસુલ્‍લોથ તથા શૂનમ;


તે વૃદ્ધ માણસે તેને કહ્યું, “તને શાંતિ થાઓ. તારે જે જોઈએ તેનો ભાર મારે માથે રહેવા દે. એટલું જ કે રસ્તામાં મુકામ ન કર.”


અને પલિસ્તીઓ એકત્ર થયા, ને આવીને શૂનેમમાં છાવણી નાખી. શાઉલે સર્વ ઇઝરાયલને ભેગા કર્યા, ને તેઓએ ગિલ્બોઆમાં છાવણી નાખી.


Lean sinn:

Sanasan


Sanasan