Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 4:35 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 પછી તે પાછો ઊતર્યો, ને ઘરમાં આમતેમ એક ફેરો ખાધો; પછી ફરીથી ઉપર ચઢીને તે તેના પર લાંબો થઈને સૂતો; એટલે છોકરાએ સાત વાર છીંક ખાધી, ને છોકરાએ આંખો ઉઘાડી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

35 એલિશા ઊભો થયો, અને ઓરડીમાં ફરવા લાગ્યો અને ફરીથી છોકરા પર સૂતો. છોકરાએ સાત વાર છીંક ખાધી અને પછી પોતાની આંખો ઉઘાડી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 પછી એલિશાએ ઊભા થઈને ઘરમાં ચારે બાજુ આંટા માર્યા પછી તે ફરીથી બાળક પર લાંબો થઈને સૂઈ ગયો. એટલે બાળકે સાત વખત છીંક ખાધી અને પોતાની આંખો ઉઘાડી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

35 પછી એલિશા ઊભો થયો અને ઓરડામાં આંટા માંરી ફરી છોકરા પર સૂઇ ગયો. પછી છોકરાને સાત વખત છીંક આવી અને પોતાની આંખો ઉઘાડી.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 4:35
13 Iomraidhean Croise  

પછી તેણે તે છોકરા પર ત્રણ વખત લાંબા થઈને યહોવાને વિનંતી કરી, “હે મારા ઈશ્વર યહોવા, કૃપા કરીને આ છોકરાનો જીવ એનામાં પાછો અવવા દો.”


અને યહોવાએ એલિયાની વિનંતી સાંભળી. અને છોકરાનો જીવ તેનામાં પાછો આવ્યો, ને તે જીવતો થયો.


અને તેણે પોતાના ચાકરને કહ્યું, “ઉપર જઈને સમુદ્ર તરફ નજર કર.” તેણે ઉપર જઈને નજર કરીને કહ્યું, “કંઈ પણ નથી.” તેણે કહ્યું, “ફરી સાત વાર જા.”


અને તેઓએ કોઈએક માણસને દાટતા હતા ત્યારે એમ થયું કે, જુઓ, એક ટોળીને આવતી જોઈને તેઓએ તે માણસને એલિશાની કબરમાં નાખી દીધો. અને તે માણસ એલિશાના હાડકાંને અડક્યો કે તરત તે જીવતો થયો, ને ઊઠીને ઊભો થયો.


પછી એલિશાએ ગેહઝીને બોલાવીને કહ્યું, “એ શુનામ્મીને બોલાવ.” એટલે તેણે એને બોલાવી. જ્યારે એ તેની પાસે આવી ત્યારે એલિશાએ કહ્યું, ”તારા દીકરાને ઉઠાવી લે.”


એલિશાએ તેની પાસે માણસ મોકલીને કહાવ્યું, “તમે જઈને યર્દનમાં સાત વાર સ્નાન કરો, એટલે તમને નવું માસ આવશે, ને તમે શુદ્ધ થશો.”


એટલે તે ગયો, ને ઈશ્વરભક્તના કહ્યા પ્રમાણે યર્દનમાં સાત વાર ડૂબકી મારી, એટલે તેનું માસ બદલાઈને નાના છોકરાના માંસ જેવું થઈ ગયું, ને તે શુદ્ધ થયો.


જે સ્ત્રીના છોકરાને એલિશાએ જીવતો કર્યો હતો તેને એલિશાએ કહ્યું, “ઊઠ, તું તારા ઘરના માણસોને લઈને જા, ને જ્યાં તારાથી જઈને રહેવાય ત્યાં રહે; કેમ કે યહોવાએ દુકાળનો હુકમ કર્યો છે.અને વળી તે સાત વર્ષ સુધી દેશ પર ચાલુ રહેશે.”


અને મૂએલાને એલિશાએ કેવી રીતે સજીવન કર્યો હતો, એ ગેહઝી રાજાને કહી સંભળાવતો હતો. તે જ વખતે એમ થયું કે, જુઓ, જે સ્ત્રીના દીકરાને એલિશાએ સજીવન કર્યો હતો તેણે [આવીને] રાજા આગળ પોતાના ઘર માટે તથા પોતાની જમીન માટે અરજ કરી. ગેહઝીએ કહ્યું, “હે મારા મુરબ્બી રાજા, આ તે જ સ્ત્રી છે, ને આ તેનો દીકરો છે કે, જેને એલિશાએ સજીવન કર્યો હતો.”


તેનો આત્મા પાછો આવ્યો, ને તે તરત ઊઠી. અને તેમણે તેને ખાવાનું આપવાનો હુકમ કર્યો.


પણ પિતરે તે સર્વને બહાર કાઢીને ઘૂંટણે પડીને પ્રાર્થના કરી પછી શબ તરફ ફરીને તેણે કહ્યું, “તાબીથા, ઊઠ.” ત્યારે તેણે પોતાની આંખો ઉઘાડી અને પિતરને જોઈને તે બેઠી થઈ.


Lean sinn:

Sanasan


Sanasan