Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 4:31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 ગેહઝી તેમની આગળ ચાલ્યો ગયો, ને છોકરાના મોં પર લાકડી મૂકી, પણ નહિ કંઈ વાણી કે નહિ કંઈ ધ્યાન. માટે તેને મળવા પાછો આવીને તેણે ઈશ્વરભક્તને એવી ખબર આપી, “છોકરો જાગૃત થયો નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

31 ગેહઝી આગળ ગયો અને છોકરા પર એલિશાની લાકડી ધરી રાખી, પણ ન તો કંઈ અવાજ થયો કે ન તો જીવ આવ્યાનો બીજો કોઈ સંકેત મળ્યો. તેથી તે એલિશા પાસે પાછો ફર્યો અને કહ્યું, “છોકરો જીવતો થયો નથી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 ગેહઝી તેઓના કરતાં વહેલો પહોંચી ગયો હતો. તેણે બાળકના મુખ પર લાકડી મૂકી, પણ બાળક કશું બોલ્યો નહિ કે સાંભળ્યું નહિ. તેથી ગેહઝી તેને મળવા આવ્યો અને કહ્યું, “બાળક હજુ જાગ્યો નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 ગેહઝીને તે લોકો કરતાં વહેલાં પહોંચી જઈને લાકડી છોકરાના મોં પર મૂકી, પણ જીવનાં કોઈ લક્ષણ જણાયાં નહિ, આથી તેણે પાછા જઈ એલિશાને જણાવ્યું કે, “છોકરો, હજુ જાગ્યો નથી.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 4:31
17 Iomraidhean Croise  

જે ગોધો તેમને આપવામાં આવ્યો તે લઈને તેઓએ તે તૈયાર કર્યો. અને બાલને નામે સવારથી તે છેક બપોર સુધી વિનંતી કરી, “હે બાલ, અમને ઉત્તર આપો.” પણ કંઈ વાણી થઈ નહિ, ને ઉત્તર આપનાર કોઈ ન હતો.અને જે વેદી બાંધવામાં આવી હતી તેની આસપાસ તેઓએ કૂદાકૂદ કરી મૂકી


બપોર થઈ ગયા પછી એમ થયું કે સાંજનું અર્પણ ચઢાવવાના સમય સુધી તેઓએ પ્રબોધ કર્યો. પણ કંઈ વાણી થઈ નહિ, તેમ જ ઉત્તર આપનાર કે ગણકારનાર કોઈ ન હતું.


એલિશા ઘરમાં આવ્યો ત્યારે જુઓ, છોકરો મૂએલો તથા તેના પલંગ પર સુવાડેલો હતો.


પણ ઈશ્વરભકત એલિશાના ‍ચાકર ગેહઝીએ કહ્યું, “જો, આ અરામી નામાન જે લાવ્યો હતો, તે તેની પાસેથી લીધા વગર મારા શેઠે એને જવા દીધો છે; પણ યહોવાના જીવના સમ કે હું તો એની પાછળ દોડીને એની પાસેથી કેટલુંક લઈશ.”


જે સ્ત્રીના છોકરાને એલિશાએ જીવતો કર્યો હતો તેને એલિશાએ કહ્યું, “ઊઠ, તું તારા ઘરના માણસોને લઈને જા, ને જ્યાં તારાથી જઈને રહેવાય ત્યાં રહે; કેમ કે યહોવાએ દુકાળનો હુકમ કર્યો છે.અને વળી તે સાત વર્ષ સુધી દેશ પર ચાલુ રહેશે.”


એમ માણસ સૂઈ જઈને પાછો ઊઠતો નથી. આકાશો નષ્ટ થશે ત્યાં સુધી તે જાગશે નહિ, અને તેને ઊંઘમાંથી ઉઠાડવામાં આવશે નહિ.


“હે મનુષ્યપુત્ર, આ માણસોએ પોતાની મૂર્તિઓને પોતાના હ્રદયમાં સંઘરી રાખી છે, ને પોતાની દુષ્ટતારૂપી ઠેસ પોતાની આગળ મૂકી છે. શું હું તેમના પ્રશ્નોનો કંઈ પણ ઉત્તર આપું?


અને જેઓ પૃથ્વીની ધૂળમાં ઊંઘેલા છે તેઓમાંના ઘણા જાગી ઊઠશે, કેટલાક અનંતજીવનમાં [દાખલ થશે] અને કેટલાક અનંતકાળ સુધી લજ્જિત અને ધિક્કારપાત્ર થશે.


અને તે અંદર આવીને તેઓને કહે છે, “તમે કેમ ગડબડ કરો છો ને રડો છો? છોકરી તો મરી નથી ગઈ, પણ ઊંઘે છે.”


તેમણે એ વાતો કહી, અને ત્યાર પછી તે તેઓને કહે છે, “આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે. પણ હું તેને ઊંઘમાંથી જગાડવા માટે જવાનો છું.”


માટે કહેલું છે, “ઊંઘનાર, જાગ, ને મૂએલાંમાંથી ઊઠ, ને ખ્રિસ્ત તારા પર પ્રકાશ પાડશે.”


અને શાઉલે ઈશ્વરની સલાહ પૂછી, “હું પલિસ્તીઓની પાછળ પડું? શું તમે તેઓને ઇઝરાયલના હાથમાં સોંપશો?” પણ યહોવાએ તે દિવસે તેને કંઈ ઉત્તર આપ્યો નહિ.


અને શાઉલે યહોવાની સલાહ પૂછી ત્યારે યહોવાએ તેને સ્વપ્નથી, કે ઉરીમથી, કે પ્રબોધકોની મારફતે કંઈ પણ ઉત્તર આપ્યો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan