Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 4:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 ચાકર તેને ઊંચકીને તેની મા પાસે લાવ્યો, ત્યારે તે તેના ખોળામાં બપોર સુધી બેઠો, ને પછી મરણ પામ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 નોકર છોકરાને ઊંચકીને તેની મા પાસે લઈ ગયો. માએ તેને બપોર સુધી ખોળામાં રાખ્યો અને તેટલા સમયમાં તો તે મરી ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તેથી ચાકર તે બાળકને ઊંચકીને તેની માતા પાસે લઈ ગયો. તે બાળક તેની માતાના ખોળામાં બપોર સુધી બેઠો અને પછી મરણ પામ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 તેથી તે છોકરાને ઘેર લઈ ગયો, તે (છોકરો) તેની માંતાના ખોળામાં બપોર સુધી બેઠો અને પછી મૃત્યુ પામ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 4:20
14 Iomraidhean Croise  

અને તેમણે કહ્યું, “હવે તારો દીકરો; તારો એકનો એક દીકરો, ઇસહાક, જેના પર તું પ્રેમ કરે છે, તેને લઈને મોરિયા દેશમાં ચાલ્યો જા. અને ત્યાં જે પર્વતો હું તને બતાવું તેઓમાંના એક પર તું તેનું દહનીયાર્પણ કર.”


હવે ઇઝરાયલ તેના સર્વ દિકરાઓ કરતાં યૂસફ પર વિશેષ‍ પ્રેમ કરતો હતો, કેમ કે તે તેના ઘડપણનો દીકરો હતો. અને તેણે તેને માટે એક રંગિત ઝભ્‍ભો સિવડાવ્યો હતો.


અને યૂસફને સ્વપ્ન આવ્યું, ને તેણે તેના ભાઈઓને તે કહી સંભળાવ્યું; અને તેઓ તેના પર વત્તો દ્વેષ કરતા હતા.


એ બિનાઓ પછી એમ બન્યું કે, તે સ્ત્રીનો, એટલે તે ઘરની માલિકણનો, દીકરો માંદો પડ્યો. અને તેની માંદગી એટલી ભારે હતી કે આખરે તેનો શ્વાસ બંધ પડી ગયો.


છોકરાએ પોતાના પિતાને કહ્યું, “મારું માથું, મારું માથું.” એટલે તેણે પોતાના‍ ચાકરને કહ્યું, “એને ઊંચકીને એની મા પાસે લઈ જા.”


અને ઊપર જઈને સ્ત્રીએ ઈશ્વરભક્તના પલંગ પર તેને સુવાડ્યો, ને તેને અંદર રહેવા દઈને [બારણું] બંધ કરીને તે બહાર ગઈ.


[પ્રભુ કહે છે] “શું સ્ત્રીઓ પોતાના પેટના દીકરા પર દયા ન કરે, એવી રીતે કે તે પોતાના ધાવણા બાળકને વીસરી જાય? હા, કદાચ તેઓ વીસરે, પરંતુ હું તને વીસરીશ નહિ.


જેમ કોઈ માણસને તેની મા દિલાસો આપે છે, તે પ્રમાને હું તમને દિલાસો આપીશ; અને યરુશાલેમમાં તમે દિલાસો પામશો.


હા, અને તારા પોતાના જીવને તરવાર વીંધી નાખશે; એ માટે કે ઘણાં [માણસોનાં] મનની કલ્પના પ્રગટ થાય.”


હવે શહેરના દરવાજા પાસે તે આવ્યા, ત્યારે, જુઓ, તેઓ એક મૂએલા માણસને બહાર લઈ જતા હતા; અને તે તેની માનો એકનો એક દીકરો હતો, તે તો વિધવા હતી. અને શહેરના ઘણા લોકો તેની સાથે હતા.


ત્યારે ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું કે, લાજરસ મરી ગયો છે.


એ માટે બહેનોએ તેમને કહેવડાવી મોકલ્યું, “પ્રભુ, જેના પર તમે પ્રેમ રાખો છો, તે માંદો છે.”


હવે માર્થા તથા તેની બહેન તથા લાજરસ ઉપર ઈસુ પ્રેમ રાખતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan