Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 4:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તેણે કહ્યું, ”આ સમયે વખત આવ્યે તું છોકરાને આલિંગન કરશે.” એ સ્ત્રીએ કહ્યું, “ના, હે મારા મુરબ્બી ઈશ્વરભક્ત, તમારી દાસીને જૂઠું કહેશો નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 એલિશાએ તેને કહ્યું, “આવતે વર્ષે આ સમયે તારી ગોદમાં પુત્ર હશે.” તે બોલી ઊઠી, “ગુરુજી, કૃપા કરી મને જૂઠું ન કહેશો. તમે તો ઈશ્વરભક્ત છો!”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 એલિશાએ કહ્યું, “આવતા વર્ષના નિયત સમયે તને બાળક જન્મશે.” પણ તેણે કહ્યું, “ના, મારા માલિક ઈશ્વરભક્ત, તમારી દાસીને જૂઠું કહેશો નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 એટલે દેવના માંણસે કહ્યું, “આવતે વર્ષે આ વખતે તારા ખોળામાં બાળક હશે.” પણ તેણે કહ્યું, “ના, દેવભકત! આપ દેવના ભકત છો! આ દાસીને છેતરશો નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 4:16
16 Iomraidhean Croise  

પણ ઇસહાક જેને આવતા વર્ષમાં ઠરાવેલે વખતે સારા તારે માટે જન્મ આપશે, તેની સાથે હું મારો કરાર સ્થાપીશ.”


અને યહોવાએ કહ્યું, “હું ખચીત સમય આવ્યે તારી પાસે પાછો આવીશ. અને, જો, તારી પત્ની સારાને દીકરો થશે.” અને તેની પાછળ તંબુનું બારણું હતું ત્યાંથી સારાએ તે સાંભળ્યું.


તે સ્ત્રીએ એલિયાને કહ્યું, “હે ઈશ્વરભક્ત, તમારે મારી વિરુદ્ધ શું છે? શું તમે મારા અપરાધનું સ્મરણ કરાવવા, તથા મારા દીકરાને મારી નાખવા માટે મારી પાસે આવ્યા છો?”


તે સ્ત્રીએ એલિયાને કહ્યું, “હવે હું જાણું છું કે તમે ઈશ્વરભક્ત છો, ને તમારા મુખમાં યહોવાનું જે વચન છે તે સત્ય છે.”


ઓબાદ્યાએ કહ્યું, “મેં શો અપરાધ કર્યો છે કે તમે મને મારી નંખાવવા માટે આ તમારા સેવકને આહાબના હાથમાં સોંપવા ઇચ્છો છો?


તે નગરના માણસોએ એલિશાને કહ્યું, “કૃપા કરીને જુઓ, મારો મુરબ્બી જુએ છે તેમ આ નગરનું સ્થળ તો મનોરંજક છે, પણ પાણી ખરાબ છે, ને દેશના ફળ [કાચાં ને કાચાં] ખરી પડે છે.”


અને તેણે કહ્યું, “તેને બોલાવ.” એલિશાએ એને બોલાવી, એટલે તે [આવીને] બારણામાં ઊભી રહી.


પછી તે સ્ત્રીને ગર્ભ રહ્યો, ને એલિશાએ તેને કહ્યું હતું તેમ, તે સમયે વખત આવ્યો ત્યારે તેને પુત્રનો પ્રસવ થયો.


પછી તેણે કહ્યું, “શું મેં મારા મુરબ્બી પાસેથી પુત્ર માગ્યો હતો? શું મેં નહોતું કહ્યું કે, મને ભરમાવશો નહિ?”


મારાં ગભરાટમાં મેં કહી દીધું, “સર્વ માણસો જૂઠાં છે.”


પણ દૂતે તેને કહ્યું, “ગભરાઈશ નહિ ઝખાર્યા, કેમ કે તારી વિનંતી સાંભળવામાં આવી છે, ને તારી પત્ની એલિસાબેતને દીકરો થશે. તેનું નામ તું યોહાન પાડશે.


Lean sinn:

Sanasan


Sanasan