Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 4:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તેણે તે [ના ચાકર] ને કહ્યું કે, હવે તેને પૂછ કે, જો, તેં અમારે માટે આ બધી કાળજી ને ચિંતા રાખી છે; તો તારે માટે શું કરીએ? શું તારી એવી ઇચ્છા છે કે રાજાને કે સેનાપતિને તારે માટે ભલામણ કરવામાં આવે?” તેણે ઉત્તર આપ્યો, “હું મારા પોતાના લોકમાં વસું છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 એલિશાએ ગેહઝીને કહ્યું, “તેણે આપણી ખૂબ સારસંભાળ લીધી છે. ભારે જહેમત ઉઠાવી છે. તો હવે તેના બદલામાં હું તેને માટે શું કરું તે તેને પૂછી જો. હું રાજા કે સેનાપતિ પાસે જઈ તેમને માટે ભલામણ કરું એવી કદાચ તેની ઇચ્છા હોય.” તેણે જવાબ આપ્યો, “હું મારા લોક સાથે વસું છું અને બધી વાતે સુખી અને સંપન્‍ન છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 એલિશાએ ચાકરને કહ્યું, “તેને પૂછ કે, ‘તેં અમારી આટલી કાળજી કરીને ચિંતા રાખી છે. અમે તારા માટે શું કરીએ? શું તારી એવી ઇચ્છા છે કે રાજા કે સેનાપતિને તારા માટે ભલામણ કરીએ?” તે સ્રીએ કહ્યું, “હું તો મારા પોતાના લોકો વચ્ચે રહું છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 દેવના માંણસે નોકરને કહ્યું, “તું એને એમ કહે કે, ‘તેં અમાંરા માંટે આટલી બધી તકલીફ ઉઠાવી છે તો અમે તારા માંટે શું કરીએ? રાજા કે લશ્કરના સેનાપતિ તારું ધ્યાન રાખે કે તને બીજી કોઇ મદદ જોઇએ છે?’” પણ તે સ્રીએ જવાબ આપ્યો, “હું માંરા પોતાના માંણસો વચ્ચે રહું છું અને હું સુખી છું.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 4:13
22 Iomraidhean Croise  

જુવાનોએ જે ખાધું છે તે વગર, ને જે માણસો મારી સાથે આવ્યા, તેઓના ભાગ વગર હું કંઈ લેવાનો નથી. તેઓ, એટલે આનેર તથા એશ્કોલ તથા મામરે, પોતપોતાનો ભાગ લે.”


અને તમે અમાસાને કહો કે, તું મારું હાડકું તથા મારું માંસ નથી શું? જો તું મારી હજૂરમાં યોઆબને સ્થાને કાયમનો સેનાપતિ ન થાય, તો ઈશ્વર એવું ને એ કરતાં પણ વધારે મને કરો.”


અને તેણે વહેવડાવેલું રકત યહોવા તેના પોતાના માથા પર પાછું વાળશે; કેમ કે મારા પિતા દાઉદ ન જાણે તેમ, તેણે પોતા કરતાં ન્યાયી ને સારા એવા બે માણસ પર, એટલે નેરના દીકરા તથા ઇઝરાયલના સેનાધિપતિ આબ્નેર પર, અને યેથેરના દીકરા એટલે યહૂદિયાના સેનાધિપતિ અમાસા પર, તૂટી પડીને તેઓને તરવારથી કતલ કર્યા હતા.


અને તેણે પોતાના ચાકર ગેહઝીને કહ્યું, “એ શુનામ્મીને બોલાવ.” અને તેણે એને બોલાવી, એટલે તે [આવીને] તેની આગળ ઊભી રહી.


ત્યારે તેણે પૂછ્યું, “ત્યારે એને માટે શું કરવું?” ગેહઝીએ ઉત્તર આપ્યો, ખરેખર, તેને પુત્ર નથી, ને તેનો પતિ વૃદ્ધ છે.”


જે સ્ત્રીના છોકરાને એલિશાએ જીવતો કર્યો હતો તેને એલિશાએ કહ્યું, “ઊઠ, તું તારા ઘરના માણસોને લઈને જા, ને જ્યાં તારાથી જઈને રહેવાય ત્યાં રહે; કેમ કે યહોવાએ દુકાળનો હુકમ કર્યો છે.અને વળી તે સાત વર્ષ સુધી દેશ પર ચાલુ રહેશે.”


તે આવ્યો ત્યારે જુઓ, સૈન્યના સરદારો બેઠેલા હતા. તે જુવાને કહ્યું, “હે સરદાર, હું તમારે માટે સંદેશો લાવ્યો છું.” યેહૂએ કહ્યું, “અમ સર્વમાંથી કોને માટે?” તેણે કહ્યું, “હે સરદાર, તમારે માટે.”


યહોવા પર ભરોસો રાખ, અને ભલું કર; દેશમાં રહે, અને વિશ્વાસુપણાની પાછળ લાગ,


સંતોને ઘટે તેવી રીતે તમે પ્રભુને લીધે તેનો સ્વીકાર કરો, અને જે જે બાબતોમાં તેને તમારી [મદદની] જરૂર પડે તેમાં તમે તેને સહાય કરજો. કેમ કે તે પોતે જ ઘણાને તથા મને પોતાને પણ સહાય કરનાર થઈ છે.


મરિયમ જેણે તમારે માટે ઘણી મહેનત કરી તેને સલામ કહેજો.


તમારો સ્વભાવ નિર્લોભી થાય; પોતાની પાસે જે હોય તેથી સંતોષી રહો, કેમ કે તેમણે કહ્યું છે. “હું તને કદી મૂકી દઈશ નહિ, અને તને તજીશ પણ નહિ.”


કેમ કે ઈશ્વર તમારા કામને તથા તેમના નામ પ્રત્યે તમે જે પ્રેમ બતાવ્યો છે, અને સંતોની જે સેવા કરી છે, અને હજુ કરો છો, તેને વીસરે એવા અન્યાયી નથી.


Lean sinn:

Sanasan


Sanasan