Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 3:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 હવે મોઆબનો રાજા મેશા ઘેટાંનો માલિક હતો. અને તે ઇઝરાયલના રાજાને એક લાખ હલવાનનું તથા એક લાખ ઘેટાંનું ઊન ખંડણી દાખલ આપતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 મોઆબનો રાજા મેશા ઘેટાં ઉછેરતો અને તે ઇઝરાયલના રાજાને પ્રતિ વર્ષે ખંડણી પેટે એક લાખ હલવાન અને એક લાખ ઘેટાંનું ઊન આપતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 હવે મોઆબનો રાજા મેશા ઘેટાં ઉછેરતો હતો. અને તે ઇઝરાયલના રાજાને એક લાખ ઘેટાંનું અને એક લાખ હલવાનનું ઊન ખંડણી તરીકે આપતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 મોઆબનો રાજા મેશા ઘેટાં ઉછેરતો હતો, અને તે ઇસ્રાએલના રાજાને નિયમિત એક લાખ ઘેટાંનાં બચ્ચાં અને એક લાખ ઘેટાનું ઊન વસુલીરૂપે આપતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 3:4
11 Iomraidhean Croise  

અને ઇબ્રામ પાસે ઢોર તથા રૂપું તથા સોનું ઘણું હોવાથી તે બહુ ધનવાન હતો.


તેણે મોઆબીઓને હરાવ્યા, ને તેમને ભૂમિ પર સુવાડીને દોરીથિ તેમને માપ્યા. મારી નાખવા માટે તેણે બે દોરી જેટલા માપ્યા, અને જીવતા રાખવા માટે એક આખી દોરી જેટલા [માપ્યા]. પછી મોઆબીઓ દાઉદના તાબેદાર થઈને ખંડણી આપતા થયા.


પછી દમસ્કસના અરામમાં દાઉદે થાણાં બેસાડ્યાં. અને અરામીઓ દાઉદના તાબેદાર થયા, ને તેને ખંડણી આપવા લાગ્યા. દાઉદ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં યહોવાએ તેને ફતેહ પમાડી.


વળી તેણે મોઆબને હરાવ્યો. મોઆબીઓ દાઉદના તાબેદાર થઈને તેને ખંડણી ભરવા લાગ્યા.


તેણે અરણ્યમાં બુરજો બાંધ્યાં, ને ઘણા કૂવા ખોદાવ્યા, કેમ કે તેને નીચાણના પ્રદેશમાં તથા મેદાનમાં પણ ઘણાં ઢોરઢાંક હતાં. પર્વતોમાં તથા ફળદ્રુપ ખેતરોમાં તેણે પોતાના ખેડૂતો તથા દ્રાક્ષાવાડીઓમાં માળીઓ [રાખ્યા હતા] , કેમ કે તેને ખેતીવાડીનો શોખ હતો.


વળી સાત હજાર ઘેટાં, ત્રણ હજાર ઊંટ, પાંચસો જોડ બળદ, પાંચસો ગધેડીઓ, અને પુષ્કળ રાચરચીલું, એ તેની સંપત્તિ હતી. તેથી એ પૂર્વના લોકોમાં સૌથી મોટો પુરુષ મનાતો હતો.


એમ યહોવાએ અયૂબના આગલા સમય કરતાં પાછલા સમયને વધારે સમૃદ્ધિવાન કર્યો. તેની પાસે ચૌદ હજાર ઘેટાં, છ હજાર ઊંટ, એક હજાર જોડ બળદ, અને એક હજાર ગધેડીઓ થયાં.


મોઆબ મારો કળશિયો છે; અદોમ ઉપર હું મારું ખાસડું નાખીશ; હે પલિસ્તી દેશ, મારો જયઘોષ કર.”


Lean sinn:

Sanasan


Sanasan