Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 3:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 પછી તેણે પોતાનો વડો દીકરો, જે તેને સ્થાને રાજા થવાનો હતો, તેને લઈને દહનીયાર્પણ તરીકે કોટ પર તેનું બલિદાન આપ્યું. એથી ઇઝરાયલ પર [ઈશ્વરને] બહુ ક્રોધ ચઢ્યો; અને તેઓ તેની પાસેથી ચાલી નીકળીને પોતાના દેશમાં પાછા ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 તેથી તેણે પોતાનો જયેષ્ઠપુત્ર જે તેના પછી રાજા થનાર હતો તેનું નગરની દીવાલ પર બલિદાન ચઢાવ્યું. ઇઝરાયલીઓએ એથી ભયભીત થઈને નગરમાંથી પીછેહઠ કરી અને પોતાના દેશમાં પાછા ફર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 મોઆબના રાજાએ પોતાના જ્યેષ્ઠ દીકરાને દિવાલ ઉપર દહનીયાર્પણ ચઢાવ્યું જેના કારણે ઇઝરાયલીઓ ભયભીત થઈને પોતાનાં દેશમાં ચાલ્યા ગયાં. તેથી ઇઝરાયલ પર ઈશ્વરને ક્રોધ ચઢ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 મોઆબના રાજાએ તેના પછી તેનો જયે પુત્ર જે રાજા થવાનો હતો તેને લઇને નગરના કોટ પર તેનું બલિદાન ચઢાવ્યું, આથી ઇસ્રાએલીઓ એટલા તો બેબાકળા બની ગયા કે, તેઓએ પીછે હઠ કરીને પોતાને દેશ પાછા ચાલ્યા ગયા.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 3:27
14 Iomraidhean Croise  

અને ઇબ્રાહિમે આંખો ઊંચી કરીને જોયું, ને જુઓ, પાછળ એક ઘેટો ઝાડીમાં શિંગડાંએ ભરાયેલો હતો. અને ઇબ્રાહિમ જઈને તે ઘેટાને લાવ્યો, ને પોતાના દિકરાને બદલે તેનું દહનીયાર્પણ કર્યું.


અને તેમણે કહ્યું, “હવે તારો દીકરો; તારો એકનો એક દીકરો, ઇસહાક, જેના પર તું પ્રેમ કરે છે, તેને લઈને મોરિયા દેશમાં ચાલ્યો જા. અને ત્યાં જે પર્વતો હું તને બતાવું તેઓમાંના એક પર તું તેનું દહનીયાર્પણ કર.”


અને જુઓ, એક પ્રબોધકે ઇઝરાયલના રાજા આહાબ પાસે આવીને કહ્યું, “યહોવા એમ કહે છે, ‘આ બધી મોટી મેદની તેં જોઈ? જો, હું આજે તેને તારા હાથમાં સોંપી દઈશ; અને તું જાણશે કે હું યહોવા છું, ‘”


અને એક ઈશ્વરભકતે પાસે આવીને ઇઝરાયલના રાજાને કહ્યું, “યહોવા એમ કહે છે કે, અરામીઓએ કહ્યું છે કે, યહોવા તો પર્વતોનો દેવ છે, પણ તે મેદાનનો દેવ નથી; એ માટે હું આ આખો મોટો સમુદાય તારા હાથમાં સોંપીશ, ને તમે જાણશો કે હું જ યહોવા છું.”


આથી ઇઝરાયલનો રાજા ઉદાસ તથા નાખુશ થઈને પોતાને ઘેર ગયો, ને સમરુનમાં આવ્યો.


મોઆબના રાજાએ જોયું કે યુદ્ધ પોતાને ઘણું ભારે પડ્યું, ત્યારે તેણે [શત્રુઓની] અંદર થઈને અદોમના રાજા પર ઘસી જવા માટે પોતાની સાથે સાતસો તરવારિયા લીધા; પણ તેઓ [જઈ] શક્યા નહિ.


વળી મારાથી જે દીકરા તથા દીકરીઓ તને થયાં તેઓને લઈને તેં તેમની આગળ તેઓનો ભોગ આપ્યો. શું તારા વ્યભિચારો તને જૂજ લાગ્યા કે,


યહોવા કહે છે: “મોઆબના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ; કેમ કે તેણે અદોમના રાજાનાં હાડકાં બાળીને તેનો ચૂનો કર્યો.


શું હજારો ઘેટાઓથી કે તેલથી હજારો નદીઓથી યહોવા રાજી થશે? શું મારા અપરાધને લીધે હું મારા પ્રથમજનિતનું બલિદાન આપું, મારા આત્માના પાપને લીધે મારા અંગના ફળનું અર્પન કરું?


યહોવા તારા ઈશ્વર વિષે તું એમ કરીશ નહિ; કેમ કે જે સર્વ અમંગળ કર્મો પર યહોવાનો ધિક્કાર છે, તે તેઓએ તેમનાં દેવદેવીઓની સેવામાં કર્યાં છે, કેમ કે તેઓનાં દીકરાદીકરીઓને પણ તેઓ તેમનાં દેવદેવીઓની આગળ આગમાં બાળી નાખે છે.


તો હું સલાહ કરીને આમ્મોનપુત્રો પાસેથી શાંતિએ પાછો આવું ત્યારે એમ થશે કે મને મળવા માટે જે કોઈ મારા ઘરના બારણામાંથી બહાર નીકળે તે યહોવાનું થાય અને હું તેનું દહનીયાર્પણ કરીશ.”


બે મહિના પૂરા થયા પછી એમ થયું કે તે તેના પિતાની પાસે પાછી આવી, ત્યારે પોતે લીધેલી પ્રતિ પ્રમાણે તેણે તેને કર્યું. તે કુંવારી રહી હતી. તેથી ઇઝરાયલમાં એવો રિવાજ પડ્યો કે,


Lean sinn:

Sanasan


Sanasan