૨ રાજા 25:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 પછી નગરના કોટમાં ગાબડું પાડવામાં આવ્યું, ને બધાં લડાયક માણસો રાત્રે રાજાની વાડી પાસેની બે ભીંતો વચ્ચે આવેલા દરવાજાને માર્ગે થઈને [નાઠા]. (હવે કાસ્દીઓએ નગરને ઘેરી લીધું હતું છતાં) [રાજા] અરાબાને માર્ગે નાઠો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 તેથી નગરકોટમાં બાકોરું પાડવામાં આવ્યું, અને ખાલદીઓનું લશ્કર નગરની ચારે બાજુ ઘેરો ઘાલીને પડયું હોવા છતાં કેટલાક સૈનિકો રાત્રે નાસી છૂટયા. તેમણે રાજઉદ્યાનને માર્ગે બે દીવાલોની વચ્ચેના પ્રવેશદ્વાર મારફતે અરાબા એટલે યર્દનના ખીણપ્રદેશ તરફ નાસી છૂટવાનો પ્રયાસ કર્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પછી નગરના કોટને તોડવામાં આવ્યો, તે રાત્રે બધા લડવૈયા માણસો રાજાના બગીચા પાસેની બે દીવાલો વચ્ચે આવેલા દરવાજામાંથી નાસી ગયા, ખાલદીઓએ નગરને ચારેબાજુથી ઘેરી લીધું. રાજા અરાબાના માર્ગે ગયો. Faic an caibideilપવિત્ર બાઈબલ4 આખરે, નબૂખાદનેસ્સારના સૈન્યએ નગરના કોટમાં ગાબડું પાડયું અને તે રાત્રે તેમાંથી સિદકિયા અને તેના માણસો, બે દિવાલોની વચ્ચે આવેલા એક ગુપ્ત દરવાજામાંથી રાજાના બગીચાના માર્ગે શહેરમાં ચારે બાજુ બાબિલવાસીઓ હતાં તે છતાં પણ, રણ તરફ નાસી ગયા. Faic an caibideil |