Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 25:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 [ચોથા] માસને નવમે દિવસે નગરમાં એવો સખત દુકાળ હતો કે, લોકને માટે બિલકુલ ખોરાક ન હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 એ જ વર્ષના ચોથા માસને નવમે દિવસે એવો કારમો ભૂખમરો હતો કે લોકો પાસે કંઈ ખોરાક બચ્યો નહોતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તે વર્ષના ચોથા માસના નવમા દિવસે નગરમાં એટલો સખત દુકાળ પડ્યો હતો કે, દેશમાં લોકો માટે બિલકુલ ખોરાક ન હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 રાજયમાં ચોથા મહિનાના નવમા દિવશે દુકાળ એટલો સખત બની ગયો કે, ખાવા માટે કઇ ખોરાક બાકી ન રહ્યો. તે ચોથા મહિનાનો નવમો દિવસ હતો, નગરમાં અનાજની ભારે તંગી વર્તાતી હતી.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 25:3
18 Iomraidhean Croise  

એ પ્રમાણે સિદકિયા રજાના અગિયારમાં વર્ષ સુધી નગરને ઘેરો રહ્યો.


ત્યાર પછી એમ થયું કે અરામના રાજા બેન-હદાદે પોતાનું બધું સૈન્ય એકત્ર કર્યું, ને ચઢી આવીને સમરુનને ઘેરી લીધું.


સમરુનમાં ભારે દુકાળ પડ્યો, અને જુઓ, ગધેડાનું માથું રૂપાના એંશી શેકેલ, ને પા માપ કબૂતરની અઘાર રૂપાના પાંચ શેકેલ વેચાવા લાગી, ત્યાં સુધી તેઓએ તેને ઘેરી રાખ્યું હતું.


જુઓ, સૈન્યોના પ્રભૂ યહોવા યરુશાલેમમાંથી તથા યહૂદિયામાંથી ટેકો તથા રોટલી અને પાણીનો સર્વ આધાર લઈ લેનાર છે!


તેઓના શત્રુઓ, ને જેઓ તેઓનો જીવ શોધે છે તેઓ ઘેરો નાખીને તેઓને સંકડામણમાં લાવશે, તે વખતે તેઓ પોતાના દીકરાઓનું તથા પોતાની દીકરીઓનું માંસ ખાય એવું હું કરીશ, તેઓ સર્વ એકબીજાનું માંસ ખાશે.’


ત્યારે સિદકિયા રાજાએ આજ્ઞા આપી “યર્મિયાને ચોકીમાં રાખવો.” નગરમાંથી સર્વ રોટલી થઈ રહી, ત્યાં સુધી ભઠિયારાઓના મહોલ્લામાંથી તેને રોજ રોજ એક કટકો રોટલી આપવામાં આવી. આ પ્રમાણે યર્મિયા ચોકીમાં રહ્યો.


યહોવા કહે છે કે, ખચીત આ નગર બાબિલના રાજાના સૈન્યના હાથમાં સોંપવામાં આવશે, ને તે તેને જીતી લેશે.”


સિદકિયા અગિયારમા વર્ષના ચોથા માસને નવમે દિવસે નગરના કોટમાં બાકોરું પાડવામાં આવ્યું.


ચોથા માસને નવમે દિવસે નગરમાં ભૂખમરો બહુ સખત હતો, ને લોકોને ખાવા માટે બિલકુલ અન્ન ન હતું.


કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, યરુશાલેમમાંથી માણસ તથા પશુઓનો સંહાર કરવાને હું તેના પર મારી ચાર સખત શિક્ષાઓ, એટલે તરવાર, દુકાળ, હિંસક પશુઓ તથા મરકી મોકલીશ, ત્યારે કેટલો બધો [ભારે સંહાર થશે?]


એ કારણથી તારા લોકોમાં પિતા પોતાના દીકરાને ખાશે, ને દીકરા પોતાના પિતાને ખાશે; અને હું તારા લોકોમાં ન્યાયશાસનનો અમલ કરીશ, ને તારા બાકી રહેલા સર્વને ચારે દિશાએ વિખેરી નાખીશ.”


તારો ત્રીજો ભાગ મરકીથી માર્યો જશે, ને તેઓ તારી મધ્યે દુકાળથી નાશ પામશે; અને ત્રીજો ભાગ તારી આસપાસ તરવારથી પડશે; અને ત્રીજા ભાગને હું ચારે દિશાઓમાં વિખેરી નાખીશ, ને તેમની પાછળ તરવાર ખેંચીશ.


બહાર તરવાર, ને માહે મરકી તથા દુકાળ છે. જે કોઈ ખેતરમાં હશે તે તરવારથી માર્યો જશે, અને જે કોઈ શહેરમાં હશે તેને દુકાળ તથા મરકી સ્વાહા કરશે.


જ્યારે હું તમારી ઉપજીવિકાનું ખંડન કરીશ ત્યારે દશ સ્‍ત્રીઓ એક કલેડામાં તમારી રોટલી શેકશે, ને તેઓ તમારી રોટલી તોળીને તમને પાછી આપશે; અને તમે ખાશો પણ ધરાશો નહિ.


સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, ચોથા, પાંચમા, સાતમા તથા દશમા [માસ] નો ઉપવાસ યહૂદાના વંશજોને આનંદ તથા હર્ષરૂપ ને ખુશકારક ઉજાણીરૂપ થશે; માટે સત્યતા તથા શાંતિને ચાહો.


Lean sinn:

Sanasan


Sanasan