Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 25:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 [સિદકિયાની] કારકિર્દીના નવમાં વર્ષે દશમાં માસમાં, માસને દશમે દિવસે એમ થયું કે, બાબિલનો ટાજા નબૂખાદનેસ્સાર પોતાનું પૂરેપૂરું સૈન્ય લઈને યરુશાલેમ પર ચઢી આવ્યો, ને તેની સામે છાવણી નાખી. અને તેઓએ તેની સામે ચોતરફ કિલ્લા બાંધ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 સિદકિયાએ બેબિલોનના રાજા નબૂખાદનેસ્સાર સામે વિદ્રોહ કર્યો. તેથી સિદકિયાના અમલના નવમા વર્ષના દસમા મહિનાના દસમે દિવસે બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે પોતાનું પૂરું લશ્કર મોકલીને યરુશાલેમ પર આક્રમણ કર્યું. તેમણે નગરને ઘેરો ઘાલ્યો અને તેની સામે ચારેબાજુ મોરચા ઊભા કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 સિદકિયા રાજાના શાસનના નવમા વર્ષના દસમા માસના, દસમા દિવસે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે પોતાના આખા સૈન્ય સહિત યરુશાલેમ પર હુમલો કર્યો. તેણે તેની સામે છાવણી નાખી અને તેની ચારે બાજુ કિલ્લા બાંધ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 તેના શાસનના નવમા વર્ષમાં, દશમાં મહિનાના, દશમા દિવસે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે પોતાની આખી સેના સહિત આવીને યરૂશાલેમ પર હુમલો કર્યો, તેણે એ શહેરને ઘેરો ઘાલ્યો અને ચારે બાજુ ઘેરાના ઢાળીયા બાધ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 25:1
33 Iomraidhean Croise  

યહોયાકીમની કારકિર્દીમાં બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર ચઢી આવ્યો, ને યહોયાકીમ ત્રણ વર્ષ સુધી તેનો તાબેદાર રહ્યો, પછી તેણે ફરી જઈને તેની વિરુદ્ધ બંડ કર્યું.


તે સમયે બાબિલના રાજા નબૂખાદનેસ્સારના સૈનિકો યરુશાલેમ પર ચઢી આવ્યા, ને તે નગરને ઘેરી લીધું.


એ પ્રમાણે સિદકિયા રજાના અગિયારમાં વર્ષ સુધી નગરને ઘેરો રહ્યો.


પાચમાં માસમાં તે માસને સાતમે દિવસે, એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારને ઓગણત્રીસમે વર્ષે, બાબિલના રાજાનો ચાડર, એટલે રક્ષક ટુકડીનો સરદાર નબૂઝારદ્દાન યરુશાલેમ આવ્યો.


જ્યારે યહોવાએ નબુખાદનેસ્સારની મારફતે યહૂદિયા તથા યરુશાલેમ [ના લોક] નું હરણ કરાવ્યું, ત્યારે યહોસાદાકને [બંદીવાસમાં] લઈ જવામાં આવ્યો.


સિદકિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે એકવીસ વર્ષનો હતો. તેણે અગિયાર વર્ષ સુધી યરુશાલેમમાં રાજ કર્યું;


હું તારી આસપાસ ફરતી છાવણી રાખીશ, ને કિલ્લા બાંધી તને ઘેરો નાખીશ, ને તારી સામા મોરચા ઊભા કરીશ.


“કૃપા કરીને તું અમારી તરફથી યહોવાને પૂછ; કેમ કે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર અમારી સાથે યુદ્ધ કરે છે. કદાચ યહોવા પોતાનાં સર્વ અદભુત કૃત્યો પ્રમાણે અમારી સાથે એવી રીતે વર્તશે કે તે રાજા પાછો જાય.” તે પ્રસંગે યહોવા તરફથી જે વચન યર્મિયા પાસે આવ્યું તે આ.


વળી જે પ્રજા તથા જે રાજ્ય તેની, એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારની સેવા નહિ કરશે, ને પોતાની ગરદન પર બાબિલના રાજાની ઝૂંસરી નહિ મૂકશે, તે પ્રજાને તેને હાથે હું નષ્ટ કરી નાખું ત્યાં સુધી તરવારથી, દુકાળથી તથા મરકીથી તેને શિક્ષા કરીશ, એવું યહોવા કહે છે.


યહૂદિયાના રાજા સિદકિયાને દશમે વર્ષે, એટલે નબૂખાદનેસ્સારને અઢારમે વર્ષે, યહોવાનું જે વચન યર્મિયાની પાસે આવ્યું તે આ:


તે સમયે તો બાબિલના રાજાનું સૈન્ય યરુશાલેમને ઘેરાવ કરતું હતું, ને યહૂદિયાના રાજાના મહેલમાં યહેરેગીરોની ચોકીમાં યર્મિયા પ્રબોધકને કેદ કરી રાખેલો હતો.


આ મોચાઓ જુઓ! નગરને જીતી લેવા માટે તેની નજીક તેઓ ઊભા કરવામાં આવ્યા છે. અને તેના પર રહીને જે ખાલદીઓ લડે છે તેઓના હાથમાં તરવાર, દુકાળ તથા મરકીને લીધે, નગર આપવામાં આવ્યું છે. તમે જે બોલ્યા છો તે થયું છે; અને જુઓ, તમે તે જુઓ છો.


તે માટે યહોવા કહે છે, ‘જો, હું આ નગર ખાલદીઓના તથા બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપું છું, તે તેને જીતી લેશે;


ખેતરના રખેવાળોની જેમ તેઓ ચારે તરફ પડાવ નાખે છે; કેમ કે તેણે મારી સામે બંડ કર્યું છે, એવું યહોવા કહે છે.


અને તેઓને કહે, સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, જુઓ, હું મારા દાસ બાબિલના રાજા નબૂખાદનેસ્સારને તેડી મંગાવીશ, ને જે પથ્થરો મેં સંતાડયા છે, તેઓ પર તેનું રાજ્યાસન ઊભું કરીશ; અને તે પોતાનો ભવ્ય મંડપ તેઓ ઉતર ઊભો કરશે.


ઇઝરાયલ રખડેલ ઘેટો છે. સિંહોએ તેને નસાડી મૂક્યો છે; પ્રથમ તો આશૂરનો રાજા તેને ખાઈ ગયો; અને હવે છેલ્લે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે તેનાં હાડકાં ભાંગી નાખ્યા છે.


‘બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર મને ખાઈ ગયો છે, તેણે મને ખાંડયો છે, મને ખાલી પાત્રના જેવો કર્યો છે, અજગરની જેમ, તે મને ગળી ગયો છે, તેણે મારાં મિષ્ટાન્નોથી પોતાનું પેટ ભર્યું છે; તેણે મને કાઢી મૂક્યો છે.


સિદકિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે એકવીસ વર્ષનો હતો; તેણે અગિયાર વર્ષ યરુશાલેમમાં રાજ કર્યું. અને તેની માનું નામ હમૂટાલ હતું, તે લિબ્નાના યર્મિયાની દીકરી હતી.


ઘેટાંપાળકો તથા તેઓનાં ટોળાં તેમાં ફરશે; તેઓ તેની સામે ચોતરફ તંબુઓ મારશે; તેઓ દરેક પોતાની જગાએ ચરશે.


એ માટે, હે મનુષ્યપુત્ર, તુ ભવિષ્ય કહે, ને તારા હાથથી તાળીઓ પાડ; અને પ્રાણઘાતક ઘા કરનારી તરવારને ત્રણગણી [તેજ] કર. એ તો મોટા માણસને પ્રાણઘાતક ઘા કરનારી તરવાર છે, એ તો તેમને ચોતરફથી ઘેરે છે.


કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, જો, હું તૂર ઉપર ઉત્તરમાંથી બાબિલપતિ રાજાધિરાજ નબૂખાદનેસ્સારને ઘોડાઓ, રથો, ઘોડેસવારો તથા ઘણા લોકના જથા સહિત ચઢાવી લાવીશ.


અમારા બંદીવાસને પચીસમે વર્ષે, તે વર્ષની શરૂઆતના માસની દશમીએ, એટલે નગરનો પરાજય થયા પછી ચૌદમે વર્ષે, તે જ દિવસે, યહોવાનો હાથ મારા પર આવ્યો, ને તે મને ત્યાં લાવ્યા.


સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, ચોથા, પાંચમા, સાતમા તથા દશમા [માસ] નો ઉપવાસ યહૂદાના વંશજોને આનંદ તથા હર્ષરૂપ ને ખુશકારક ઉજાણીરૂપ થશે; માટે સત્યતા તથા શાંતિને ચાહો.


અને તારા આખા દેશમાંના તારા જે ઊંચા ને કિલ્લાવાળા કોટ પર તું ભરોસો રાખતો હતો, તેઓના પડી જતાં સુધી ને તારા સર્વ નગરોમાં તારી આસપાસ ઘેરો નાખશે. અને તારો આખો દેશ, જે યહોવા તારા ઈશ્વરે તને આપ્યો છે, તેમાં તારાં સર્વ નગરોમાં તે તારી આસપાસ ઘેરો નાખશે.


Lean sinn:

Sanasan


Sanasan