Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 24:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 કેમ કે જે નિર્દોષ રક્તથી યરુશાલેમને ભરી દીધું હતું, તેની ક્ષમા કરવા યહોવા રાજી નહોતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 ખાસ કરીને તો મનાશ્શાએ ઘણા નિર્દોષ માણસોને મારીને યરુશાલેમને લોહીથી તરબોળ કરી દીધું હતું એને લીધે એવું બન્યું હતું. પ્રભુ તેને તેની ક્ષમા આપવા રાજી નહોતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 અને નિર્દોષ રક્ત વહેવડાવ્યાના લીધે, તે નિર્દોષ લોહીથી તેણે યરુશાલેમને ભરી દીધું હતું, માટે યહોવાહ તેને ક્ષમા કરવા ઇચ્છતા ન હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તે કારણ હતુ કે, યહોવાએ તેમને મનાશ્શાના પાપોની સજા કરવા માટે આ હુકમ કર્યો હતો. આ એટલા માટે થયું, કારણકે તેણે નિર્દોષ લોકોને મારીને તેમના લોહીથી યરૂશાલેમને ભરી દીધું હતું. યહોવા આ પાપ માટે તેમને કદી માફ કરવા નહોતા માગતા.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 24:4
20 Iomraidhean Croise  

યહૂદિયાના રાજા મનાશ્શાએ આ ધિક્કારપાત્ર કામ કર્યા છે. તથા તેની અગાઉના અમોરીઓએ કર્યું હતું તે બધા કરતાં વધારે ભૂંડું તેણે કર્યું છે, ને યહૂદિયા પાસે પણ પોતાની મૂર્તિઓ વડે પાપ કરાવ્યું છે.


વળી મનાશ્શાએ યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કરીને પોતાના પાપ વડે યહૂદિયા પાસે પાપ કરાવ્યું, તે ઉપરાંત તેણે એટલું બધું નિરપરાધી રક્ત પણ વહેવડાવ્યું કે તેથી યરુશાલેમ એક છેડાથી તે બીજા છેડા સુધી ભરાઈ ગયું.


તોપણ જે બધાં ક્રોધજનક કૃત્યોથી મનાશ્શાએ યહોવાને રોષ ચઢાવ્યો હતો તેને લીધે તેનો જે મોટો કોપ યહૂદિયા વિરુદ્ધ સળગ્યો હતો, તેનો જુસ્સો નરમ પડ્યો નહિ.


હવે યહોયાકીમના બાકીના કૃત્યો, તથા તેણે જે કર્યું તે સર્વ યહૂદિયાના કાળવૃત્તાંતનાં પુસ્તકમાં લખેલાં નથી શું?


તેઓએ નિરપરાધી રક્ત, એટલે પોતાનાં દીકરાદીકરીઓનું રક્ત, વહેવડાવ્યું; તેઓએ એમને કનાનની મૂર્તિઓને ચઢાવ્યાં; અને રક્તથી દેશને અશુદ્ધ કર્યો.


એટલે ગર્વિષ્ઠ આંખો, જૂઠાબોલી જીભ, નિર્દોષ લોહી વહેવડાવનાર હાથ;


વળી યહૂદિયાના રાજા હિઝકિયાના પુત્ર મનાશ્શાને લીધે, એટલે યરુશાલેમમાં તેણે જે જે કર્યું તેને લીધે, હું તેઓને પૃથ્વીનાં સર્વ રાજ્યોમાં આમતેમ રખડાવીશ.


તેઓએ મારો ત્યાગ કર્યો છે, આ સ્થળને ભ્રષ્ટ કર્યું છે, તેઓએ તથા તેઓના પૂર્વજોએ તથા યહૂદિયાના રાજાઓએ જેઓને જાણ્યા નહોતા તે અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે, ને આ સ્થળને નિરપરાધીઓના રક્તથી ભર્યું છે.


વળી તારા વસ્ત્રોમાં નિર્દોષ ગરીબ માણસનું રક્ત મળી આવ્યું છે. તેઓ ખાતર પાડતા હતા ત્યારે તેઓ તને જડયા એમ તો નહિ, પણ આ બધા ઉપર તે [રક્ત] છે.


પણ લૂંટી લેવું તથા નિર્દોષ રક્ત પાડવું, તથા જુલમ અને બલાત્કાર ગુજારવો, એ સિવાય બીજા કશા પર તારી આંખો તથા તારું હ્રદય લાગેલાં નથી.”


કેમ કે તેઓએ આ નગર બાંધ્યું ત્યારથી તે આજ સુધી તે મને કોપજનક તથા રોષજનક થઈ રહેલું છે!


અમે અપરાધ તથા બંડ કર્યાં છે; તમે ક્ષમા કરી નથી.


તારે કહેવું કે, પ્રભુ યહોવા કહે છે કે, હે પોતાનો કાળ લાવવા માટે પોતાની મધ્યે રક્ત વહેવડાવનાર, ને પોતાને ભ્રષ્ટ કરવા માટે મૂર્તિઓ બનાવીને પોતાનું નુકસાન કરનાર નગર!


એ માટે પ્રભુ યહોવા કહે છે કે, કઢાઈની જેમ જેની અંદર મેલ છે, ને જેનો મેલ તેમાંથી નીકળી ગયો નથી, એવા ખૂની નગરને અફસોસ! ટુકડે ટુકડે તેને બહાર કાઢો, તેના પર ચિઠ્ઠી નાખવાની નથી.


તે ઢંકાઈ નહિ એ માટે મેં તેનું રકત ખુલ્લા ખડક પર રાખ્યું છે, ને એથી ક્રોધને ઉશ્કેરીને વૈર લે.


એ માટે તેઓને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, તમે [માંસ] રક્તસહિત ખાઓ છો, ને તમારી મૂર્તિઓ તરફ તમારી નજર ઊચી કરો છો, ને રક્ત વહેવડાઓ છો, તેમ છતાં શું તમે દેશનું વતન ભોગવશો?


એ પ્રમાણે જે દેશમાં તમે રહો છો તે ભ્રષ્ટ થશે નહિ. કેમ કે લોહી એ તો દેશને ભ્રષ્ટ કરે છે. કેમ કે દેશમાં વહેવડાવેલા લોહીનું પ્રાયશ્ચિત્ત તે લોહી વહેવડાવનારના લોહી સિવાય થઈ શક્તું નથી.


કે જે દેશ યહોવા તારા ઈશ્વર વારસાને માટે તને આપે છે, તેમાં નિર્દોષ લોહી વહેવડાવવામાં ન આવે, ને એમ તને લોહીનો દોષ ન લાગે.


અને રખેને તે આ શાપની વાતો સાંભળે ત્યારે, તે પોતાના મનમાં પોતાને મુબારકબાદી આપીને કહે, ‘હું મારા હ્રદયની હઠીલાઈ પ્રમાણે ચાલું, ને સુકાની સાથે લીલાનો નાશ કરું તોપણ મને શાંતિ થશે.’


Lean sinn:

Sanasan


Sanasan