Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 24:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 બધા બળવાન માણસો એટલે સાત હજાર, અને એક હજાર કારીગરો તથા કસબી માણસો, જે સર્વ મજબૂત તાથા યુદ્ધને માટે લાયક હતા, તે સર્વને બાબિલનો રાજા બંદીવાન કરીને બાબિલ લઈ ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 નબૂખાદનેસ્સાર લગભગ સાતેક હજાર જેટલા અગત્યના સઘળા માણસોને બેબિલોન લઈ ગયો. વળી, લુહારો સહિત એક હજાર કુશળ કારીગરોને લઈ ગયો; તેઓ સૌ યુદ્ધમાં જવાની લાયક્ત ધરાવતા સશક્ત માણસો હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 બધા પરાક્રમી માણસો એટલે સાત હજાર માણસો, એક હજાર કારીગરો તથા લુહારો, જે બધા પરાક્રમી તથા યુદ્ધને માટે યોગ્ય હતા તે બધાને બાબિલનો રાજા કેદ કરીને બાબિલ લઈ ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 વળી તે દેશના 7,000 બળવાન માણસોને, 1,000 લુહારો અને કારીગરોને, જે બધા જ બળવાન અને યુદ્ધે ચડી શકે એવા હતા તેમને બાબિલ દેશવટે લઈ ગયો.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 24:16
8 Iomraidhean Croise  

તે બધા યરુશાલેમવાસીઓને, બધા અમલદારોને તથા પરાક્રમી યોદ્ધાઓને, એટલે દશ હજાર બંદીવાનોને, તથા બધા કરીગરોને તથા કસબી લોકોને પકડી લઈ ગયો. સૌથી ગરીબ પંક્તિના લોક સિવાય દેશમાં કોઈ રહેવા પામ્યા નહિ.


પણ રક્ષક ટુકડીના સરદારે દેશના સૌથી કંગાલ લોકોને દ્રાક્ષાવાડીઓના માળીઓ તથા ખેડૂતો થવા માટે રહેવા દીધા.


એમ સર્વ ઇઝરાયલની ગણતરી તેમની વંશાવળી પ્રમાણે કરવામાં આવી. તેઓ ઇઝરાયલના રાજાઓનાં પુસ્તકમાં નોધેલા છે. યહૂદાને તેના પાપને લીધે બાબિલમાં કેદી તરીકે લઈ જવામાં આવ્યો હતો.


જેઓ તારો જીવ શોધે છે, ને જેઓથી તું બીએ છે તેઓના હાથમાં, એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારના અને ખાલદીઓના હાથમાં, હું તને સોંપીશ.


બંદીવાસમાં ગયેલાઓમાંના બાકી રહેલા વડીલો, ત્યાંના યાજકો, પ્રબોધકો તથા જે લોકોને નબૂખાદનેસ્સાર યરુશાલેમમાંથી બાબિલના બંદીવાસમાં લઈ ગયો હતો,


જે લોકોને નબૂખાદનેસ્સાર બંદીવાસમાં લઈ ગયો, તેઓ [ની સંખ્યા] નીચે મુજબ હતી:સાતમા વર્ષમાં ત્રણ હજાર ત્રેવીસ યહૂદીઓ;


તેણે રાજાનાં કુટુંબમાંના એક માણસની સાથે કોલકરાર કર્યા. વળી તેણે તેની પાસે સોગન ખવડાવ્યા.


પ્રભુ યહોવા કહે છે કે, મોટી પાંખોવાળો તથા લાંબા પરવાળો, રંગબેરંગી પીંછાવાળો મોટો ગરૂડ લબાનોનમાં આવ્યો, બે એરેજવૃક્ષની ટોચ તેણે તોડી લીધી.


Lean sinn:

Sanasan


Sanasan