૨ રાજા 24:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 તે બધા યરુશાલેમવાસીઓને, બધા અમલદારોને તથા પરાક્રમી યોદ્ધાઓને, એટલે દશ હજાર બંદીવાનોને, તથા બધા કરીગરોને તથા કસબી લોકોને પકડી લઈ ગયો. સૌથી ગરીબ પંક્તિના લોક સિવાય દેશમાં કોઈ રહેવા પામ્યા નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 નબૂખાદનેસ્સાર આખા યરુશાલેમમાંથી સર્વ રાજકુંવરો અને શૂરવીર લડવૈયા સહિત દસ હજાર બંદિવાનોને તથા બધા કારીગરો તથા લુહારોને લઈ ગયો; દેશના સાવ કંગાલ લોકોને જ તેણે પડતા મૂક્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તે બધા યરુશાલેમ વાસીને, બધા આગેવાનોને, બધા પરાક્રમી યોદ્ધાઓને, દસ હજાર કેદીઓને, લુહારોને તથા કારીગરોને પકડીને લઈ ગયો. ગરીબ લોકો સિવાય દેશમાં કોઈ બાકી રહ્યું નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ14 તેણે યરૂશાલેમના બધા વતનીઓને-બધા ઉમરાવોને અને અગ્રગણ્ય માણસોને અને ધનવાનો તથા લુહારો અને બીજા કારીગરો સુદ્ધાં સૌનો દેશનિકાલ કર્યો; તે બધા મળીને કુલ 10,000 હતા, ફકત વસ્તીનો ગરીબમાં ગરીબ વર્ગ જ બાકી રહ્યો. Faic an caibideil |