૨ રાજા 23:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તેણે યહૂદિયાનાં નગરોમાંથી સર્વ યાજકોને બહાર કાઢીને, ગેબાથી તે બેરશેબા સુધી જે ઉચ્ચસ્થાનોમાં તે યાજકોએ ધૂપ બાળ્યો હતો, તેઓને અશુદ્ધ કર્યા, અને જે દરવાજાનાં ઉચ્ચસ્થાનો નગરના સૂબા યહોશુઆના દરવાજાના નાકા આગળ, એટલે નગરના દરવાજામાં પેસતાં ડાબી બાજુએ હતાં, તેઓને તેણે તોડી પાડ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 યહૂદિયાનાં નગરોમાં વસતા યજ્ઞકારોને તે યરુશાલેમ લઈ આવ્યો, અને ગેબાથી બેરશેબા સુધી સમગ્ર દેશમાં તેમણે જ્યાં જ્યાં અર્પણો ચઢાવ્યાં હતાં તે બધી વેદીઓને તેણે તોડી પાડીને તેમને ભ્રષ્ટ કરી. નગરના રાજ્યપાલ યહોશુઆએ બાંધેલા દરવાજા પાસેની વેદી પણ તેણે તોડી પાડી. શહેરમાં પ્રવેશતાં મુખ્ય દરવાજાની ડાબી તરફ એ દરવાજો હતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 યોશિયાએ યહૂદિયાના નગરોમાંથી બધા યાજકોને બહાર કાઢી લાવીને ગેબાથી બેરશેબા સુધી જે ઉચ્ચસ્થાનોમાં તે યાજકોએ ધૂપ બાળ્યો હતો, તેઓને અશુદ્ધ કર્યાં. દરવાજા પાસેનાં જે ઉચ્ચસ્થાનો નગરના અધિકારી યહોશુઆના દરવાજાના પ્રવેશદ્વાર આગળ, એટલે નગરના દરવાજામાં પ્રવેશતાં ડાબી બાજુએ હતા, તેઓનો નાશ કર્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ8 યહૂદાના નગરોમાંથી તેણે બધા યાજકોને યરૂશાલેમમાં ભેગા કર્યા, અને ગેબાથી બેર-શેબા સુધી સર્વત્ર તેઓ જ્યાં જ્યાં અર્પણ સ્તંભ અને અર્પણ વેદીઓ હતી, તે બધાં તેણે ષ્ટ કર્યા. પછી તેણે નગરના શાસક યહોશુઆના દરવાજા પાસે આવેલા ઉચ્ચસ્થાનો તોડી નાખ્યા. જે મુખ્ય નગર દરવાજાની ડાબી બાજુએ હતો. Faic an caibideil |