૨ રાજા 23:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 રાજાએ મુખ્ય યાજક હિલ્કિયાને, બીજા વર્ગના યાજકોને તથા દ્વારરક્ષકોને આજ્ઞા કરી, “જે સર્વ પાત્રો બાલને માટે તથા અશેરાને માટે તથા આખા જ્યોતિમંડળને માટે બનાવેલા છે તેમને યહોવાના મંદિરમાંથી બહાર કાઢી લાવો.” તેણે તેમને યરુશાલેમ બહાર કિદ્રોનનાં ખેતરમાં બાળી નાખ્યાં, ને તેમની રાખ તે બેથેલ લઈ ગયો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 પછી યોશિયાએ પ્રમુખ યજ્ઞકાર હિલકિયા, તેના મદદનીશ યજ્ઞકારો અને મંદિરના પ્રવેશદ્વારના સંરક્ષકોને મંદિરમાંથી બઆલની, અશેરા દેવીની તથા નક્ષત્ર મંડળની પૂજા માટે વપરાતી સાધનસામગ્રી બહાર કાઢી નાખવા આદેશ આપ્યો. પછી રાજાએ એ બધી સાધનસામગ્રી યરુશાલેમ શહેર બહાર કિદ્રોનની ખીણમાં લઈ જઈને બાળી નાખી, અને પછી એની રાખ બેથેલ મોકલી આપી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તે પછી રાજાએ હિલ્કિયા યાજકને તથા મદદનીશ યાજકને તેમ જ દ્વારરક્ષકોને આજ્ઞા કરી કે, બઆલ, અશેરાની મૂર્તિ તેમ જ આકાશના તારામંડળોની સેવામાં વપરાતાં બધાં વાસણો યહોવાહના સભાસ્થાનમાંથી બહાર કાઢી લાવો. અને તેઓએ તે બધાને યરુશાલેમ બહાર કિદ્રોનની ખીણના ખેતરોમાં બાળી નાખ્યાં અને તેની રાખ બેથેલ લઈ ગયા. Faic an caibideilપવિત્ર બાઈબલ4 એ પછી રાજાએ વડા યાજક હિલ્કિયાને તથા મદદનીશ યાજકને તેમજ દ્વારના રક્ષકોને બઆલદેવની અશેરાદેવીની તેમજ આકાશનાં નક્ષત્રોની પૂજામાં વપરાતી બધી સામગ્રી યહોવાના મંદિરમાંથી હઠાવી લેવાનો હુકમ કર્યો, અને તે બધીને તેણે યરૂશાલેમ બહાર કિદ્રોનનાં કોતરમાં બાળી મુકાવી, અને તેની રાખ બેથેલ લઈ જવામાં આવી. Faic an caibideil |