Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 23:34 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 ફારુન-નકોએ યોશિયાના દીકરા એલ્યાકીમને તેના પિતા યોશિયાની જગાએ રાજા ઠરાવ્યો, ને તેનું નામ ફેરવીને યહોયાકીમ પાડ્યું; પણ તે યહોઆહાઝને પકડી લઈ ગયો; અને તે મિસરમાં આવ્યા પછી મરણ પામ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

34 ઇજિપ્તના રાજા નેખોએ યોશિયાના પુત્ર એલિયાકીમને યોશિયાના અનુગામી તરીકે યહૂદિયાનો રાજા બનાવ્યો, અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. યહોઆઝને તો ઇજિપ્ત લઈ જવામાં આવ્યો અને યહોઆઝ ત્યાં મૃત્યુ પામ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 ફારુન નકોએ યોશિયાના દીકરા એલ્યાકીમને તેના પિતા યોશિયા પછી રાજા બનાવ્યો અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. પણ તે યહોઆહાઝને મિસર લઈ ગયો અને યહોઆહાઝ ત્યાં મરણ પામ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 ફારુને યોશિયાના પુત્ર એલ્યાકીમને તેના પિતા યોશિયા પછી રાજા બનાવ્યો અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. યહોઆહાઝને તે મિસર લઈ ગયો અને ત્યાં તેનું અવસાન થયું.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 23:34
11 Iomraidhean Croise  

અને ફારુને યૂસફનું નામ સાફનાથપાનેઆ પાડયું. અને ઓનના યાજક પોટીફેરાની દીકરી આસનાથ સાથે તેનાં લગ્ન કરાવ્યાં. અને યૂસફ મિસર દેશમાં ફરવા નીકળ્યો.


તેના દિવસોમાં મિસરનો રાજા ફારુન-નકો આશૂરના રાજા સામે ફ્રાત નદી સુધી સવારી લઈ આવ્યો; યોશિયા રાજા તેની સામે ગયો; અને ફારુન-નકોએ એને જોયો, ત્યારે તેણે યોશિયાને મગિદ્દોમાં મારી નાખ્યો.


બાબિલના રાજાએ યહોયાખીનની જગાએ તેના કાકા માત્તાન્યાને રાજા ઠરાવ્યો, ને તેનું નામ ફેરવીને સિદકિયા પાડ્યું.


યોશિયાના પુત્રો:તેનો જ્યેષ્ઠપુત્ર યોહાનાન બીજો યહોયાકીમ; ત્રીજો સિદકિયા; ચોથો, શાલ્લુમ.


વળી યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના સમયમાં, અને યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર સિદકિયાના અગિયારમા વર્ષની આખર સુધી, એટલે તે વરસના પાંચમા મહિનામાં યરુશાલેમનો બંદીવાસ થતાં સુધી તે વચન આવ્યું.


યહૂદિયાના રાજ યોશિયાના પુત્ર યહોયાકીમની કારકિર્દીમાં જે વચન યર્મિયાની પાસે આવ્યું તે આ:


મુખ્ય ખોજાએ તેમોનાં નામ નીચે પ્રમાણે પાડ્યાં:તેણે દાનિયેલનું [નામ] બેલ્ટશાસ્સાર, હનાન્યાનું [નામ] શાદ્રાખ, મિશાએલનું [નામ] મેશાખ, ને અઝાર્યાનું [નામ] અબેદ-નગો પાડ્યું.


અને ઉત્તર તરફ અરાબાની સામી બાજુ પર થઈને અરાબા સુધી ઊતરી ગઈ;


Lean sinn:

Sanasan


Sanasan