Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 23:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 રાજા, તેની સાથે યહૂદિયાના સર્વ માણસો, યરુશાલેમના સર્વ રહેવાસીઓ, યાજકો, પ્રબોધકો તથા નાનામોટા સર્વ લોક યહોવાના મંદિરમાં ચઢી ગયા; અને યહોવાના મંદિરમાંથી કરારનું જે પુસ્તક મળ્યું હતું, તેના સર્વ વચન તેણે તેમનાં સાંભળતાં વાંચ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 યહૂદિયાના બધા લોકો, યરુશાલેમના રહેવાસીઓ, યજ્ઞકારો, સંદેશવાહકો અને નાનામોટા સૌની સાથે તે પ્રભુના મંદિરમાં ગયો. રાજાએ મંદિરમાંથી મળી આવેલ કરારનું આખું પુસ્તક તેમની આગળ વાંચી સંભળાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 પછી રાજા, યરુશાલેમના રહેવાસીઓ, યહૂદિયાના બધા યાજકો, પ્રબોધકો અને નાનાથી મોટા સર્વ લોકો યહોવાહના ઘરમાં ગયા. રાજાએ યહોવાહના સભાસ્થાનમાંથી મળી આવેલા કરારના પુસ્તકનાં વચનો તેઓના સાંભળતાં વાંચ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 યરૂશાલેમ અને યહૂદાના સર્વ યાજકો, પ્રબોધકો, અને નાનાથી મોટા સર્વ લોકો મંદિર આગળ ભેગા થયા. રાજાએ તેઓની આગળ મંદિરમાંથી મળી આવેલું દેવના નિયમશાસ્ત્રનું પુસ્તક પૂરેપૂરું વાચી સંભળાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 23:2
18 Iomraidhean Croise  

અને ઘરના બારણા પાસે જે હતા, તે નાના મોટા સર્વને તેઓએ આંધળા કરી નાખ્યા; માટે તેઓ બારણું શોધતા શોધતાં થાકી ગયા.


ઇઝરાયલી લોકો મિસર દેશમાંથી નીકળ્યા તે વખતે યહોવાએ તેઓ સાથે કરાર કર્યો ત્યારે હોરેબમાં મૂસાએ જે બે પથ્થરપાટી કોશમાં મૂકી હતી, તે સિવાય તેમાં બીજું કંઈ નહોતું.


મુખ્ય યાજક હિલ્કિયાએ શાફાન ચિટનીસને કહ્યું, “મને યહોવાના મંદિરમાંથી નિયમશાસ્ત્રનું પુસ્તક મળી આવ્યું છે.” હિલ્કિયાએ તે પુસ્તક શાફાનને આપ્યું, ને એણે તે વાંચ્યું.


નાનો હોય કે મોટો, પુરુષ કે સ્ત્રી પણ જે કોઈ ઇઝરાયલના ઈશ્વર યહોવાની ભક્તિ ન કરે તેને મારી નાખવો.”


તેઓએ યહોવાના નિયમનું પુસ્તક પોતાની પાસે રાખીને યહૂદિયાના સર્વ નગરોમાં ફરીને લોકોને બોધ કર્યો.


તે દિવસે મૂસાનું પુસ્તક લોકોના સાંભળતાં વાંચવામાં આવ્યું. તેમાં એવું લખેલું મળ્યું કે, આમ્મોનીઓને તથા મોઆબીઓને ઈશ્વરની મંડળીમાં કદી દાખલ થવા દેવા નહિ;


તેઓએ પોતાની ગજાએ ઊભા રહીને એક પહોર સુધી પોતાના ઈશ્વર યહોવાના નિયમશાસ્ત્રનું પુસ્તક વાંચ્યું. અન બીજે પહોરે તેઓએ પાપ કબૂલ કરીને પોતાના ઈશ્વર યહોવાનું ભજન કર્યું.


એ પછી રાજાએ સુસાના મહેલમાં જેઓ હાજર હતા તે નાનામોટા સર્વ લોકને, સાત દિવસ સુધી રાજમહેલના બાગના ચોકમાં મિજબાની આપી.


ત્યાં નાના મોટા સમાન છે; અને ચાકર પોતાના શેઠથી છૂટો હોય છે.


હે યહોવાના ભક્તો, નાનાં મોટાં સર્વને તે આશીર્વાદ આપશે.


યરુશાલેમમાં રહેલા લોકોને છુટકારાની જાહેરખબર આપવાનો કરાર સિદકિયા રાજાએ યરુશાલેમમાંના સર્વ લોકોની સાથે કર્યો હતો, ત્યાર પછી જે વચન યહોવાથી યર્મિયાની પાસે આવ્યું તે નીચે પ્રમાણે હતું.


પરંતુ ઈશ્વરની સહાય મળવાથી હું આજ સુધી ટકી રહ્યો છું, અને નાનામોટાને સાક્ષી આપતો આવ્યો છું. અને પ્રબોધકો તથા મૂસા જે જે બનાવો બનવા વિષે બોલ્યા હતા તે સિવાય હું બીજું કંઈ કહેતો નથી.


‘આ નિયમનું પુસ્તક લો, ને યહોવા તમારા ઈશ્વરના કરારકોશની બાજુમાં રાખી મૂકો કે, તે તારી વિરુદ્ધ સાક્ષી તરીકે ત્યાં રહે.


પછી મેં મૂએલાંને, મોટાં તથા નાનાં સર્વને, ઈશ્વરની સમક્ષ ઊભાં રહેલાં જોયાં. અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં, અને એક બીજું પુસ્તક જે જીવનનું [પુસ્તક] છે તે પણ ઉઘાડવામાં આવ્યું. તે પુસ્તકોમાં જે જે લખેલું હતું તે પરથી મૂએલાંઓનો તેઓની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો.


અને તેમાંથી સ્‍ત્રીઓને તથા નાનાં મોટાં [સર્વ] ને કેદ પકડયાં હતાં. તેઓએ કોઈને મારી નાખ્યું ન હતું, પણ તેઓનું હરણ કરીને તેઓ પોતાને રસ્‍તે ચાલ્યા ગયા હતા.


તેઓ તેને ત્યાં લઈ ગયા, પછી એમ થયું કે યહોવાના હાથે તે નગરની વિરુદ્ધ થઈને તેમાં મોટો સંહાર કર્યો અને તેણે તે નગરનાં નાનાં મોટાં તમામ માણસો પર કેર વર્તાવ્યો, ને તેઓનાં અંગ પર ગાંઠો ફૂટી નીકળી.


Lean sinn:

Sanasan


Sanasan