જેમ મારા સેવક દાઉદે કર્યું તેમ જે સર્વ આજ્ઞાઓ હું તને આપીશ તે પર જો તું કાન દેશે ને મારા માર્ગોમાં ચાલશે, ને મારી ર્દષ્ટિમાં જે સારું છે તે કરીને મારા વિધિઓ તથા મારી અજ્ઞાઓ પાળશે, તો એમ થશે કે હું તારી સાથે રહીશ, ને મેં દાઉદને માટે બાંધ્યું તેમ તારે માટે અવિચળ ઘર બાંધીશ, ને ઇઝરાયલને તારે સ્વાધીન કરીશ.
કેમ કે દાઉદે યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે કર્યું હતું, ને ઊરિયા હિત્તીની બાબત સિવાય જે કંઈ આજ્ઞા યહોવાએ તેને તેના આયુષ્યના સર્વ દિવસોમાં આપી તેમાંથી તે આડોઅવળો ફર્યો ન હતો.
સુલેમાને કહ્યું, “તમારા સેવક, મારા પિતા દાઉદ જે પ્રમાણે તમારી આગળ સત્યતાથી, નેકીથી તથા તમારી સાથે પ્રામાણિક હ્રદયથી ચાલ્યા, તે પ્રમાણે તમે તેમના પર મહેરબાની પણ મોટી કરી. અને તમે તેમના પર આ મોટી મહેરબાની રાખી છે એટલે જેમ આજે છે તેમ, તેમના રાજ્યાસન પર બેસવા તમે તેમને દીકરો આપ્યો છે.
આહાઝ રાજ કરવા લાગ્યો ત્યારે તે વીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં સોળ વર્ષ રાજ કર્યું. તેના પિતૃ દાઉદે પોતાના ઈશ્વર યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે કર્યું હતું, તે પ્રમાણે તેણે કર્યું નહિ.
પણ મારા સેવક મૂસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા માટે બળવાન તથા બહુ હિમ્મતવાન થા. તેમાંથી જમણી કે ડાબી તરફ ફરતો ના, એ માટે કે જ્યાં કંઈ તું જાય ત્યાં તું ફતેહ પામે.