Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 21:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પરંતુ તેઓએ એ ગણકાર્યું નહિ. યહોવાએ જે પ્રજાઓનો ઇઝરાયલની આગળ નાશ કર્યો હતો, તેઓના કરતાં મનાશ્શાએ વધારે ભૂંડા કામ તેઓની પાસે કરાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 પણ યહૂદિયાના લોકોએ પ્રભુનું માન્યું નહિ. એને બદલે, પોતાના લોકને દેશમાં વસાવવા પ્રભુએ હાંકી કાઢેલી પ્રજાઓના કરતાંયે તેમણે મનાશ્શાની દોરવણીથી વિશેષ ભયંકર દુરાચરણ કર્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પણ તે લોકોએ સાંભળ્યું નહિ, યહોવાહે જે પ્રજાઓનો ઇઝરાયલી લોકો આગળ નાશ કર્યો હતો, તેઓની પાસે મનાશ્શાએ વધારે ખરાબ કામ કરાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 પણ તે લોકોએ સાંભળ્યું નહિ અને મનાશ્શાએ તેમની પાસે હજુ ખરાબ કામો કરાવ્યા જે ઇસ્રાએલીઓ પહેલાની પ્રજા જેનો યહોવાએ વિનાશ કર્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 21:9
25 Iomraidhean Croise  

જે પાપો યરોબામે કર્યા છે તથા જે વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું છે તેને લીધે તે ઇઝરાયલને તજી દેશે.”


પણ તે ઇઝરાયલના રાજાઓને માર્ગે ચાલ્યો, ને જે પ્રજાઓને યહોવાએ ઇઝરાયલી લોકો આગળથી હાંકી કાઢી હતી તેમનાં ધિક્કારપાત્ર કૃત્યો પ્રમાણે તેણે પોતાના દીકરાને અગ્નિમાં થઈને ચલાવ્યો.


યહોવાએ પોતાના પ્રબોધકો દ્વારા કહ્યું,


મનાશ્શાએ યહૂદિયાને તથા યરુશાલેમના રહેવાસીઓને કુમાર્ગે ચઢાવીને જે પ્રજાઓની યહોવાએ ઇઝરાયલી લોકો આગળથી નાશ કર્યો હતો તેઓના કરતાં પણ તેમની પાસે વધારે દુષ્ટતા કરાવી.


પણ તેઓએ ઈશ્વરના સંદેશિયાઓને મશ્કરીમાં ઉડાવ્યાં. તેમનાં વચનોનો અને પ્રબોધકોનો તિરસ્કાર કર્યો, તેથી યહોવાએ પોતાના લોક ઉપર એટલો બધો ક્રોધ ચઢ્યો કે, કંઈ જ ઉપાય રહ્યો નહિ.


તોપણ તેઓએ તમારી આજ્ઞા પાળી નહિ, તમારી વિરુદ્ધ તેઓએ બંડ કર્યુ. તમારા નિયમશાસ્ત્રને તેઓએ પોતાની પીઠ પાછળ ફેંક્યું, ને જે તમારા પ્રબોધકો તેઓને ફરીથી તમારી તરફ પાછા વાળવાને તેઓને ચેતવણી આપતા હતા તેઓને તેમણે મારી નાખ્યા, ને તેઓએ ઘણા ક્રોધજનક કામો કર્યા.


જ્યારે મનુષ્યમાં લુચ્ચાઓને માન મળે છે, ત્યારે દુષ્ટો ચારે તરફ મોજ મારે છે.


તને મિસર દેશમાંથી કાઢી લાવનાર તારો ઈશ્વર યહોવા હું છું; તારું મુખ ઉઘાડ, એટલે તે હું ભરીશ.


જો કોઈ હાકેમ જૂઠી વાતો સાંભળે તો તેના સર્વ સેવકો દુષ્ટ થઈ જાય છે.


ત્યારે તમે જાણશો કે હું યહોવા છું, કેમ કે તમે મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નથી, ને મારી આજ્ઞાઓનો અમલ કર્યો નથી, પણ તમારી આસપાસની પ્રજાઓની વિધિઓનું અનુસરણ કર્યું છે.”


તોપણ તું તેઓના માર્ગે ચાલીને ને તેમનાં ધિક્કારપાત્ર કૃત્યોનું અનુસરણ કરીને [સંતોષ પામી] નથી. પણ [જાણે કે એ તો] નજીવી વાત હોય તેમ સમજીને તું તારા સર્વ આચરણમાં તેઓના કરતાં વધારે ભ્રષ્ટ થઈ.


તારે કહેવું કે, પ્રભુ યહોવા કહે છે કે, હે પોતાનો કાળ લાવવા માટે પોતાની મધ્યે રક્ત વહેવડાવનાર, ને પોતાને ભ્રષ્ટ કરવા માટે મૂર્તિઓ બનાવીને પોતાનું નુકસાન કરનાર નગર!


યરુશાલેમ દુષ્ટતા કરીને મારા હુકમોની વિરુદ્ધ બીજી પ્રજાઓના કરતાં વધારે બંડ, ને મારા વિધિઓની વિરુદ્ધ તેની આસપાસના દેશો કરતાં વધારે બંડ કર્યું છે; કેમ કે તેઓએ મારા હુકમોનો અનાદર કર્યો છે, ને મારે વિધિઓ પ્રમાણે તેઓ ચાલ્યા નથી.”


એ માટે પ્રભુ યહોવા કહે છે, “તમારી આસપાસની પ્રજાઓ કરતાં તમે વધારે હુલ્લડખોર છો, તમે મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નથી, ને મારા હુકમો પાળ્યા નથી, તેમ જ તમારી આસપાસની પ્રજાઓના નિયમો પ્રમાણે વર્તયા નથી.


તમારા સેવક પ્રબોધકો કે જેઓ તમારે નામે અમારા રાજાઓને, અમારા સરદારોને, અમારા પિતૃઓને તથા દેશના સર્વ લોકોને બોધ કરતા હતા તેઓનું અમે સાંભળ્યું નથી.


એફ્રાઈમ ચગદાઈ ગયો છે, ને ઇનસાફની રૂએ કચડાઈ ગયો છે; કેમ કે તે વ્યર્થતાની પાછળ ચાલવા રાજી હતો.


ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર તથા તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરધી પોતાનાં બચ્ચાંને પાંખો નીચે એકત્ર કરે છે, તેમ મેં કેટલીવાર તારાં છોકરાંને એકત્ર કરવાનું ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ!


જો હું આવ્યો ન હોત, અને તેઓને કહ્યું ન હોત, તો તેઓને પાપ ન લાગત; પણ હવે તેઓનાં પાપ સંબંધી તેઓને કંઈ બહાનું રહ્યું નથી.


માટે જે ભલું કરી જાણે છે, પણ કરતો નથી, તેને પાપ લાગે છે.


તો પણ મારે તારી વિરુદ્ધ આટલું છે કે, ઈઝેબેલ, જે પોતાને પ્રબોધિકા કહેવડાવે છે, તે સ્‍ત્રીને તું સહન કરે છે. તે મારા સેવકોને વ્યભિચાર કરવાને તથા મૂર્તિઓનાં નૈવેદ ખાવાને શીખવે છે તથા ભમાવે છે.


એમ છતાં લોકોએ શમુએલની વાણી સાંભળવાની ના પાડી. તેઓએ કહ્યું, “ના, ના; અમારે તો અમારા પર રાજા જોઇએ જ;


Lean sinn:

Sanasan


Sanasan